જાણો Valentine’s Week પર વાઇરલ થઇ રહેલા આ VIDEOનું સત્ય

આ વેલેન્ટાઇન્સ વિકમાં લવ એન્થમ બની ગયેલા આ સોન્ગની ક્લિપ વાઇરલ થઇ રહી છે પરંતુ આખુ સોંગ પણ માણવા જેવું છે

જાણો Valentine’s Week પર વાઇરલ થઇ રહેલા આ VIDEOનું સત્ય

મુંબઇ : આ વેલેન્ટાઇન વીક પર એક વીડિયો ક્લિપ ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહી છે. જેમાં આંખોનાં ઇશારાથી પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેનાં સ્ક્રીન શોટ્સ અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. આ વીડિયોને હજારો શેર અને લાખો લાઇક મળી રહી છે. આ વેલન્ટાઇન્સ વીક પર પ્રેમનાં પ્રતિક સમાન વીડિયો બની ચુક્યો છે. જો કે આ વીડિયો ક્યાંથી આવ્યો અને શું છે તેની પાછળની વાત તેનાં વિશે ખુબ જ ઓછા લોકા જાણે છે.

આ વીડિયો ક્લિપ મલયાલી ગીત Manikya Malaraya Pooviનું છે. આ ગીત અપકમિંગ મલયાલમ મુવી ઉર અદાર લવનું છે. આ ગીતમાં આંખોની ભાષામાં પ્રેમની અભિવ્યક્તિ કરતા ઘણા સ્કુલનાં કપલ્સ દેખાડવામાં આવ્યા છે. આ ગીતન શાન રહેમાને કંપોઝ કર્યું છે. સ્કૂલ રોમાન્ટ દેખાડતું આ ગીત યુ ટ્યુબર પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જોત જોતામાં આ ગીત ટોપ ટ્રેન્ડમાં પણ આવી ચુક્યું છે.

ક્લિપમાં દેખાડાયેલી અભિનેત્રી પણ ચર્ચામાં છે. મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ડેબ્યુ કરી રહી છે. તેની સુંદરતા હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા મેળવી રહી છે. કેરળનાં ત્રિશુરની રહેવાસી આ અભિનેત્રીને લોકો ખુબ જ લાઇક કરી રહ્યા છે. આ ફિલ્મને ઉમર લૂલૂ નિર્દેશિત કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news