Corona Vaccine: ભારતને હવે મળશે Pfizerના 5 કરોડથી વધુ ડોઝ, વેક્સિનની અછત થશે દૂર

Pfizer Vaccine: તેના પર ભારત સરકાર તરફથી વાતચીત ચાલી રહી છે અને આશા છે કે આ મહિને વાતચીત પૂરી થઈ જશે. ફાઇઝર બાયોએનટેક કોવિડ-19  વેક્સિન એક એમ આરએનએ વેક્સિન છે.

Corona Vaccine: ભારતને હવે મળશે Pfizerના 5 કરોડથી વધુ ડોઝ, વેક્સિનની અછત થશે દૂર

નવી દિલ્હીઃ દેશમાં વેક્સિનની કમીના સમાચારો વચ્ચે એક ગુડ ન્યૂઝ મળ્યા છે. હકીકતમાં ફાઇઝરના 5 કરોડથી વધુ ડોઝ ભારત મોકલવા માટે તૈયાર છે. આ વેક્સિનના પ્રભાવને લઈને 'આંશિક ક્ષતિપૂર્તિ' પર પણ વાતચીત ચાલી રહી છે. ફાઇઝર વેક્સિનને ભારત તરફથી સંપૂર્ણ રીતે છૂટ આપવામાં આવશે નહીં. 

વેક્સિનની ગંભીર અસર પર નક્કી થશે જવાબદારી
સૂત્રો પ્રમાણે વેક્સિનનું રિએક્શન વળતર હેઠળ આવશે પરંતુ જો તેના રિએક્શનથી કોઈ વ્યક્તિનું મોત થશે કે પછી તેને લકવા જેવી ગંભીર બીમારી થાય છે તો તેને તેમાં છૂટ મળશે નહીં અને તેની જવાબદારી નક્કી કરવામાં આવશે. 

તેના પર ભારત સરકાર તરફથી વાતચીત ચાલી રહી છે. એવી આશા છે કે આ મહિનામાં વાતચીત પૂરી થઈ જશે અને ફાઇઝરની વેક્સિન પર નિર્ણય લેવામાં આવશે.

ફાઇઝરની કોવિડ-19 વેક્સિન
તમને જણાવી દઈએ કે ફાઇઝર બાયોએનટેક કોવિડ-19 વેક્સિન એક એમ આરએનએ વેક્સિન (mRNA Vaccine) છે, જેનાથી કોશિકાઓ સ્પાઇક પ્રોટીન જનરેટ કરે છે. આ સ્પાઇક પ્રોટીન નોવેલ કોરોના વાયરસની સપાટી પર જોવા મળે છે. કોશિકાઓ જ્યારે સ્પાઇક પ્રોટીન જનરેટ કરે છે, તે તેનાથી ઇમ્યૂન રિસ્પોન્સ બને છે. એમ આરએનએ વેક્સિનમાં કોઈપણ પ્રકારના નબળા કે ડેડ વાયરસના કણ હોતા નથી. પરંતુ બીજી વેક્સિનની જેમ તેમાં એલર્જિક રિએક્શન થઈ શકે છે. તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, ધબકારા વધવા અને નબળાઇ જેવી સમસ્યા આવી શકે છે. 

લોજિસ્ટિક સાથે જોડાયેલો સવાલ
ફાઇઝરને લઈને બીજો મોટો સવાલ લોજિસ્ટિક સાથે જોડાયેલો છે, કારણ કે તેને ઠંડા તાપમાનની જરૂર છે. ટેમ્પ્રેચર કંટ્રોલ વેક્સિન માટે ભારતમાં એક લોજિસ્ટિક કંટ્રોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. આજે વિકસિત દેશોમાં વેક્સિનની ઝડપથી આપૂર્તિ થઈ રહી છે અને આ દેશોએ તેને સુરક્ષિત રાખવાની જરૂર નથી. જરૂરીયાતથી વધુ વેક્સિન હોવાને કારણે ભારતને આ રસી આપવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news