બાયોડેટા નહિ, પરંતું જન્મકુંડળી જોઈને નોકરી આપે છે ટોચની IT કંપની

jobs in china : માનવામાં ન આવે તેવી વાત ચીન દેશથી સામે આવી છે, જ્યાં વ્યક્તિની જન્મકુંડળી જોઈને તેને નોકરી માટે યોગ્ય છે કે નહિ તે ગણવામાં આવે છે 
 

બાયોડેટા નહિ, પરંતું જન્મકુંડળી જોઈને નોકરી આપે છે ટોચની IT કંપની

China News : ભારતમાં લગ્ન પહેલા કુંડળી મેળવવાનો રિવાજ છે. દુલ્હો અને દુલ્નની જન્મ કુંડળી જોવામાં આવે છે અને તેમની રાશિઓ અને નક્ષત્રોના હિસાબે તેમનું મિલન કરાવવામાં આવે છે. જોકે, પરંતું તમે એવું સાંભળ્યું નહિ હોય કે, નોકરી માટે કુંડળી અને રાશિ માંગવામા આવે છે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. 

અત્યાર સુધી નોકરી ડિગ્રી અને અનુભવ જોઈને મળતી નહતી. પરંતું શું તમે સાંભળ્યું છે કે, એક એવી કંપની પણ છે કે, જે જન્મકુંડળી જોઈને ઉમેદવારને નોકરી આપે છે. આ રસપ્રદ કિસ્સો પાડોશી દેશ ચીનના ગુઆંગડોન્સ પ્રોવિન્સનો છે. ચલો જાણીએ, આખરે આવું કંપની કેમ કરે છે. 

રાશિ નક્ષત્ર જોઈને નોકરી અપાય છે
ઓડિટ સેન્ટ્રલ વેબસાઈટ અનુસાર, ચીનના ગુઆંડોન્ગ પ્રોવિન્સમાં ગુઆંગજાઉમા આ ઘટના સામે આવી છે. કંપનીએ નોકરી માટે જાહેરાત આપી હતી, તેમાં અનઉભવ અને ઓફિસ સોફ્ટવેર પર કામ કરવાની માહિતીની સાથે સાથે જે બાબતે લોકોનુ ધ્યાન આકર્ષિત કર્યું, તે એક નોટ હતી. નોટમાં લખ્યું હતું કે, જે લોકોનું જન્મનું વર્ષ ઓફ ડોંગમાં થયું છે, તેઓ આ નોકરી માટે રિઝ્યુમ નહી મોકલી શકે. સોશિયલ મીડિયા પર આ જાહેરાતને કારણે ભૂકંપ આવી ગયો છે. લોકો આ મામલે ભેદભાવનો આરોપ લગાવી રહ્યાં છે.

આખરે કેમ રાશિ જોવામાં આવે છે
રિપોર્ટના અનુસાર, કંપનીમા કામ કરનારા એક શખ્સે જણાવ્યું કે, ખાસ કરીને ચાઈનીસ કેલેન્જરના જણાવ્યા અનુસાર, Year of Dog માં જન્મેલા લોકોને એપ્લાય કરવાની એટલા માટે ના પાડવામા આવી છે કે, કારણ કે, બોસની કુડળી આ વર્ષવાળા લોકો સાથે મેચ નથી થતી. આ વર્ષમાં પેદા થયેલા લોકો કંપની માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવામાં બોસ આ વર્ષમાં જન્મતા લોકોને નોકરી માટે બોલાવતા નથી. અંદાજે 47 હજાર સેલેરીવારી આ નોકરી માટે આ રીતે જાહેરાત ચાઈનીસઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આવવા લાગી
ચાઈનીઝ જોબ માર્કેટમાં ભેદભાવ કોઈ નવી વાત નથી, પરંતુ કોઈના એસ્ટ્રો સાઈનના આધારે ભેદભાવ કરવો એ સોશિયલ મીડિયા યુઝર્સમાં રોષ વ્યાપી ગયો છે. ઘણા લોકોએ સૂચન કર્યું કે 'ડોગ યર'માં જન્મેલા લોકો કંપની સામે કેસ દાખલ કરે. કોઈએ લખ્યું - હું હંમેશા વિચારતો હતો કે 35 વર્ષની ઉંમર પછી નોકરી મળશે. પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી રાશિ એક સમસ્યા બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news