સમય પહેલાં ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી તો નાચવા લાગ્યા મુસાફરો, રેલવે મંત્રીએ ટ્વીટ કરી લખ્યું 'મજા મા'

તમને જણાવી દઇએ કે ટ્રેનના રતલામ પહોંચવાનો સમય રાત્રે 10:35 વાગ્યાનો હતો અને 10:45 તે આગળ રવાના થાય છે. બુધવાર આ ટ્રેન નક્કી સમય કરતાં 20 મિનિટ પહેલાં રતલામ પહોંચી ગઇ. એટલા માટે ત્યાં હાજર મુસાફરોએ કોચમાં બેસવાના બદલે સ્ટેશન પર ગરબા કર્યા. 

સમય પહેલાં ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી તો નાચવા લાગ્યા મુસાફરો, રેલવે મંત્રીએ ટ્વીટ કરી લખ્યું 'મજા મા'

Passenger Dance on Platform: ભારતીય રેલવે દેશની લાઇફ લાઇન ગણવામં આવે છે. પરંતુ એ પણ કહેવામાં આવે છે કે રેલવે ક્યારેય સમયસર પહોંચતી નથી. એવામાં રેલવેએ ગજબનું કારનામો કરી બતાવ્યો છે. જોકે મધ્યપ્રદેશના રતલામ સ્ટેશન પર ટ્રેન 20 મિનિટ પહેલાં પહોંચી ગઇ. તેનાથી મુસાફરોએ એટલા ખુશ થયા કે સ્ટેશન પર જ ગરબા કરવા લાગ્યા. 

પ્લેટફોર્મ પર ગરબા કરવા લાગ્યા મુસાફરો
આ ગરબા ડાન્સનો વીડિયો રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6  ની છે. આ પ્લેટફોર્મ પર જે ટ્રેન પહોંચી તે ધાર્મિક યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ હતા. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-હરિદ્રાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (22917) હતી જે બાંદ્રાથી હરિદ્રાર જઇ રહી હતી. બુધવારે રાત્રે જેવી રતલામ પહોંચી તો એક કોચમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ઉતર્યા અને તેમણે ગરબા કરવાનું શરૂ કર્યું.  

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 26, 2022

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ગરબા ડાંસનો વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં કેટલાક મુસાફરો ગુજરાતી ડાન્સ કરતાં જોવા મળે છે. તેને શેર કરતાં રેલવે મંત્રીએ કેપ્શન લખી 'મજા મા'

તમને જણાવી દઇએ કે ટ્રેનના રતલામ પહોંચવાનો સમય રાત્રે 10:35 વાગ્યાનો હતો અને 10:45 તે આગળ રવાના થાય છે. બુધવાર આ ટ્રેન નક્કી સમય કરતાં 20 મિનિટ પહેલાં રતલામ પહોંચી ગઇ. એટલા માટે ત્યાં હાજર મુસાફરોએ કોચમાં બેસવાના બદલે સ્ટેશન પર ગરબા કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news