વેક્સીનેશનમાં આ રાજ્યએ બનાવ્યો રેકોર્ડ, બંને ડોઝ પૂરા કરનાર પ્રથમ સ્ટેટ

શનિવારે હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય બની ગયું છે, જ્યાં તમામ પાત્ર વયસ્કોનું રસીકરણ પૂરુ થઈ ચુક્યું છે. મહત્વનું છે કે વેક્સીનેશનનો પ્રથમ ડોઝ સૌથી પ્રથમ લગાવનાર રાજ્ય પણ હિમાચલ હતું. 

વેક્સીનેશનમાં આ રાજ્યએ બનાવ્યો રેકોર્ડ, બંને ડોઝ પૂરા કરનાર પ્રથમ સ્ટેટ

શિમલાઃ કોવિડ-19 સામે લડવા માટે દેશમાં રસીકરણ પણ ભાર આપવામાં આવી રહ્યો છે. તેવામાં હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય બની ગયું છે જ્યાં તમામ પાત્ર વયસ્કોનું રસીકરણ પૂરુ થઈ ચુક્યુ છે. શનિવારે રાજ્યના એક પ્રવક્તાએ આ વાતની જાણકારી આપી છે. 

ફરી નંબર 1 બન્યું હિમાચલ
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પાત્ર 53,86,393 વયસ્કોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે, પોતાની તમામ વયસ્ક વસ્તીને રસીનો પ્રથમ ડોઝ આપવાના મામલામાં હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય હતું જેણે આ સિદ્ધિ ઓગસ્ટ મહિનાના અંતમાં પ્રાપ્ત કરી લીધી હતી. 

રવિવારે થશે વિશેષ કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે રવિવારે બિલાસપુર સ્થિત એમ્સ (AIIMS Bilaspur) માં કોવિડ-19 કાર્યકર્તાઓને સન્માનિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J. P. Nadda) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પણ ભાગ લેશે. આ દરમિયાન નાગરિકોના રસીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને પ્રમાણ પત્ર આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજીવ સૈજલ પણ હાજર રહેશે. 

બિલાસપુરના પ્રવાસ પર રહેશે નડ્ડા
આ વચ્ચે થોડા દિવસ પહેલા રાજ્ય ભાજપ અધ્યક્ષ અને શિમલાથી સાંસદ સુરેશ કશ્યપ (Suresh Kumar Kashyap) એ નિવેદન જાહેર કરી કહ્યુ હતુ કે નડ્ડા રાજ્યના પ્રવાસ દરમિયાન એમ્સ બિલાસપુરમાં બની રહેલ બહારના દર્દીઓ વિભાગ  (Outpatient Department) નું ઉદ્ઘાટન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news