High Paying Jobs: વાહ! નોકરી હોય તો આવી, એક દિવસમાં થઈ શકે છે લાખોની કમાણી, મહિનામાં બની જશો કરોડપતિ

High Paying Job: ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે દુનિયાના ઘણા દેશોમાં હોર્સહેયર બેન્ડિંગમાં ખુબ મોટો પગાર મળે છે. આ નોકરીમાં તમારે ઘોડાના વાળ સરખા કરવા પડશે અને એક દિવસમાં 1.22 લાખ રૂપિયા સુધી મળી જાય છે. 
 

High Paying Jobs: વાહ! નોકરી હોય તો આવી, એક દિવસમાં થઈ શકે છે લાખોની કમાણી, મહિનામાં બની જશો કરોડપતિ

Weirdest Jobs in History: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને નોકરીમાં ઓછું કામ કરવું પડે અને વધુ ને વધુ પૈસા મળે. હવે દુનિયામાં નોકરીઓનું સ્વરૂપ બદલાઈ ગયું છે. ક્યાંક ડેસ્ક જોબ છે તો ક્યાંક ફિલ્ડમાં કામ કરવાનું છે. પરંતુ કેટલીક નોકરીઓ ખૂબ જ વિચિત્ર હોય છે, જેમાં પૈસા ખૂબ સારા હોય છે. અમે તમને આવા જ એક કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કામ ઘોડાના વાળ કાપવાનું છે, જેમાં તમે દરરોજ લાખો રૂપિયા કમાઈ શકો છો.

જો તમે પણ ઘોળાને પ્રેમ કરો છો અને તેને પાળવાનું પસંદ છે તો આ નોકરી તમારા માટે પણ છે. આ નોકરીમાં  ન માત્ર તમે ઘોડાની સાથે સમય પસાર કરી શકશો, પરંતુ ખાતામાં મોટા પૈસા આવશે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ઘણા દેશોમાં હોર્સહેયર બ્રેન્ડિંગમાં ખુબ મોટો પગાર મળે છે. આ નોકરીમાં ઘોળાના વાળ સરખા કરવા પડશે અને એક દિવસમાં 1.22 લાખ સુધીના રૂપિયા મળી શકે છે. 

આ દેશોમાં છે માંગ
હકીકતમાં ઘણા દેશોમાં ઘોડાના શો થાય છે. ત્યાં તેના વાળની ચોટલી બનાવવામાં આવે છે. તે માટે લોકોને દર કલાકના 150 ડોલર એટલે કે 12000 રૂપિયા મળે છે. જો અનુભવ હોય તો એક દિવસમાં 10 ઘોડાની ચોટલી બનાવી શકાય છે. આ જાનવરોની દુબઈ, સાઉદી અરબ, કતર, ઈરાન અને કુવૈતમાં ખુબ માંગ છે. અહીં પશુ મેળાના આયોજન થતા રહે છે. જ્યાં ઘોડાની ચોટલી બનાવી મોટી રકમની કમાણી કરી શકાય છે. 

આ સિવાય બ્લડ સ્ટોક એજન્ટ બનીને પણ ખુબ પૈસા મળે છે. તેમાં કમીશન પર ગ્રાહકોને ઘોડા વેચવા કે ખરીદવામાં આવે છે. આ સિવાય ઘોડાની પ્રેગનેન્સીઅને તેના બાળકોની કેર બ્રૂડ મેયર મેનેજર્સ કરે છે. તેમાં અનુભવના આધારે લાખો રૂપિયાનો પગાર મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news