INDvsWI: બીજી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવ્યું, શ્રેણી 2-0થી કરી કબજે
ફાસ્ટ બોલર ઉમેશ યાદવે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા પ્રથમ ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 4 વિકેટ સાથે મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી.
Trending Photos
હૈદરાબાદઃ ભારતે અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવીને બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 72 રનનો લક્ષ્ય ભારતે વિના વિકેટે વટાવી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઈનિંગમાં 311 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 367 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને 56 રનની લીડ મળી જેના જવાબમાં વિન્ડીઝનો બીજો દાવ 127 રને સમેટાઇ ગયો હતો. ભારતને મેચ જીતવા માટે 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે કોઈપણ વિકેટ ગુમાવ્યા આ લક્ષ્ય પાર પાડ્યો હતો. રાહુલ અને પૃથ્વી શો 33-33 રન બનાવી અણનમ રહ્યાં હતા. આ સાથે ભારતે પોતાની ધરતી પર સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી છે.
ભારતે વેસ્ટ ઇન્ડિઝને 127 રન પર ઓલઆઉટ કરી દીધુ છે. આ સાથે વેસ્ટ ઇન્ડિઝે ભારતને 71 રનનો ટાર્ગેટ આપ્યો છે. અશ્વિને વેસ્ટ ઇન્ડીઝની 9મી વેકેટ લીધી હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાએ સુનીલ એમ્બ્રિસની વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપે એમ્બ્રિસને 38 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 46.1 ઓવરમાં 127 રન ઓલ આઉટ કર્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝની 7મી વિકેટ કેપ્તાન જેસન હોલ્ડરના રૂપમાં મળી તેને રવિન્દ્ર જાડેજાએ વિકેટ કિપર પંતના હાથે કેચાઉટ કરાવ્યો હતો. હોલ્ડર 19 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
ઉમેશ યાદવે રોસ્ટન ચેસ પછી શોન ડોવરિચને પણ આઉટ કર્યો હતો. ડોવરિચ રન બનાવે તે પહેલા જ આઉટ થઇ ગયા હતા. વેસ્ટઇન્ડિઝ ટીમ 33 રનની લીડ સાથે આગળ ચાલી રહી છે. વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 30 ઓવરમાં 95 રન પર 6 વિકેટ ગુમાવી ચુક્યા છે.
વેસ્ટ ઇન્ડિઝની પાંચમી વિકેટ ઉમેશ યાદવે લીધી જ્યારે પહેલી મેચની શતકવીર રોસ્ટન ચેસને બોલ્ડ કર્યો હતો. ચેસ આ વખતે માત્ર 6 રન બનાવી શક્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ ભારતને ચૌથી સફળતા અપાવી છે. તેણે શાઇ હોપની વિકેટ ઝડપી પાડી છે. હોપ 28 રન બનાવી રહાણેના હાથે કેચ આઉટ થયો છે.
વેસ્ટ ઇન્ડિઝની ત્રીજી વિકેટ શેમરાન હેટમયોરના રૂપમાં મળી હતી. તેણે કુલદીપ યાદવે પુજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હેટમયોર 17 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
વેસ્ટ ઇન્ડિઝ ટીમની બીજા દાવમાં બીજો ઝટકો મેચની ચોથી ઓવરમાં લાગ્યો જ્યારે અશ્વિનના બોલ પર રહાણેએ કેરન પાવેલનો કેચ પકડ્યો હતો. આ કેચને થર્ડ એમ્પાયર રિફર કરવામાં આવ્યો જેનો નિર્ણય આપવા માટે એમ્પાયરે ઘણો સમય લીધો હતો. અંતે એમ્પાયરે નિર્ણય ટીમ ઇન્ડિયાના પક્ષમાં આપ્યો હતો.
બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝની ખરાબ શરૂઆત થઇ હતી. પહેલી જ ઓવરમાં ઉમેશ યાદવે ઋષભ પંથના હાથે કેચ કરવી ક્રેગ બેથવેટને આઉટ કરાવ્યો હતો.
ભારતની પ્રથમ બેટિંગમાં 56 રનોની મહત્વ લીડ
ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગમાં 367 રન પર ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતની છેલ્લી વિકેટ રવિચંદ્રન અશ્વિનના રૂપમાં પડી હતી. અશ્વિન 35 રન બનાવી શેનન ગ્રેબ્રિયલના બોલ પર આઉટ થયો છે. ભારતે અત્યારે 56 રનની લીડ સાથે આગળ છે.
ટીમ ઇન્ડિયા માટે અશ્વિનની શાનદાર બેટિંગ અને ટીમના સ્કોરને 350 રને પાર કરાવ્યો અને ત્યારબાદ ભારતની વેસ્ટ ઇન્ડિઝ પર 50 રનની લીડ નક્કી કરી લીધી હતી. અશ્વિનને 30 રન બનાવી લીધા હતા અને શાર્દુલ ઠાકુર 4 રન સાથે અંતિમ વિકેટ માટે 23 રનની ભાગીદારી પણ કરી લીધી હતી.
ટીમ ઇન્ડિયાની 9મી વિકેટ ઉમેશ યાદવના રૂપમાં મળી હતી. ઉમેશ 2 રન બનાવી વરિકનના બોલ પર હેમિલ્ટનના હાથે કેચ આઉટ થયો હતો. ઉમેશની જગ્યાએ શાર્દુલ ઠાકુર બેટિંગ કરવા આવ્યો જ્યારે તે હજું પણ ઇજાગ્રસ્ત છે.
વેસ્ટ ઇન્ડિઝના કેપ્તાન જેસન હોલ્ડરે કુલદીપ યાદવને બોલ્ડ કરી મેચમાં પાંચ વિકેટ પુરા કરી છે. કુલદીપ 6 રન બનાવી આઉટ થઇ ગયો હતો. અત્યારે ટીમ ઇન્ડિયા 32 રનની લીડ પર છે.
ઋષભ પંત ફરી એક વાર 92 રન પર આઉટ થઇ ગયો હતો. જ્યારે શેનન ગૈબ્રિયલે હેટમયોરના હાથમાં કેચ આઉટ કર્યો હતો. પંત રાજકોટ ટેસ્ટમાં પણ 92 રનના સ્કોર પર જ આઉટ થયો હતો. પંતના આઉટ થવાથી ટીમ ઇન્ડિયા 23 રનથી લીડ પર આગળ છે. હોલ્ડરે રહાણેને આઉટ કર્યા બાદ બીજા બોલ પર રવિન્દ્ર જાડેજાને પણ આઉટ કર્યો હતો. જાડેજા એલબીડબ્લ્યૂ પર આઉટ થયો.
દિવસના શરૂઆતની સાથે જ ટીમ ઇન્ડિયાની ત્રીજી ઓવરમાં જ પહેલો ફટકો પડ્યો હતો. તેમાં જેસન હોલ્ડરે અજિક્ય રહાણેને શાઇ હોપના હાથે કેચ આઉટ કર્યો હતો. રહાણે 80 રન બનાવી આઉટ થયો હતો.
ત્રીજા દિવસની રમત શરૂઆતમાં જ વેસ્ટ ઇન્ડિઝે નવો બોલ લીધો હતો. દિવસનો પ્રથમ ઓવર વેસ્ટ ઇન્ડિઝના કેપ્તાન જેસન હોલ્ડરે પ્રથમ ઓવર નાખી હતી. ઓવરના બીજા બોલ પર અજિક્ય રહાણેએ ફોર મારી પોતાની અને ઋષભ પંત વચ્ચેની ભાગીદારીના 150 પુરા કર્યા હતા. આ સાથે ટીમ ઇન્ડિયાની વિસ્ટઇન્ડિઝ પર લીડ શરૂ થઇ ગઇ હતી.
મેચમાં અત્યારે ટીમ ઇન્ડિયાએ વિસ્ટ ઇન્ડિઝના સ્પિનર્સ ટક્કર આપી રહ્યા હતા. મેચના બીજા દિવસે ઋષભ પંતની આક્રામક અને અજિક્ય રહાણેની ભાગીદરીના દમ પર ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ પર 308 રન બનાવી લીધા હતા.
પંતે વન્ડે ટીમમાં પરત ફર્યાની આનંદ ટેસ્ટ ક્રિકેટમાં બીજી ફિફટી માર્યાની સાથે માણ્યો હતો. તેણે 120 બોલમાં નાબાદ 85 રન બનાવ્યા જ્યારે ઉપ કેપ્તાન રહાણેએ 174 બોલમાં 75 રન બનાવ્યા હતા. બન્ને પાંચ વિકેટની અટૂટ ભાગીદારીમાં 146 રન સાથે જાડોઇ ચુક્યા છે. ભારતના કેપ્તાન વિરાટ કોહલી 45 રન આઉટ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર 4 વિકેટ પર 163 હતો.
બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે 295/7 વિકેટે રમવાનું શરૂ કર્યું હતું.
જોકે, ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને વધુ રન બનાવવા દીધા ન હતા. વેસ્ટ ઈન્ડિઝના રોસ્ટન ચેઝે તેની સદી પુરી કરી હતી અને 106 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. અન્ય ખેલાડી વધુ રમી શક્યા ન હતા અને ટીમ 311ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઉમેશની 6 વિકેટ
ભારતનો ઉમેશ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 6 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 3 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. ઉમેશે તેની કારકિર્દીમાં આ પ્રથમ વખત 6 વિકેટ લીધી હતી. આ સાથે જ વર્ષ 2000 બાદ એક ઈનિંગ્સમાં 6 વિકેટ લેનારો ઉમેશ યાદવ પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે