KPL ફિક્સિંગ બન્યું ગંભીર, ગૌતમ સહિત 2 ખેલાડીઓની ધરપકડ

કર્ણાટક પ્રીમિયર લીગમાં (કેપીએલ) થયેલા ફિક્સિંગ મુદ્દે વધારે બે ક્રિકેટર્સની ધરપકડ થયાનું સામે આવી રહ્યું છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ (જે ગત્ત બે સિઝનમાં થયેલા ફિક્સિંગ મુદ્દે તપાસ કરી રહી છે) દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે ક્રિકેટર્સ ફ્રેન્ચાઇઝી બેલ્લારીની છે અને તેનેનાં સીએમ ગૌતમ અને અબરાર કાજી છે. ગૌતમ ટીમનો કેપ્ટન છે, જ્યારે કાજી વિકેટકિપર બેટ્સમેન છે. તેની કેપીએલની ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 

KPL ફિક્સિંગ બન્યું ગંભીર, ગૌતમ સહિત 2 ખેલાડીઓની ધરપકડ

બેંગ્લુરૂ : કર્ણાટક પ્રીમિયર લીગમાં (કેપીએલ) થયેલા ફિક્સિંગ મુદ્દે વધારે બે ક્રિકેટર્સની ધરપકડ થયાનું સામે આવી રહ્યું છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ (જે ગત્ત બે સિઝનમાં થયેલા ફિક્સિંગ મુદ્દે તપાસ કરી રહી છે) દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે ક્રિકેટર્સ ફ્રેન્ચાઇઝી બેલ્લારીની છે અને તેનેનાં સીએમ ગૌતમ અને અબરાર કાજી છે. ગૌતમ ટીમનો કેપ્ટન છે, જ્યારે કાજી વિકેટકિપર બેટ્સમેન છે. તેની કેપીએલની ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ મુદ્દે 4 લોકોની ધરપકડ થઇ ચુકી છે. આ અગાઉ ફ્રેન્ચાઇઝી બેંગ્લુરૂ બ્લાસ્ટર્સનાં બોલર કોચ વિનૂ પ્રસાદ અને બેટ્સમેન વિશ્વનાથને 26 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. કોચ પર આરોપ છે કે તેણે સટ્ટેબાજો સાથે મળીને બેલાગવિ પૈંથર્સની વિરુદ્ધ રમાયેલ એક મેચને ફિક્સ કરી હતી. 

સ્લો બેટિંગ માટે લીધા હતા 20 લાખ રૂપિયા
સંયુક્ત પોલીસ આયુક્ત (ગુન્હા) સંદીપ પાટિલે આ અંગે કહ્યું કે, અમે બે ક્રિકેટર્સની ધરપકડ કરી છે. તેમના પર કેપીએલ દરમિયાન મેચ ફિક્સિંગના આરોપ છે. તપાસમાં રહેલા એક અધિકારીએ જણાવ્યું કે, સ્લો બેટિંગ માટે 20 લાખ રૂપિયા સહિત અનેક વસ્તુઓ મળી હતી. તે ઉપરાંત તે લોકોએ બેંગ્લુરૂની વિરુદ્ધ મેચ પણ ફિક્સ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરાયેલા ક્રિકેટર્સ ગૌતમ અને કાચી ઘરેલુ ટુર્નામેન્ટ ઉપરાંત આઇપીએલ પણ રમી ચુક્યા છે. 

આઇપીએલની મોટી ટીમો માટે રમી ચુક્યા છે.
આરોપી ગૌતમ અગાઉ કર્ણાટક માટે રમતો હતો, પરંતુ આ સીઝન માટે ગોવા સાથે જોડાયો હતો. તે આઇપીએલમાં આરસીબી, મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ (જે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ છે) જેવી મોટી ટીમ માટે રમી ચુક્યો છે. બીજી તરફ કાઝી મિઝોરમ ટીમથી રમી ચુક્યો છે. બંન્ને ક્રિકેટર્સનાં નામ પોત પોતાની રાજ્યની ટીમોમાં પણ હતા. જેને શુક્રવારે ચાલુ થઇ રહેલ મુશ્તક અલી ટ્રોફીમાં રમવાનું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news