Breakup Day 2023: બ્રેકઅપ પછી વ્યક્તિ સરી પડે છે આઘાતમાં, આ રીતે દૂર કરો 'એકલાપણું' અને તણાવ

Breakup Day 2023: બ્રેકઅપ બાદ અનેક વખત લોકોને એકલતાનો અહેસાસ થાય છે જેના કારણે તેઓ ખુબ પરેશાન રહે છે અને હંમેશા કઈને કઈ વિચાર્યા કરે છે. અનેક લોકો બ્રેકઅપ થયા બાદ એકલતાના કારણે ડિપ્રેશનનો ભોગ બને છે અને પછી હતાશ રહે છે અને નાખુશ જોવા મળે છે. બ્રેકઅપ બાદ જો ડિપ્રેશનમાં સરી પડો તો આ રીતે તેને કરી શકો છો હેન્ડલ...

Breakup Day 2023: બ્રેકઅપ પછી વ્યક્તિ સરી પડે છે આઘાતમાં, આ રીતે દૂર કરો 'એકલાપણું' અને તણાવ

Breakup Day 2023: 15મી ફેબ્રુઆરીથી શરૂ થયેલું એન્ટી વેલેન્ટાઈન વીક તેની પૂર્ણાહૂતિ પર આવી ગયું છે. એટલે કે આજે તેનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ 21 ફેબ્રુઆરી એ એન્ટી વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ છે અને આ દિવસ બ્રેકઅપ ડે તરીકે ઉજવાય છે. બ્રેકઅપ બાદ અનેક વખત લોકોને એકલતાનો અહેસાસ થાય છે જેના કારણે તેઓ ખુબ પરેશાન રહે છે અને હંમેશા કઈને કઈ વિચાર્યા કરે છે. અનેક લોકો બ્રેકઅપ થયા બાદ એકલતાના કારણે ડિપ્રેશનનો ભોગ બને છે અને પછી હતાશ રહે છે અને નાખુશ જોવા મળે છે. બ્રેકઅપ બાદ જો ડિપ્રેશનમાં સરી પડો તો આ રીતે તેને કરી શકો છો હેન્ડલ...

મિત્રો સાથે વાત કરો
એવું કહેવાય છે કે 'દરેક બીમારીની દવા મિત્રો' હોય છે. બસ આ યુક્તિને ફોલો કરો. આથી જ્યારે પણ બ્રેકઅપ બાદ તમે પરેશાન કે દુ:ખી હોવ તો તમે તમારા ખાસ મિત્રોને મળો અને તમારી વાતો તેમની સાથે શેર અચૂક કરો. 

ફરવા જાઓ
એકલતાના કારણ બની શકે કે તમને ખબર ન પડે કે શું કરવું અને શું ન કરવું. આવામાં અનેકવાર તમે ખુબ દુખી પણ મહેસૂસ કરતા હશો. તમારા મૂડ સ્વિંગ, નકારાત્મક વિચારો અને તમે અલગ જ મહેસૂસ કરતા હશો. તમને લાગશે કે દુનિયામાં બધા કેટલા ખુશ છે. બસ એક તમે જ છો કે જે પરેશાનીઓથી ઘેરાયેલા છો. આ સિવાય બ્રેકઅપ બાદ પણ તમે અસુરક્ષા મહેસૂસ કરો છો, જેના કારણે તમને નવા મિત્રો બનાવવામાં પણ રસ નથી રહેતો કે પછી તમારા બાકીના મિત્રો સાથે પણ સંપર્ક કપાઈ જાય છે. આવામાં ફરવા જવું એ સારો વિકલ્પ બની રહે છે. 

હોબી પર ધ્યાન આપો
બ્રેકઅપ થયું હોય તો તેનો અર્થ એ થયો કે તમારી પાસે પહેલા કરતા હવે તમારા માટે વધુ સમય છે. આ  ખાલી સમયનો યોગ્ય ઉપયોગ એટલે કે તમારી હોબી માટે સમયનો ઉપયોગ કરો. કોઈને ગાવું ગમતું હોય છે તો કોઈને કુકિંગ, કોઈને પેન્ટિંગ, આઉટિંગમાં રસ હોય છે. આવામાં તમારી હોબી ઓળખો અને તેની પાછળ સમય આપો. ત્યારબાદ તમે જ જોજો કેવો તમારો મૂડ ચેન્જ કરી શકો છો. 

તમારી સાર સંભાળ લો
એકલતાને દૂર કરવા માટે એ પણ જરૂરી છે કે તમે તમારી સાર સંભાળ લેતા શીખો. સેલ્ફ રિસ્પેક્ટ માટે પોતાની કેર કરો, ખ્યાલ રાખો. કોઈ આપણને છોડીને જતું રહે એનો અર્થ એ નથી કે આપણું કોઈ અસ્તિત્વ નથી. આવામાં પોતાની જાતને પ્રેમ કરતા શીખો. પોતાની ખુશીઓ વિશે વિચારો અને એ બધુ જ કરો જેમાં તમને ખુશી મળે છે. 

ઘરનો માહોલ સારો બનાવો
ઘરના માહોલને સારો બનાવવાની જવાબદારી પણ તમારા પર છે. તમારા એક્સની યાદ અપાવતી હોય તેવી ચીજોને હંમેશા માટે તમારી નજર સામેથી હટાવી દો. નહીં તો તમને એ વારંવાર તેની યાદ અપાવશે. તમારા પેરેન્ટ્સ સાથે રહીને હસી ખુશીનો માહોલ બનાવી રાખો. પછી જુઓ  ઘરવાળા સાથે રહીને તમે કેટલું સરળતાથી તે દર્દ ભૂલીને નવી લાઈફમાં પાછા ફરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news