ઘરમાં લગાવો આ ખાસ પ્લાન્ટ્સ, થશે પૈસાનો વરસાદ અને ચમકી જશે કિસ્મત

એકબાજુ ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન વધ્યું છે. બીજી બાજુ તેનાથી વાતાવરણને પણ નુકસાન થયું છે. ત્યારે કેટલાક છોડ હવાને શુદ્ધ રાખાવામાં મદદરૂપ બને છે. એટલું જ નહીં કેટલાક છોડ ઘરમાં લગાડવાથી આર્થિક ફાયદાની સાથો-સાથ મળે છે મનની શાંતિ. દરેક છોડને વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ યોગ્ય દિશા અને જગ્યાએ લગાડવાથી તેનો ફાયદો મળે છે.  ફાયદો મેળવવો હોય તો છોડને લગાડવાની યોગ્ય જગ્યા જાણી લો.

ઘરમાં લગાવો આ ખાસ પ્લાન્ટ્સ, થશે પૈસાનો વરસાદ અને ચમકી જશે કિસ્મત

ક્રિતિકા જૈન, અમદાવાદઃ આજકાલ લોકોના ઘરમાં ગાર્ડન હોય કે ન હોય પરંતુ ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવવાનુ તો સૌ કોઇ પસંદ કરે છે. તેનાથી ઘરને ડેકોરેટ પણ કરી શકાય છે સાથે-સાથે તાજગી અને ઇકો-ફ્રેન્ડલી ટચ પણ મળી જાય છે. ઇન્ડોર પ્લાન્ટિંગ ઘરમાં એટલી બધી જગ્યા પણ નથી રોકતુ જેથી ઘર નાનુ હોય કે મોટુ કોઈ પણ છોડ લગાડી શકે છે. સાથે જ કેટલાક છોડ વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ લગાડવાથી ચોક્કસથી ફાયદો થાય છે.

ઘણી વાર સખત મહેનત કર્યા પછી પણ આપણને સફળતા મળતી નથી. અને ક્યારેક તો કામની યોગ્ય કિંમત, પગાર અથવા આર્થિક પ્રગતિ પણ મળતી નથી. જો આપણે વાસ્તુ અને ફેંગ શુઇમાં ઉલ્લેખ કરાયેલી કેટલીક બાબતોને આપણા જીવનમાં સમાવી લઈશું, તો કદાચ આર્થિક તંગી અને જીવનમાં ફેલાતી નકારાત્મકતાને દૂર કરવામાં ચોક્કસથી મદદ મળશે. તો આવો જાણીએ એવા જ કેટલાક છોડ વિશે જેને તમે તમારા ઘરે લગાવીને આર્થિક સમૃદ્ધિ અને ખુશહાલી મેળવી શકો છો.

MONEYPLANT.jpg

1. મની પ્લાન્ટ

મની પ્લાન્ટ ધનનુ પ્રતિક છે  આ વાત તો સૌકોઈ જાણે જ છે પરંતુ આ પ્લાન્ટને કઈ દિશામાં લગાડવાથી ફાયદો થશે તે લોકોને ખબર નથી હોતી. એટલે જ પ્લાન્ટને ઘરમાં યોગ્ય દિશામાં લગાડવાથી આર્થિક તરક્કી મળે છે.. ઘરની સાઉથ ઇસ્ટ દિશા એટલે કે અગ્નિ કોણમાં મની પ્લાન્ટ લગાવવાથી તમને ધન સાથે જોડાયેલા લાભ મળે છે. મની પ્લાન્ટ ક્યારેય પણ ઘરના ઉત્તર પુર્વ ખુણામાં ન લગાવવુ જોઇએ. આ પ્લાન્ટને ઘરની બહાર પણ ન લગાવવું જોઈએ. મની પ્લાન્ટ લગાડવાથી પોઝિટીવ એનર્જી મળે છે. પરંતુ ઘરની બહાર લગાડવાથી બહારની નેગેટીવ એનર્જી અંદર આવે છે.

zbcd.png

2. સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટના પાંદડા લાંબા, તીણા અને લીલા હોય છે. આ છોડને વાવવાના વિશેષ ફાયદાઓ છે. તે ઘરની અંદરની હવાને શુદ્ધ કરે છે, સાથે સાથે આર્થિક સમૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ બને છે. જો તમે બિઝનેસ કરતા હોય તો તમારે આ છોડ જરૂરથી લગાડવો જોઈએ. આ પ્લાન્ટ વ્યવસાયના વિકાસમાં પણ મદદરૂપ બને છે. આ એક એવું પ્લાન્ટ છે કે જે વધારે ઓક્સિજન છોડે છે. આ છોડ લગાડવાથી ઉંઘ પણ સારી આવે છે. આ છોડ લગાડવાથી પોઝિટીવ એનર્જી મળે છે. ઘરની સાઉથ ઇસ્ટ દિશામાં પ્લાન્ટ લગાવવાથી યોગ્ય ફાયદા મળે છે.

abcd23.png

3. જેડ પ્લાન્ટ

જેડ પ્લાન્ટને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. આ છોડને મુખ્યત્વ ઘરના પ્રવેશદ્વારની પાસે લગાડવું જોઈએ. આ છોડના પાંદડાનો આકાર અંડાકાર હોય છે. આ પ્લાન્ટને ઘરમાં લગાવવાથી માનસિક બીમારીઓ દૂર થાય છે. સાથે મેન્ટલ એબિલિટી અને કોન્સ્ટ્રેશન વધે છે. આ છોડ કોઇ પણ માણસની પ્રોડક્ટિવિટી 15 ટકા સુધી વધારી શકે છે. એક અભ્યાસ પ્રમાણે ઘરમાં લગાવવામાં આવેલા આ પ્રકારના છોડથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્થ પણ બની રહે છે. રિસર્ચ અનુસાર ઘરની અંદરા લાગેલા આ છોડથી સંબંધોમાં મીઠાશ વધે છે. છોડમાં લાગેલા સફેદ રંગના ફૂલ જોનારાના મનમાં સકારાત્મકતા અને પ્રેમ ભાવનાને વધારે છે. આ છોડ 'ક્રાસૂલા' તરીકે પણ ઓળખાય છે.

Live 3 Style Party Set of 4 Bamboo Plant Arrangement w/Ceramic Vase:  Amazon.com: Grocery & Gourmet Food

4. લકી બામ્બુ પ્લાન્ટ

આ પ્રકારના બામ્બુ પ્લાન્ટને ફેંગશુઈમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી જ તે ગિફ્ટ આપવા માટે ખૂબ જ લોકપ્રિય પ્લાન્ટ છે. જોકે આ પ્લાન્ટની માવજત કરવા છતાંય થોડા વખતમાં એ પીળુ પડવા માંડે છે અથવા તો એનો ગ્રોથ અટકી જાય છે. બામ્બુ પ્લાન્ટ સરસ ગ્રો થાય એ માટે તમારે થોડી ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે.પુરતા પ્રમાણમાં પ્રકાશ અને પીવાનું પાણી સમયાંતરે આ પ્લાન્ટને આપવાથી તે ખૂબ સરસ રીતે વધશે અને એની સ્ટિક્સ પીળી પણ નહિં પડે. જો આ પ્લાન્ટ સુકાઈ જાય તો તેને દુર્ભાગ્ય તરીકે ગણવામાં આવે છે. આ પ્લાન્ટને પુર્વ અને દક્ષિણ-પુર્વમાં લગાવી શકાય છે.

Small Areca Palm Plants - Small Areca Palm Outdoors Sale

5. એરેકા પામ

એરેકા પામે પૈસા અને સકારાત્મકતા આપતા છોડ તરીકે ઓળખાય છે. આ છોડથી ઘરની આસપાસ પોઝિટિવ વાતાવરણ રહે છે. સાથે જ આ છોડ હવાને શુદ્ધ કરે છે અને સ્વાસ્થયને પણ જાળવી રાખે છે. સાથે જ એરેકા પામ એક એવો છોડ છે, જે ઘરની અંદર કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં બદલી દે છે. તેની લંબાઇ પણ વધુ હોતી નથી. જેથી તેને સરળતાથી ઘરની અંદર પણ લગાવી શકાય છે. આ છોડને દક્ષિણ અથવા પશ્ચિમમાં બારી પાસે રાખવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news