Thailand Tour પર જતા Tourist માટે ખુશખબરી, હવે લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવવાની છૂટ

Thailand Tour: થાઈલેન્ડનો પ્રવાસ કરવાની દરેકની ઈચ્છા હોય છે. જોકે, ત્યાંની સરકારે બનાવેલાં કેટલાંક નિયમોનું પાલન પણ એટલું જ આવશ્યક છે. જોકે, થાઈલેન્ડની સરકાર હવે પર્યટન ઉદ્યોગને વધારવા માટે પ્રવાસીઓ માટે કેટલીક છૂટછાટ આપવાની તૈયારીઓ કરી રહી છે.

Thailand Tour પર જતા Tourist માટે ખુશખબરી, હવે લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવવાની છૂટ

નવી દિલ્હીઃ થાઈલેન્ડ જતાં ટૂરિસ્ટ માટે ખુશ ખબર આવી છે. હવે થાઈલેન્ડ જતાં પ્રવાસીઓ અહીં વધારે દિવસો સુધી રોકાઈ શકે છે. હવે થાઈલેન્ડ સરકાર ઓક્ટોબરથી માર્ચની વચ્ચે વિદેશી પર્યટકોને લાંબા સમય સુધી રોકાવવાની પરવાનગી આપવાની શરૂઆત કરશે. આ નિર્ણયને કોરોના પછી આર્થવ્યવસ્થા તેમજ આર્થિક સુધારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કોરોના દરમિયાન તમામ દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. તેમજ ટૂરિઝમ સેક્ટર પણ ઠપ્પ થઈ ગયું હતું. તેવામાં આ સેક્ટરમાં સુધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હવે ધીરે ધીરે પર્યટન ઉદ્યોગ પાટા પર ચઢી રહ્યું છે. વિદેશી પર્યટકો પણ ઘરમાંથી બહાર નીકળીમાં ફરી રહ્યાં છે.

તેવામાં થાઈલેન્ડ હવે વીઝા ઓન અરાઈવલની શ્રેણી અંતર્ગત આવનારા 18 ક્ષેત્રોના વિદેશી યાત્રિઓને 30 દિવસની અવધીને બે ગણી કરવાની પરવાનગી આપી રહ્યું છે. આ જાણકારી થાઈલેન્ડના મુખ્ય કોવિડ ટાસ્ક ફોર્સના પ્રવક્તા તવીસિલપ વિસાનુયોથિને આપી છે.

આ સિવાય દેશની જે 50 જગ્યાઓ પર પર્યટકોને 30  દિવસ સુધી રહેવાની પરવાનગી છે ત્યાં 45 દિવસ સુધી રોકાવાની પરવાનગી આપવામાં આવશે. આ નિર્ણયથી વિદેશી પ્રવાસીઓ વધુ દિવસ સુધી થાઈલેન્ડમાં ફરી શક્શે. આમપણ દુનિયાભરથી મોટા પ્રમાણ લોકો ફરવા માટે થાઈલેન્ડ જાય છે. થાઈલેન્ડને આશા છે આ વર્ષે પર્યટકોની સંખ્યામાં વૃદ્ધી થશે. જેથી આર્થિક વિકાસ પણ થશે. થાઈલેન્ડ સરકારનું કહેવું છે કે જો બધુ યોગ્ય રહ્યું તો આવતા વર્ષે થાઈલેન્ડ જતાં ટૂરિસ્ટની સંખ્યા 30 મીલિયન થશે. થાઈલેન્ડમાં પ્રવાસીઓ બેંગકોક, પટ્ટાયા, ફુકેત, ક્રાબી અને ચિયાંગ માઈ જેવી જગ્યાઓ પર જતાં હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news