જંત્રી અને સ્ટેમ્પડ્યૂટી મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર આપશે આ રાહત
આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં મહેસૂલ વિભાગે ૧૨ વર્ષ જૂની જંત્રીને બદલે નવેસરથી સરવે કરીને નવી જંત્રી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કર્યા બાદ અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષપદે રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી હતી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર એ છે કે વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર એક નવી જાહેરાતની તૈયારી કરી રહી છે. જંત્રી વધતાં આમ સરકાર પર પડેલો બોજ ઘટાડવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં અને રજિસ્ટ્રેશન ફીમાં આંશિક રાહત આપે તેવી શક્યતા છે. રાજ્યમાં 15મી એુ્પિલથી જંત્રીના દરોમાં બમણો વધારો થઈ રહ્યો છે. હવે સરકાર ગુજરાતીઓને મોટી રાહત આપે તેવી સંભાવના છે.
આ પણ ખાસ વાંચોઃ
અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદ
પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં મહેસૂલ વિભાગે ૧૨ વર્ષ જૂની જંત્રીને બદલે નવેસરથી સરવે કરીને નવી જંત્રી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કર્યા બાદ અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષપદે રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી હતી. જેમાં બિલ્ડર્સ- ડેવલપર્સે જંત્રીના દરો વધવાની સ્થિતિમાં એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રથમ ગ્રાહક પાસાનો અર્થાત બિલ્ડર- ડેવલપર્સ પાસેથી સીધી મિલકત ખરીદકર્તા પાસેથી એક ટકા લેખે નિર્ણય સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા માંગણી કરી હતી. આ સંદર્ભે હાલમાં નાણા વિભાગના પરામર્શમાં વિચારણા હેઠળ છે. હાલમાં મિલકત નોંધણીને તબક્કે 4.5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને એક ટકા નોંઘણી ફી વસૂલાય છે. જેમાં 2 ટકા સુધીનો ફેરફાર થઈ શકે છે. જેના માટે બજેટ સત્રમાં વિધાયક પસાર કરાવવું પડે તેમ હોવાથી સરકાર તમામ પાસાઓનો અભ્યાસ કરી રહી છે. નાણામંત્રી તેમના ફાયનાન્સ બિલમાં આ પ્રકારની જોગવાઈ કરી શકે છે. કોરોના સંક્રમણમાં ઘણા લોકો મિલકતો ખરીદી ન શકતાં બિલ્ડરો પાસે પ્રોપર્ટીમાં ભરાવો થયો હતો.
આ પણ ખાસ વાંચોઃ
ગરમીમાં કાશ્મીરની શાનદાર પહાડીઓની સફર કરવા માગો છો? તો IRCTC લાવ્યું છે ખાસ પેકેજ
પૈસાની ચિંતા છોડી ગમે તેટલાં કરો 'પંખા ફાસ' નહીં આવે બિલ! અપનાવો આ ટેકનીક
Passport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત
કોરોના સંક્રમણ સમયે મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે ૫૦ ટકા દર ઘટાડવા બિલ્ડરજૂથોના સૂચન કર્યું હતું. પરંતુ સરકારે ઇનકાર કર્યો હતો કોરોના સંક્રમણના સમયમાં સૌથી વધુ માઠી અસર પહોંચી પરંતુ હવે ખુદ સરકાર આ દરો ઘટાડવા તૈયારી કરી રહી છે. હતી તેવા રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા બિલ્ડરજૂથોએ નવા વર્ષના સામાન્ય અંદાજપત્રમાં સરકાર દરોમાં ઘટાડો સરકાર સમક્ષ સ્ટેમ્પડ્યુટી અને નોંધણી ફીના દરોમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. આમ સરકાર હવે પાછીપાની કરી રહી નથી પણ સામાન્ય ગુજરાતીઓ અને બિલ્ડરોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું હતું. કે સ્ટેમ્પડ્યુટી અને નોંધણી ફીના હાલના દરોમાં ૨૫ થી ૩૫ ટકા સુધીની ઘટાડો થાય તે માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. નાણામંત્રી તેમના ફાયનાન્સ બીલમાં તેની જોગવાઇ કરશે.
આ પણ ખાસ વાંચોઃ
Mahashivratri 2023: આ 5 રાશિઓ પર હંમેશા રહે છે મહેદેવની ખાસ કૃપા, આ છે શુભ સંકેત
50વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે અદભૂત સંયોગ, આ 5 રાશિના લોકો બની જશે માલામાલ
અર્જૂનને નહીં સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ આ વ્યક્તિને આપ્યું હતું ગીતાનું જ્ઞાન, જાણો નામ
ગુજરાતમાં હાલમાં મિલકત નોંધણી પર ૪.૯ ટકા સ્ટેમ્પડ્યુટી અને એક ટકા નોંધણી ફી છે. મહિલા ખરીદારો હોય તો તેમને એક ટકાની છૂટ આપવામાં આવે છે. જંત્રીના દરો વધી રહ્યા છે ત્યારે બિલ્ડરજૂથે ફરીથી બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કરવા સરકારને દરખાસ્ત મોકલી છે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગમાં સ્ટેમ્પડ્યુટી એક ટકો કરવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રના પૂર્વ ફાયનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં એક નિષ્ણાંત સમિતિએ પણ આવાસની માંગને વધારવા સ્ટેમ્પડ્યુટી અને નોંધણી ફીના દર ધટાડવાની ભલામણ કરી હતી. સરકાર જો સ્ટેમ્પડયુટીના દરોમાં ઘટાડો કરે તો રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલા બીજા ૨૮૦ જેટલા ઉદ્યોગોને પણ રાહત મળી શકે છે. ગુજરાતમાં કુલ ૫.૯ ટકા ડ્યુટી છે.
આ પણ ખાસ વાંચોઃ
ડાયાબિટીસથી ડરશો નહીં, આ ઉપાયથી થઈ શકે છે સમસ્યાનું કાયમી સમાધાન
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
Diabetes: શું તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? આ છે મોટી બીમારીનો સંકેત!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે