IOCL Recruitment 2023: India Oil માં બંપર ભરતી, ધો.10 પાસ યુવા પણ કરી શકે છે અરજી

IOCL Recruitment 2023: ઉમેદવાર ઉંમર મર્યાદા, અરજીની ફી, યોગ્યતા માપદંડ અને પગાર વગેરે સંબંધિત માહિતી નીચે વિસ્તારથી જોઈ શકે છે. ખાલી જગ્યા પર ભરતી માટે 20 માર્ચ સુધી અરજી કરી શકાશે.

IOCL Recruitment 2023: India Oil માં બંપર ભરતી, ધો.10 પાસ યુવા પણ કરી શકે છે અરજી

નવી દિલ્હી: જો તમે ધોરણ 10 પાસ છો અને નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારા માટે ગોલ્ડન તક રાહ જોઈ રહી છે. જી, હા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં વિવિધ પદ પર બમ્પર ભરતી નીકળી છે. ખાલી જગ્યા પર ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની પ્રક્રિયા 1 માર્ચથી શરૂ થશે. IOCL Recruitment 2023 અનુસાર કુલ 513 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદ અનુસાર અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર ઉંમર મર્યાદા, અરજીની ફી, યોગ્યતા માપદંડ અને પગાર વગેરે સંબંધિત માહિતી નીચે વિસ્તારથી જોઈ શકે છે. ખાલી જગ્યા પર ભરતી માટે 20 માર્ચ સુધી અરજી કરી શકાશે.

શૈક્ષણિક યોગ્યતા: 
ઉમેદવારોની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટીટ્યુટમાંથી ધોરણ-10, બીએસસી ડિપ્લોમા, એન્જિનિયરીંગ, ગ્રેજ્યુએટ કે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

પગાર:
IOCL એન્જિનિયર પદ માટે પગાર 25,000થી 1,05,000 રૂપિયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news