ગુરુગ્રામ: ગનરની ગોળીથી ગંભીર રીતે ઘાયલ થયેલા જજના પત્નીનું સારવાર દરમિયાન મોત 

હરિયાણાના ગુડગાંવમાં એક જજના ગનરે ભીડભરેલા બજારમાં કથિત રીતે જજની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી. આ હચમચાવી નાખે તેવી ઘટના બાદ ગનર આરામથી રફુચક્કર પણ થઈ ગયો હતો. જજ કૃષ્ણકાંતના પત્ની રીતુ અને પુત્ર ધ્રુવને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન રીતુનું મોત થઈ ગયું. આરોપી હેડ  કોન્સ્ટેબલ મહિપાલ (32)ની ગુડગાંવ-ફરીદાબાદ માર્ગથી ધરપકડ કરી લેવાઈ છે. 

ગુરુગ્રામ: ગનરની ગોળીથી ગંભીર રીતે ઘાયલ થયેલા જજના પત્નીનું સારવાર દરમિયાન મોત 

ગુરુગ્રામ: હરિયાણાના ગુડગાંવમાં એક જજના ગનરે ભીડભરેલા બજારમાં કથિત રીતે જજની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી. આ હચમચાવી નાખે તેવી ઘટના બાદ ગનર આરામથી રફુચક્કર પણ થઈ ગયો હતો. જજ કૃષ્ણકાંતના પત્ની રીતુ અને પુત્ર ધ્રુવને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન રીતુનું મોત થઈ ગયું. આરોપી હેડ  કોન્સ્ટેબલ મહિપાલ (32)ની ગુડગાંવ-ફરીદાબાદ માર્ગથી ધરપકડ કરી લેવાઈ છે. 

— ANI (@ANI) October 14, 2018

પોલીસના જણાવ્યાં મુજબ શનિવારે ગુરુગ્રામના સેક્ટર 49ના માર્કેટ રોડ પર લગભગ બપોરે ત્રણ કલાકની ઘટના છે, જ્યારે એડિશનલ જજ કૃષ્ણકાંતના પત્ની રીતુ અને તેમનો પુત્ર ધ્રુવ આર્કેડિય બજારમાં ખરીદી માટે ગયા હતા. તેમની સાથે જજનો ગનર મહિપાલ પણ હતો. ગજરાજે જણાવ્યું કે, "સ્થાનિક લોકોએ પોલીસને આર્કેડિયા બજારની બહાર ગોળીબાર થયાની સુચના આપી હતી. પોલીસ અહીં પહોંચી ત્યારે જજની પત્ની ઋતુ અને પુત્ર ધ્રુવ લોહીથી લથબથ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા."

પોલીસે જણાવ્યું કે, બંને ઘાયલને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. બંનેની હાલત નાજુક છે. પોલીસે મહિપાલને ફરીદાબાદમાંથી પકડી લીધો છે અને તેણે ગોળી શા માટે ચલાવી તેની પુછપરછ ચાલી રહી છે.

આ ઘટનાનો એક વીડિયો બહાર આવ્યો છે. આરોપી ગનર ગોળી માર્યા બાદ સડક પર બૂમો પાડી રહ્યો હતો કે, "યે શૈતાન હૈ ઔર યે શૈતાન કી માં." વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે આરોપી ગોળી માર્યા બાદ જજના પુત્રને ઉંચકીને કારમાં નાખવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ તે નાખી શકતો નથી. 

— ANI (@ANI) October 13, 2018

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળી માર્યા બાદ આરોપીએ જજને ફોન કરીને જણાવ્યું હતું કે, મેં આ બંનેને ગોળી મારી દીધી છે. ત્યાર બાદ તેણે પોતાની માતા અને અન્ય બે-ત્રણ લોકોને પણ ફોન કરીને પોતાના કૃત્યની જાણ કરી હતી. આટલું કર્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેના હાથમાં બંદૂક હોવાને કારણે ઘટનાસ્થળે હાજર લોકો તેની નજીક જઈ શક્યા ન હતા.  

જો કે મહિપાલના ગયા બાદ ત્યાં હાજર લોકોએ ઘાયલ અવસ્થામાં પડેલા ધ્રુવ અને તેની માતા રિતુની પાસે જવાની હિંમત ભેગી કરી. ધ્રુવના માથા પર કપડું બાધીને લોહીને રોકવાની કોશિશ કરી અને ત્યારબાદ નજીકની પાર્ક હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ ત્યારબાદ સ્થિતિમાં સુધારો ન થતા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા. જ્યાં સારવાર દરમિયાન રીતુનું મોત થયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news