GPSC Recruitment: ગુજરાતમાં સરકારી નોકરીઓનો ખજાનો ખૂલ્યો! ચૂકતા નહીં આ સોનેરી તક

GPSC Recruitment 2023 : જો તમે પણ સરકારી નોકરીની આશાએ તૈયારીઓ કરતા હોય અને ભરતી આવે એની જ રાહ જોઈને બેઠાં હોય તો કમરકસી લેજો. ભરતી આવી ગઈ છે, ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવાનો આવો મોકો ના ચૂકતા...

GPSC Recruitment: ગુજરાતમાં સરકારી નોકરીઓનો ખજાનો ખૂલ્યો! ચૂકતા નહીં આ સોનેરી તક

Government Job Recruitment 2023: લાંબા સમયથી ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની આશા રાખીને યુવાનો તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે, હવે આ તૈયારીઓની પરીક્ષા અને પરીક્ષા બાદ પરિણામનો મોકો મળવાનો છે. કારણકે, ગુજરાત સરકાર દ્વારા થવા જઈ રહી છે મોટા પાયે ભરતી. જો તમે પણ સરકારી નોકરીની રાહ જોઈને બેઠાં હોય તો હવે તમારી પાસે આવી ગઈ છે સૌથી સોનેરી તક. ગુજરાત સરકારે તો ભરતી માટેની તૈયારીઓ કરી લીધી છે, શું તમે તૈયાર છો? 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોમાં મોટાપાયે સરકારી અધિકારીઓની નિમણૂક કરવાની છે. છેલ્લાં ઘણાં સમયથી ગુજરાત સરકારમાં અધિકારીઓ અને કર્મચારીઓ વય નિવૃત્તિ બાદ નવી ભરતી થઈ નહોંતી. ત્યારે આ વખતે સરકારે આ તમામ વિભાગોની યાદી તૈયાર કરીને તેમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું છે. GPSC નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારો આજે તારીખ 24.08.2023 બપોરના 01:00 વાગ્યાથી તારીખ 08.09.2023 સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે.

ભરતી અંગેની માહિતી:
સંસ્થા    ગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટ    મામલતદાર, ટીડીઓ, રાજ્ય વેરા નિરક્ષક વગેરે…
જગ્યાઓ    388
શૈક્ષણિક લાયકાત    વિવિદ પોસ્ટ માટે વિવિધ લાયકાત
અરજીનો મોડ    ઓનલાઇન
અરજી કરવાની તારીખ    24 ઓગસ્ટ 2023 (બપોરે 1 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ    8 સ્ટેમ્બર 2023
ક્યાં અરજી કરવી    https://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જગ્યાઓ અંગે વિગતે માહિતી:
પોસ્ટનું નામ    ખાલી જગ્યા
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2    03
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2    06
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1    02
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)    05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)    26
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ    02
નાયબ નિયામક (વિકસતી જાતિ)    01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)    98
સેક્શન અધિકારી (સચિવાલય)    25
સેક્શન અધિકારી (વિધાનસભા)    02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર    08
નગરપાલિકા મુખ્ય અધિકારી    04
સરકારી શ્રમ અધિકારી    28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)    04
રાજ્ય વેરા અધિકારી    67
મામલતદાર    12
તાલુકા વિકાસ અધિકારી    11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)    01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)    10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)    27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)    44
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)    02

શૈક્ષણિક લાયકાત:
પોસ્ટનું નામ    શૈક્ષણિક લાયકાત
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2    સ્નાતક / PG
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2    સ્નાતક / PG
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1    સ્નાતક
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)    સ્નાતક
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)    સ્નાતક
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ    સ્નાતક
નાયબ નિયામક (વિકસતી જાતિ)    સ્નાતક
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)    સ્નાતક
સેક્શન અધિકારી (સચિવાલય)    સ્નાતક
સેક્શન અધિકારી (વિધાનસભા)    સ્નાતક
જિલ્લા નિરીક્ષક જમીન દફતર    સ્નાતક
નગરપાલિકા મુખ્ય અધિકારી    સ્નાતક
સરકારી શ્રમ અધિકારી    સ્નાતક
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)    સ્નાતક
રાજ્ય વેરા અધિકારી    સ્નાતક
મામલતદાર    સ્નાતક
તાલુકા વિકાસ અધિકારી    સ્નાતક
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)    BE/BTech MECH
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)    DIP.MECH/AUTO
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)    DIP. Civil
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)    As Per ADVT.
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)    PG Chemistry

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન:
ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ભરતી માટે મહત્વની તારીખો-
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી 388 જગ્યાઓ માટે અરજી કરવાની શરુઆતની તારીખ 24 ઓગસ્ટ 2023 છે જ્યારે છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news