માયાવી ગ્રહ રાહુને ખુબ વ્હાલી છે આ 2 રાશિઓ, સુખ-સમૃદ્ધિથી નવાજે, મહાદશામાં પણ નુકસાન ન પહોંચાડે

અશુભ ગ્રહ હોવાનો અર્થ એ નથી કે તેઓ હંમેશા નકારાત્મક રહી અશુભ ફળ જ આપે છે. કેટલાક મામલાઓમાં રાહુ શુભ એટલે કે સારા પરિણામ પણ આપે છે. ક્યારેક ક્યારેક રાહુ એવા શુભ ફળ આપે છે કે જેની કલ્પના પણ ન કરી હોય. રાહુ કઈ પરિસ્થિતિઓમાં અને કઈ રાશિઓને સારા અને શુભ પરિણામ આપે છે તે પણ જાણવા જેવું છે. 

માયાવી ગ્રહ રાહુને ખુબ વ્હાલી છે આ 2 રાશિઓ, સુખ-સમૃદ્ધિથી નવાજે, મહાદશામાં પણ નુકસાન ન પહોંચાડે

જ્યોતિષમાં રાહુ અને કેતુને માયાવી ગ્રહો કે પાપી ગ્રહ ગણવામાં આવે છે. આ બંને ગ્રહો છાયા ગ્રહ છે. રાહુ અને શનિ અશુભ ગ્રહો ગણાય છે. રાહુ અને કેતુ બંને વક્રી અવસ્થા એટલે કે ઉલ્ટી ચાલમાં રાશિ પરિવર્તન કરે છે. અશુભ ગ્રહ હોવાનો અર્થ એ નથી કે તેઓ હંમેશા નકારાત્મક રહી અશુભ ફળ જ આપે છે. કેટલાક મામલાઓમાં રાહુ શુભ એટલે કે સારા પરિણામ પણ આપે છે. ક્યારેક ક્યારેક રાહુ એવા શુભ ફળ આપે છે કે જેની કલ્પના પણ ન કરી હોય. રાહુ કઈ પરિસ્થિતિઓમાં અને કઈ રાશિઓને સારા અને શુભ પરિણામ આપે છે તે પણ જાણવા જેવું છે. 

રાહુનો સ્વભાવ
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને અપ્રત્યાશિત ઘટનાઓનો કારક ગણવામાં આવ્યો છે. જ્યોતિષાચાર્યો મુજબ રાહુની ખાસ સ્થિતિ શુભ પરિણામ આપે છે અને ખરાબ સ્થિતિમાં જાતકે ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ ત્રીજા કે છઠ્ઠા ભાવમાં હોય તો તેને સકારાત્મક પરિણામ મળે છે. રાહુના પ્રભાવથી જાતક સારા નિર્ણય લે છે. કાર્યોમાં સફળતા મળે છે. તેનું  સાહસ વધે છે અને આર્થિક રીતે મજબૂત થાય છે. 

જો કુંડળીમાં રાહુ દસમા સ્થાને હોય તો તમામ સુખ પ્રાપ્ત થાય છે. સરકારી નોકરી કરનારાઓને સારા સમાચાર મળવાની સંભાવના રહેતી હોય છે. જો રાહુ એકાદશ ભાવમાં હોય તો શુભ ફળ આપે છે. આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. રાહુની શુભ સ્થિતિ ધન, યશ, ઐશ્વર્ય અને પરાક્રમ પ્રદાન કરે છે. 

રાહુની મહાદશા
જ્યોતિષ મુજબ રાહુની મહાદશા 18 વર્ષની હોય છે. આ દરમિયાન જાતકોએ અનેક કષ્ટો સહન કરવા પડે છે. એવું કહેવાય છે કે રાહુની પ્રિય રાશિઓને મહાદશા દરમિયાન ઓછી પરેશાની ભોગવવી પડે છે. 

આ રાશિઓ પર રહે છે કૃપા દ્રષ્ટિ

સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માયાવી ગ્રહ રાહુને સિંહ  રાશિ પ્રિય હોય છે. રાહુનું સિંહ રાશિમાં ગોચર ખુબ શુભ ફળદાયી ગણાય છે. સિંહ રાશિમાં રાહુ અચાનક ધનલાભ કરાવી દે છે. એટલું જ નહીં જીવનમાં અનેક મોટા અને સકારાત્મક ફેરફાર લાવે છે. રાહુની શુભ દ્રષ્ટિથી સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. દરેક ક્ષેત્રમાં સારા પરિણામ પ્રાપ્ત થાય છે. માનસિક તણાવ દૂર થાય છે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ પણ રાહુની મનપસંદ રાશિઓમાંથી એક છે. એવું કહે છે કે આ રાશિના જાતકોને રાહુના પ્રભાવથી કરિયરમાં સફળતા મળે છે. આ લોકો નોકરીની સાથે સાથે વેપારમાં પણ સારું પ્રદર્શન કરવામાં સફળ રહે છે. રાહુની કૃપાથી આર્થિક લાભ થાય છે. સામાજિક માન પ્રતિષ્ઠા વધે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news