સળગતી ઈંઢોળી સાથે નાની બાળાઓએ કર્યો રાસ, પ્રાચીન ગરબી બની આકર્ષણનું કેન્દ્ર

સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સળગતી ઈંઢોળીનો રાસ જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ પણ થઈ જાય છે. 

સળગતી ઈંઢોળી સાથે નાની બાળાઓએ કર્યો રાસ, પ્રાચીન ગરબી બની આકર્ષણનું કેન્દ્ર

હાર્દિક જોશી/રાજકોટ: નવલા નોરતા શરૂ થતા જ દેશવાસીઓ શક્તિની ભક્તીમાં લીન થયા છે. રાજકોટમાં પણ અર્વાચીન રાસોત્સવના આયોજન ઠેર-ઠેર થઈ રહ્યા છે. જો કે અર્વાચીન રાસોની ઝાકમ ઝોળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું પણ મહત્વ યથતાવત છે. ત્યારે સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સળગતી ઈંઢોળીનો રાસ જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ પણ થઈ જાય છે. 

રંગીલા રાજકોટવાસીઓ હાલ નવરાત્રીના રંગે રંગાયા છે. શહેરમાં એક તરફ પાર્ટી પ્લોટ્સમાં વિવિધ અર્વાચીન ગરબાના આયોજન થયા છે. ત્યારે પ્રાચીન ગરબીઓનું પણ તેમનું મહત્વ જરા પણ ઓછુ નથી થયું. પ્રાચીન ગરબીઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જોવા મળે છે. હાલ તો રાજકોટના મવડી ચોક વિસ્તારમાં આવેલી પ્રાચીન બજરંગ ગરબી મંડળમાં પ્રાચીન રાસ જોવા લોકો દુર દુરથી આવે છે. અહિનો સળગતી ઈંઢોળીનો રાસ રાજકોટવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 6 જેટલી બાળાઓ સળગતી ઈંઢોળી તેમના માથે લઈને ગરબે રમે છે. આ રાસમાં બાળાઓના સાહસ અને સુરવીરતાના લોકોએ દર્શન કર્યા હતા.

Rajkot-ras.jpg 

સળગતી ઈંઢોળીનો રાસ માટે બાળાઓ દ્વારા નવરાત્રી પહેલા પ્રેકિટસ કરવામાં આવે છે. આ રાસ માટે એક મહિનો પ્રેક્ટિસ કરે છે. સળગતી ઈંઢોળીનો રાસ જોવા માટે રાજકોટથી જ નહી આસપાસના ગામોમાંથી પણ લોકો આવે છે.  શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 12 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં 34 જેટલી બાળાઓ રાસ રમી રહી છે. સળગતી ઈંઢોળી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાઈ છે. કુલ 12 બાળાઓને તાલીમ અપાઈ છે. 

નવરાત્રી દરમિયાન દર બે દિવસે એક વખત આ રાસનું આયોજન કરવામાં છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ આપવામાં આવ્યો છે. કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે. અહિના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કળતાલ રાસ,ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોળીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. ટેક્નોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સસ્કૃતિની યાદ અપાવી જાય છે. આ ભવ્ય વારસા ની ઝાખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news