લિપસ્ટિક લગાવતા સમયે તમે તો નથી કરતાં ને આ ભૂલ, અપનાવો આ 5 સરળ ટિપ્સ

લિપસ્ટિક મેકઅપનો એક એવો ભાગ છે જેના વગર તમારો ચહેરો સારો ન લાગી શકે. મહિલાઓ પોતાના બેગમાં મેકઅપ રાખે કે ન રાખે પણ લિપસ્ટિક જરૂર રાખે છે. જેનું કારણે એ છે કે, માત્ર એક લિપસ્ટિક તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જેના પછી તમારે અન્ય કોઈ વસ્તુઓની જરૂર નથી પડતી. 

Updated By: May 9, 2021, 04:04 PM IST
લિપસ્ટિક લગાવતા સમયે તમે તો નથી કરતાં ને આ ભૂલ, અપનાવો આ 5 સરળ ટિપ્સ

નવી દિલ્હી: લિપસ્ટિક તમારો લૂક ચોક્કસ બદલી નાખે છે પણ જો હોઠ પર લિપસ્ટિકને સરખી રીતે નથી લગાવી તો તે તમારો આખો લૂક બગાડી પણ શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું લિપસ્ટિક લગાવવાની 5 ખાસ ટિપ્સ. 

લિપસ્ટિક લગાવતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ક્યાંક તમારા હોઠ ફાટેલા અથવા તો ડ્રાય તો નથી ને. જો આવું છે તો પહેલાં તેના પર પહેલાં વેસેલિન અથવા તો કોઈ લિપ બામ લગાવો. અને તે બાદ જ લિપસ્ટિકનો ઉપયોગ કરો. 

આ પણ વાંચો:- કોરોનાથી જલદી સ્વસ્થ થવા માટે બદલો લાઈફસ્ટાઈલ, થોડા દિવસોમાં પરફેક્ટ થઈ જશો

લિપસ્ટિક લગાવતા પહેલાં લિપ લાઈનરથી આઉટલાઈન જરૂર બનાવો. જેનાથી હોઠોનો આકર બરાબર દેખાય છે, લિપસ્ટિક વધુ આકર્ષક લાગે છે અને લિપસ્ટિક લગાવવામાં સરળતા રહે છે.

જો તમે લિપસ્ટિકનો માત્ર એક કોટ લગાવો છો તો તે જલદી નીકળી જશે. એટલા માટે લિપસ્ટિકના ઓછામાં ઓછા બેથી ત્રણ કોટ લગાવો. 

આ પણ વાંચો:- કૃષ્ણ-અર્જૂન અને રાક્ષસોની વાર્તા જીવનમાં આવતા કપરા સમયમાં કેવી રીતે થાય છે ઉપયોગી

સ્કીન ટોન મુજબ લિપસ્ટિક લગાવવી ખૂબ જરૂરી છે. જો તમે તમારા સ્કીન ટોન મુજબ લિપસ્ટિક લગાવશો તો જ તેનો લૂક આવશે. માટે સ્કીન ટોન મુજબ લિપસ્ટિકનો ઉપયોગ કરો. એવો રંગ પસંદ કરો જે સ્કીન ટોનને વધુ નીખારે.

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, લિપસ્ટિકનો એક કોટ લગાવ્યા બાદ હોઠ પર આંગળીથી થોડો પાવડર લગાવો. આવું કરવાથી લિપસ્ટિક હોઠ પર એકદમ સેટ થઈ જશે. તે બાદ તમને એવું લાગે છે કે લિપસ્ટિક ઓછી લાગે છે તો વધુ એક કોટ લગાવી દો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube