ફેસવોશ વાપરતા હોય છે થઇ જજો સાવધાન, થઇ શકે છે આ નુકસાન

beauty products: ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે. જો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે.

ફેસવોશ વાપરતા હોય છે થઇ જજો સાવધાન, થઇ શકે છે આ નુકસાન

face wash shop: વધુ સુંદર દેખાવા માટે લોકો પોતાના ચહેરાને વારંવાર ધોઈ નાખે છે, પરંતુ જો તમે લાંબા સમય સુધી આવું કરતા રહો તો તમારા ચહેરાની સુંદરતા નષ્ટ થઈ શકે છે. ત્વચાની વારંવાર સફાઈ ત્વચામાં હાજર કુદરતી ભેજને ઘટાડી શકે છે, ત્વચામાં હાજર સીબમ ઘટાડે છે. ઉલ્લેખનીય છેકે, ઘણાં લોકોને વારંવાર થોડી થોડી વારે ફેસવોશથી ફેસ ધોવાની આદત હોય છે. સહેજ પણ બહાર જઈને આવે એટલે તરત ફેસવોશ કાઢીને ચહેરા પર ઘસવા લાગે. જોકે, આ રીત ખોટી છે. તેનાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે.

ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે. જો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે. જો તમે તમારા ચહેરાને આખા દિવસમાં ઘણી વાર ધોશો, તો તેના કારણે તમારી ચમક ઓછી થઈ શકે છે અને ત્વચા શુષ્ક થઈ શકે છે. વધુ વખત ચહેરો ધોવાથી ત્વચાના કોષો પ્રભાવિત થઈ શકે છે, જે ચહેરામાં શુષ્કતા વધારી શકે છે. ચહેરાનું કુદરતી તેલ ઓછું થઈ શકે છે.

વારંવાર ચહેરો ધોવાની આદત તમને કરચલીઓનો શિકાર પણ બનાવી શકે છે. ત્વચાના પીએચ સ્તરને અસર થઈ શકે છે. જેના કારણે કરચલીઓ કે પિમ્પલ્સ જેવી સમસ્યા થઈ શકે છે. દિવસમાં વધુમાં વધુ 2 વખત ચહેરો ધોવો પૂરતો છે. જેના કારણે ચહેરાની ચમક પણ જળવાઈ રહે છે. નેચરલ ઓઈલ પણ ખતમ નથી થતું અને પીએચ લેવલ પણ પ્રભાવિત નથી થતું. સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો અને તમે સાંજે સૂતાં પહેલાં ચહેરો ધોઈ શકો છો.

 

Trending news