પ્રેમી યુગલ માટે પરિવારજનો બન્યા વિલન, ઘરે જઈ કરી બબાલ, વાહનોમાં કરી તોડફોડ

ઘટના કઈક એવી છે કે ઘાટલોડિયામાં રહેતા મેરુ દેસાઈ અને અમી દેસાઈ વચ્ચે વર્ષ 2019 પ્રેમ થયો હતો. પરતું અમીબેનના પરિવારને આ સંબંધનો સ્વીકાર્ય નહોતો

પ્રેમી યુગલ માટે પરિવારજનો બન્યા વિલન, ઘરે જઈ કરી બબાલ, વાહનોમાં કરી તોડફોડ

મૌલિક ધામેચા, અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મેરુ અને અમીના પ્રેમનો દુશ્મન પોતાનો જ પરિવાર બન્યો છે. આ પ્રેમી યુગલે જિંદગી જીવવા મૈત્રી કરાર તો કર્યો પણ તેમના સરનામાની પરિવારને જાણ થતા જ ઘરે આવી હુમલો કર્યો હતો. હાલ દહેશત વચ્ચે સામાજિક રક્ષણ માંગતા પ્રેમી યુગલે પોલીસની મદદ માંગી છે. 

શું છે ઘટના
ઘટના કઈક એવી છે કે ઘાટલોડિયામાં રહેતા મેરુ દેસાઈ અને અમી દેસાઈ વચ્ચે વર્ષ 2019 પ્રેમ થયો હતો. પરતું અમીબેનના પરિવારને આ સંબંધનો સ્વીકાર્ય નહોતો. જેથી પોતાના પ્રેમી સાથે જિંદગી જીવા માટે પિતાનું ઘર છોડ્યું અને પ્રેમી મેરુના ઘરે રહેવા આવી ગઈ હતી. આ પ્રેમી યુગલ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમના પરિવાર તેના જીવનો દુશ્મન બનશે અને ઘાતકી હુમલો કરશે. આ પ્રેમી યુગલ મૈત્રી કરાર કરી આશાપુરી સોસાયટી રહેવા આવ્યા હતા, જેની જાણ અમીના પરિવારને થતા તેઓ ટોળું લઈ સમાધાન બહાને 51 લાખ રૂપિયા અને સોના દાગીના માંગણી કરી. પરતું યુવકના પરિવારે માંગણી ન સ્વીકારતા તેમના ઘરે 20 થી 25 લોકોના ટોળા ઘર પર તોડફોડ કરી હતી. જે દહેશતથી પ્રેમી પંખીડા કાપી રહ્યા છે અને રક્ષણ માંગ કરી રહ્યા છે. 

બન્ને પ્રેમી યુગલ શિક્ષિત છે. જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજા બજાવે છે. જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે. બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા. પરંતું અમીબેનના બાળપણમાં લગ્ન કરી લીધા હતા જે અમીને મંજુર નહોતા. એક તરફ પ્રેમ અને બીજી તરફ સામાજિક બંધન વચ્ચે અમીએ પ્રેમનો સાથ આપ્યો અને પ્રેમી મેરુ સાથે મૈત્રી કરાર કરીને જિંદગીની શરૂઆત કરી. જેની અદાવત રાખીને અમીના પરિવારે અસામાજિક તત્વો સાથે મળીને તોડફોડ કરીને હુમલો કરતા ઘાટલોડિયા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો. પ્રેમ અને સામાજિક બંધન વચ્ચે પ્રેમી યુગલે કાયદા ની મદદ મેળવીને રક્ષણની માંગ કરી છે. 51 લાખ રૂપિયા અને સોનાના દાગીના આપવાના ફરજીયાત રિવાજનો આ પ્રેમી યુગલ વિરોધ કરી રહ્યો છે. અને પોતાની જિંદગી પોતાની ઈચ્છાથી જીવવાની માંગ કરે છે. ત્યારે આ વિવાદો વચ્ચે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news