Employee Rule: નવા નિયમો! રજાના દિવસે કર્મચારીને ફોન કર્યો તો એક લાખ રૂપિયાનો થશે દંડ
Employee Rule: આ સ્થિતિનો સામનો કરવા માટે એક ભારતીય ટેક કંપની એક નવો નિયમ લઈને આવી છે. જેથી કર્મચારીઓ તેમની રજાઓ સારી રીતે પસાર કરી શકે. રજાના દિવસે અન્ય કર્મચારીઓને ખલેલ પહોંચાડનારા આવા કર્મચારીઓએ ભારે દંડ ભરવો પડશે.
Trending Photos
Employee Rule: ભલે તમે તમારી નોકરીને ગમે તેટલો પ્રેમ કરો પરંતુ બોસ સાથે જો તમે તમારી રજા અંગે વાત કરશો તો તેમને ગમશે નહીં. તમે તમારા વેકેશનમાં તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છો અને ઓફિસના મેઈલ અને મેસેજને કારણે તમારો ફોન રણકવા લાગે છે તો તમે ચોક્કસ પરેશાન થઈ શકો છો.
આ સ્થિતિનો સામનો કરવા માટે એક ભારતીય ટેક કંપની એક નવો નિયમ લઈને આવી છે. જેથી કર્મચારીઓ તેમની રજાઓ સારી રીતે પસાર કરી શકે. રજાના દિવસે અન્ય કર્મચારીઓને ખલેલ પહોંચાડનારા આવા કર્મચારીઓએ ભારે દંડ ભરવો પડશે.
આ પણ વાંચો:
વાસ્તવમાં, ફૅન્ટેસી સ્પોર્ટ્સ કંપની Dream11 નવી Dream 11 Unplug પોલિસી લઈને આવી છે. આ નવા નિયમ હેઠળ કર્મચારીઓ કોઈપણ ફોન કોલ, મેઈલ કે મેસેજ વિના આરામથી રજાઓ ગાળી શકશે. આ નવી પોલિસી હેઠળ કર્મચારીઓને તેમની રજાના દિવસે એક સપ્તાહ સુધી કામ પરથી સંપૂર્ણપણે કામથી દૂર થઈ શકશે.
કંપનીએ LinkedIn પર જાહેરાત કરી
LinkedIn પર આ પોલિસીની જાહેરાત કરતા કંપનીએ લખ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે અમારા કર્મચારીઓ તેમની રજાઓ દરમિયાન ઓફિસથી દરેક સંભવ રીતે ડિસ્કનેક્ટ થઈ જાય. અમે માનીએ છીએ કે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો અથવા ફક્ત વેકેશનમાં આરામ કરવાથી એકંદર મૂડ, જીવનની ગુણવત્તા, સામાન્ય ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.
આ પણ વાંચો:
સીએનબીસીના અહેવાલ મુજબ, કંપનીના સ્થાપકો હર્ષ જૈન અને ભાવિત સેઠે કહ્યું છે કે જો કોઈ કર્મચારી Unplug' સમય દરમિયાન અન્ય કર્મચારીનો સંપર્ક કરશે તો તેને 1 લાખ રૂપિયાનો ભારે દંડ ભરવો પડશે. કંપનીમાં દરેક વ્યક્તિને તેમની સ્થિતિ, જોડાવાની તારીખ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા વિના Unplug સમય મળશે. સ્થાપકોએ જણાવ્યું હતું કે નવી નીતિ એ સુનિશ્ચિત કરવા માટે રજૂ કરવામાં આવી છે કે કંપની કોઈપણ કર્મચારી પર નિર્ભર ન રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે