વજન ઘટાડવા માટે દરરોજ કેટલુ પાણી પીવું જોઈએ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

પાણી શરીર માટે ખુબ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. 

વજન ઘટાડવા માટે દરરોજ કેટલુ પાણી પીવું જોઈએ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

નવી દિલ્હીઃ પાણી શરીર માટે ખુબ જરૂરી તત્વ છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. માત્ર એટલું જ નહીં જો તમે ભરપૂર માત્રામાં પાણી પીવો તો ઘણી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે. પાણી આપણા શરીરમાંથી ગંદકી બહાર કાઢવાનું કામ કરે છે. તમારૂ શરીર એક્ટિવ રહેશે અને તમે દિવસભર એનર્જેટિક અનુભવ કરશો. 

પાણી પીવાથી વેટ લોસ કરવામાં મદદ મળે છે. તે ઝડપથી કેલેરી બર્ન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વેટ લોસ કરવા માટે કેટલું પાણી જરૂરી છે? આજે અમે તમને આ આર્ટિકલમાં વિસ્તારથી જણાવીશું કે વજન ઘટાડવા દરમિયાન કઈ રીતે પાણી પીવું જરૂરી છે.

વેટ લોસ માટે પાણી પીવું કેટલું ફાયદાકારક છે?
પાણી પીવાથી શરીરની ગંદકી નિકળે છે. જેનાથી બીમારીનો ખતરો ઓછો થાય છે. સવાલ તે ઉઠે છે કે વેટ લોસ માટે કેટલું પાણી જરૂરી છે. દરેક વ્યક્તિની જરૂરીયાત પર નિર્ભર કરે છે કે તેણે કેટલું પાણી પીવું જોઈએ. શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવા માટે પાણી પીવું જરૂરી છે. 

વેટ લોસ માટે કઈ રીતે પાણી પીવું જોઈએ
હુંફાળુ પાણી પીવો

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો ઠંડી પાણી નહીં પરંતુ ખાલી પેટ થોડું ગરમ કરેલું પાણી જરૂર પીવો. તેનાથી પેટની ગરમી શાંત થાય છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે. તેથી તમે સાદુ કે થોડું ગરમ પાણી પી શકો છો. નવશેકા પાણીથી કેલેરી બર્ન થાય છે. 

એક સાથે વધારે નહીં પરંતુ થોડું-થોડું પાણી પીવો
આયુક્વેદ પ્રમાણે એક સાથે વધુ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી બોડીનું હાઈડ્રેશન મેન્ટેન રહે છે. સાથે પાચન તંત્ર પણ સારૂ રહે છે. તેથી એક સાથે વધુ ગ્લાન પાણી ન પીવું જોઈએ. તેની જગ્યાએ થોડું-થોડું પાણી પીતા રહેવું જોઈએ.

જમતા પહેલા પાણી પીવો
ભોજન પહેલા પાણી પીવું જોઈએ. તેનાથી તમે વધુ કેલેરી ઇનટેક ન કરી શકો અને પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. માત્ર એટલું જ નહીં તેનાથી કબજીયાતનો ખતરો ઓછો રહે છે. ભૂખ કંટ્રોલમાં રહે છે અને તમે ઓવરઇટિંગથી બચો છો. આયુર્વેદ પ્રમાણે જો તમે ભોજન કરતા પહેલા પાણી પી રહ્યાં છો તો ભોજનની 30 મિનિટ પહેલા પાણી પી લો.

ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. તમે વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news