Bank Jobs: બેંકમાં જોબ કરવાની ઈચ્છા હોય તો તરત કરો અરજી, પરીક્ષા વગર મળશે સરકારી નોકરી
Specialist Officer Jobs 2023: યુકો બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદો માટે ભરતી નીકળી છે. તબક્કાવાર પ્રક્રિયા બાદ બેંકમાં પસંદગી મળે છે પરંતુ અહીં યોગ્યતાના આધાર પર પસંદગી થશે. ડિટેલ્સ જાણો.
Trending Photos
UCO Bank Recruitment 2023: આજકાલ મોટાભાગે યુવાઓ સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા હોય છે. તેમાં બેંકની નોકરીની ઈચ્છા રાખનારાઓની સંખ્યા ઘણી વધુ છે. આ માટે ખુબ મુશ્કેલ પરીક્ષા પાસ કરવાની રહે છે. આવામાં યુવાઓ પાસે સારી તક છે. જે હાથમાંથી જવા દેતા નહી. યુકો બેંકે એક ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે મુજબ બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરના ખાલી પદો ભરવાના છે.
અરજીની છેલ્લી તારીખ
ઈચ્છુક અને યોગ્યતા ધરાવનારા ઉમેદવારો ધ્યાન રાખે કે આ ભરતી અભિયાન હેઠળ ઓફલાઈન મોડમાં અરજી મંગાવવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મને ભરીને જમા કરાવવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર 2023 છે. આવામાં સમયસર ઉમેદવાર અરજીફોર્મને ભરીને નક્કી કરેલા એડ્રસ પર મોકલી દે.
કુલ જગ્યા
યુકો બેંક આ ભરતી અભિયાનના માધ્યમથી સ્પેશિયાલિસ્ટ ઓફિસરના કુલ 127 પદો પર નિયુક્તિ કરશે. ઓફિશિયલ નોટિફિકેશન મુજબ આ નિયુક્તિઓ કોન્ટ્રાક્ટ બેસિસ પર થશે.
સિલેકેશન પ્રોસેસ
યુકો બેંકની આ ભરતી હેઠળ આ પદો પર પસંદગી માટે ઉમેદવારોને તેમની શૈક્ષણિક યોગ્યતા મુજબ શોર્ટલિસ્ટ કરાશે. ત્યારબાદ શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ઈન્ટરવ્યુ અને આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.
અરજી ફી
આ ભરતી અભિયાન હેઠળ અરજી કરનારા સામાન્ય, ઓબીસી અને ઈડબલ્યુએસ વર્ગ ઉમેદવારોએ અરજી ફી તરીકે 800 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે એસસી, એસટી, અને પીડબલ્યુડી વર્ગના ઉમેદવારને ફીમાં છૂટ અપાઈ છે. ઈન્ટરનેટ બેંકિંગ કે NEFT દ્વારા ફી ચૂકવી શકાશે.
અરજી કરવાની રીત
સૌથી પહેલા યુકો બેંકની અધિકૃત સાઈટ ucobank.com પર જાઓ. અહીં હોમપેજ પર ભરતી સંલગ્ન ઓફલાઈન અરજીફોર્મ ડાઉનલોડ કરો. ત્યારબાદ ફોર્મમાં તમામ જાણકારીઓ ભરીને મોકલી દો. અભ્યર્થી અરજીપત્ર સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો પણ મોકલે.
આ એડ્રસ પર મોકલો અરજી
અરજી કરવા માટે પત્રને અભ્યર્થીઓએ મહાપ્રબંધક, યુકો બેંક, પ્રધાન કાર્યાલય, ચોથોમાળ, એચ.આર.એમ વિભાગ, 10 બીટીએમ સારણી, કોલકાતા, પશ્ચિમ બંગાળ-7000001 સરનામે મોકલવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે