Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશે

Government Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.

Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશે

ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે. જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેઓ અધિકૃત વેબસાઈટ nr.indianrailways.gov.in પર જઈને વિગતો જોઈ અરજી કરી શકે છે. આ પદો માટે અરજીપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

રેલવેની આ ભરતી હેઠળ કુલ 25 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી વોક ઈન ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારો 27મી મે સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. જે પણ ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માંગતા હો તે નીચે જણાવેલી માહિતીઓ ચેક કરે. 

પગાર
જે ઉમેદવારોની આ જગ્યાઓ માટે પસંદગી  થાય તેમને પગાર તરીકે 7માં સીપીસી મુજબ મેટ્રિક્સ લેવલ 11 હેઠળ 67700 રૂપિયાથી લઈને 208700 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે. 

ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેમની ઉંમરમર્યાદા અધિકૃત નોટિફિકેશન મુજબ 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. 

યોગ્યતા
ઉમેદવારો પાસે સંબંધિત વિશેષજ્ઞતામાં એમસીઆઈ/એનબીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. તો જ અરજી કરવા પાત્ર ગણાશે. 

રેલવેમાં આ રીતે થશે પસંદગી
ઉમેદવારો જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી અધિકૃત નોટિફિકેશન મુજબ વોક ઈન ઈન્ટરવ્યુના આધારે કરાશે. 

નોટિફિકેશન  અને અરજી લિંક

અન્ય જાણકારીઓ
ઉમેદવારો પોતાના અરજીફોર્મ વિધિવત ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે વોક ઈન ઈન્ટરવ્યુની તારીખે સવારે 8.30 વાગે ઓડિટોરિયમ, પહેલા માળ, એકેડેમિક બ્લોક, ઉત્તરી રેલવે સેન્ટ્રલ હોસ્પિટલ, નવી દિલ્હીમાં પહોંચાડી દે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news