Healthy lifestyle: આ 5 સંકેતો કહેશે તમે કેટલા દિવસ જીવશો, આ રીતે પડશે બીમારીની ખબર...
Sign of long life: જો તમારી લાઇફસ્ટાઇલ સારી હોય અને તમે હેલધી ડાયટ લો છો તો જરૂર તમે લાંબો સમય જીવવાના છો. તેવામાં આ સિવાય કેટલીક એવી વસ્તુ હોય છે જેનાથી તે નક્કી થાય છે કે તમે કેટલો સમય જીવીશો, તો આવો જાણીએ આ પાંચ સંકેત ક્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Indication of longevity: લાંબુ જીવન જીવવા માટે હિટ એન્ડ ફીટ રહેવું જરૂરી છે...આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે કસરત કરવી જરૂરી છે....પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય પણ આવા ઘણા પરિબળો છે. જેના કારણે તમારી ઉંમર વધી શકે છે. હા, આજે અમે તમને આવા જ 5 પ્રકારો વિશે જણાવીશું....જેના પર લોકોની ઉંમર નિર્ભર છે. એક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી ઉંમર પણ માતાની ઉંમરના આધારે નક્કી થાય છે..આ સિવાય 4 એવી વસ્તુઓ છે. જેના પર તમે તમારી જાતને કંટ્રોલ કરી શકો છો.
સોસાયટી
એક વેબસાઈટ અનુસાર, લુઈસિયાના સ્ટેટ અને બેલર યુનિવર્સિટીના પ્રોફેસરોએ અભ્યાસમાં રિસરચ કર્યું છે કે જે સમુદાયો નાના પાયાના છે. નાના ઉદ્યોગો વાળી દુકાનો છે. આવા વિસ્તારોમાં મૃત્યુ દર ઓછો છે.
તમારી પર્સનાલિટી
એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જે પુરૂષો ખુલ્લા મનથી કામ કરે છે અને અનુભવ અને ઈમાનદારી પ્રાપ્ત કરે છે. એ લોકો લાંબુ જીવે છે. જો આપણે સ્ત્રીઓ વિશે વાત કરીએ, તો સ્ત્રીઓ જે વસ્તુઓ સરળતાથી સમજી જાય છે. આવી સ્ત્રીઓ અન્ય સ્ત્રી કરતા લાંબુ જીવે છે.
તમારૂ ખાન-પાન શું છે?
તમે શું ખાઓ છો અને શું પીઓ છો? આ તમારી ઉંમર સાથે ઊંડો સંબંધ ધરાવે છે. જે લોકો એન્ટીઑકિસડન્ટ અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક લે છે. તેવા લોકો લાંબુ જીવે છે.
વૈવાહિક જીવન
ડ્યુક યુનિવર્સિટીમાં કરેલુ રિસર્ચ જણાવે છે કે લગ્ન વ્યક્તિના જીવનને વધારવામાં મદદ કરે છે. જે લોકોનું લગ્નજીવન સુખી હોય છે. તેવા લોકો લાંબુ જીવન જીવે છે.
માતાની ઉંમર
જો તમે જન્મ્યા ત્યારે તમારી માતાની ઉંમર 25 વર્ષ કે તેનાથી ઓછી છે, તો તમે લાંબુ જીવી શકો છો, કારણ કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઉંમરે માતાના અંડાળુની ગુણવત્તા સારી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે