Kitchen Hacks: તાંબાના વર્ષો જૂના વાસણને પણ 5 મિનિટમાં ચમકાવી દેશે આ પાવડર, જાણો ઘરે કેવી રીતે બનાવવો?

Kitchen Hacks: તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીર માટે લાભકારક હોવાથી લોકો ઘરમાં રોજના ઉપયોગ માટે પણ તાંબાના વાસણ પણ રાખતા હોય છે. વારંવાર તાંબાના વાસણનો ઉપયોગ થવાથી તેના પર કાળા ડાઘ દેખાવા લાગે છે. 

Kitchen Hacks: તાંબાના વર્ષો જૂના વાસણને પણ 5 મિનિટમાં ચમકાવી દેશે આ પાવડર, જાણો ઘરે કેવી રીતે બનાવવો?

Kitchen Hacks: આજના સમયમાં પણ મોટાભાગના ઘરમાં અલગ અલગ કામ માટે તાંબાનો વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના વાસણનો ઉપયોગ સૌથી વધુ પૂજામાં કરવામાં આવે છે. આ સિવાય તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીર માટે લાભકારક હોવાથી લોકો ઘરમાં રોજના ઉપયોગ માટે પણ તાંબાના વાસણ પણ રાખતા હોય છે. વારંવાર તાંબાના વાસણનો ઉપયોગ થવાથી તેના પર કાળા ડાઘ દેખાવા લાગે છે. 

તાંબાના વાસણને સામાન્ય લિક્વીડથી સાફ કરો તો પણ તેના પરથી કેટલાક ડાઘ જતા નથી. આવા ડાઘ દૂર કરવા માટે તમે ઘરે ખાસ પાવડર બનાવી શકો છો. આ પાવડરથી તાંબાના વાસણ સાફ કરશો તો તે નવા હોય તેવા ચમચી જાશે. તમારે બજારમાંથી પાવડરની ખરીદી પણ નહીં કરવી પડે. તો ચાલો તમને જણાવીએ તાંબાના વાસણ સાફ કરવાનો પાવડર કેવી રીતે બનાવવો. 

પાવડર બનાવવા માટે જરૂરી સામગ્રી

લોટ, મીઠું, ડિટરજન્ટ પાવડર, મીઠો સોડા, સાઈટ્રિક એસિડ, વિનેગર, પાણી અને ખાવાનનો કલર. 

પાવડર કેવી રીતે બનાવવો ? 

વાસણ સાફ કરવાનો જાદુઈ પાવડર ઘરે બનાવવા માટે એક મોટા બાઉલમાં બે ચમચી મીઠું અને પાંચથી છ ચમચી ડિટર્જન્ટ પાવડર લેવો. તેમાં એક નાની વાટકી લોટ ઉમેરો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી તેમાં બેથી ત્રણ ચમચી સોડા ચાર ચમચી સાઈટ્રિક એસિડ, ચપટી ખાવાનો કલર ઉમેરો. હવે આ મિશ્રણમાં અડધો કપ વિનેગર ઉમેરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવા માટે ગ્રાઈન્ડરમાં મિક્સ કરી લો. આ રીતે ઘરે જ વાસણ સાફ કરવાનો પાવડર તૈયાર થઈ જાય છે. 

કેવી રીતે કરવો પાવડરનો ઉપયોગ ? 

સૌથી પહેલા વાસણને પાણીથી સાફ કરી લો. ત્યાર પછી એક કપડાની મદદથી તેના પર આ પાવડર લગાડો અને તેને સાફ કરો. પાંચ મિનિટ માટે વાસણને બરાબર ઘસી લો અને પછી 20 મિનિટ માટે છોડી દો. 20 મિનિટ પછી પાણીથી સાફ કરશો એટલે તાંબાનું વાસણ નવું હોય તેવું ચમકી ગયું હશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news