આને કહેવાય નસીબ! પ્રથમવાર બન્યા MLA અને સીધા બની ગયા CM, જાણો કોણ છે ભજનલાલ?
આખરે ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં સૌથી મોટા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી દીધો છે. એક સપ્તાહની તમામ અટકળો પર વિરામ લગાવતા ભાજપે ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનમાં વસુંધરા રાજેનો સમય સાપ્ત થઈ ગયો છે. હવે અહીં ભજનલાલ શર્મા નવા મુખ્યમંત્રી હશે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ ભાજપે ચોંકાવતા નવા નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે. ભજનલાલ શર્મા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે, જેઓ આ વખતે જયપુરની સાંગાનેર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા ભલે પહેલીવાર ધારાસભ્ય બન્યા હોય, પરંતુ તેઓ સંગઠનમાં મજબૂત વ્યક્તિત્વ રહ્યા છે. તેઓ અમિત શાહના નજીકના ગણાય છે. છત્તીસગઢમાં એક આદિવાસી નેતા અને મધ્યપ્રદેશમાં એક OBC નેતાને મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે ભાજપે રાજસ્થાનમાં બ્રાહ્મણ નેતાને કમાન સોંપી છે. આ રીતે તેમણે સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.
ભજનલાલ શર્મા રાજસ્થાન ભાજપના મહામંત્રી રહ્યાં છે અને સંગઠનના વફાદાર માનવામાં આવે છે. સંઘ સાથે પણ તેમનો નાતો રહ્યો છે, પરંતુ ચૂંટણી લડવાની તક તેમને પ્રથમવાર મળી હતી. કુશલ વક્તા તરીકે ઓળખ ધરાવનાર ભજનલાલ શર્મા હંમેશા મંચ પર જોવા મળે છે. રાજસ્થાન ભાજપના કોઈ મોટા આયોજનમાં તેઓ મંચ સંચાલક તરીતે જવાબદારી સંભાળતા રહ્યાં છે. તેમને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. ભલે તેમનું નામ ખુબ ચર્ચામાં ન રહ્યું હોય, પરંતુ બ્રાહ્મણ કાર્ડ ચાલવાની સ્થિતિમાં તેઓ રેસમાં જરૂર હતા.
RSS સાથે જોડાયેલા રહેવાની સાથે ભજનલાલ શર્મા છાત્ર સંગઠન એબીવીપી સાથે પણ જોડાયેલા રહ્યાં ચે. અમિત શાહ સિવાય તે જેપી નડ્ડાના પણ વિશ્વાસુ રહ્યાં છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો ભજનલાલ શર્મા રાજસ્થાન યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએટ ચે. તેમણે અહીંથી 1993માં પોલિટિક્સમાં એમએની ડિગ્રી મેળવી હતી.
આટલી સંપત્તિના માલિક છે નવા મુખ્યમંત્રી
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનેલા ભજનલાલ શર્માની નેટવર્થની વાત કરીએ તો તે કરોડપતિ છે અને તેમની પાસે કુલ 1.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે 35 લાખ રૂપિયાનું દેવું છે. વિધાનસભા ચૂંટણીમાં આવેલા એફિડેવિડ પ્રમાણે ભજનલાલ શર્માની કુલ નેટવર્થમાં 1,15,000 રૂપિયા કેશ છે, જ્યારે વિવિધ બેન્ક એકાઉન્ટમાં 11 લાખ રૂપિયા ડિપોઝિટ છે. તેમની પાસે ત્રણ કિલો સોનું છે, તેની કિંમત 1.80 લાખ રૂપિયા છે. તેમની પાસે બે ઈન્શ્યોરન્સ પોલિસિઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે