ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોગી સરકારની કાર્યવાહી, 7 PPS ઓફિસરોને બળજબરીપૂર્વક કર્યા નિવૃત
ભ્રષ્ટાચાર (Corruption) વિરૂદ્ધ યોગી સરકાર (Yogi government)એ મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર અને કામમાં બેદરકારી વર્તનાર પ્રાંતીય પોલીસ સેવા (પીપીએસ) અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. યોગી સરકારે મોટી એક્શન લેતાં 7 પીપીએસ અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત (Forced Retirement) કરી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: ભ્રષ્ટાચાર (Corruption) વિરૂદ્ધ યોગી સરકાર (Yogi government)એ મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર અને કામમાં બેદરકારી વર્તનાર પ્રાંતીય પોલીસ સેવા (પીપીએસ) અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. યોગી સરકારે મોટી એક્શન લેતાં 7 પીપીએસ અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત (Forced Retirement) કરી દીધા છે.
જાણકારી અનુસાર સાત અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓ પર યોગી સરકારની નજર છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે ડઝનથી વધુ અધિકારીઓની ફાઇલ સીએમ યોગી આદિત્યનાથની પાસે પહોંચી ચૂકી છે. બેદરકારી વર્તનાર અધિકારીઓને લઇને કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.
તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જુલાઇ મહિનામાં કેંદ્વની મોદી સરકારના તર્જ પર સુસ્ત કર્મચારીઓ અને અધિકારીઓને ઉંમર પહેલાં નિવૃત કરવાની જાહેરાત કરી હતી. સરકારે 50 વર્ષની ઉંમરમાં જ સુસ્ત અધિકારીઓને નિવૃતિ આપવાનો નિર્ણય કર્યો હતો. તેના હેઠળ ઘણા મોટા ઓફિસરઓ સાથે કર્મચારીઓ પણ રડારમાં આવી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે