Stock Market Opening: શેરબજારમાં તેજી પાછી ફરી...બજાર ખુલતા જ સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર, આ શેર છે ટોપ ગેઈનર્સ

Stock Market Opening:  ગઈ કાલે ભારતીય શેર બજાર જે રીતે ધડામ થયા...રોકાણકારોના હાજા ગગડી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં મસમોટા કડાકા જોવા મળ્યા હતા. પરંતુ શેરબજારમાં આજે રોનક પાછી ફરી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા છે. જાણો કયા શેર કરી રહ્યા છે દમદાર પરફોર્મન્સ...

Stock Market Opening: શેરબજારમાં તેજી પાછી ફરી...બજાર ખુલતા જ સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર, આ શેર છે ટોપ ગેઈનર્સ

Stock Market Opening: અમેરિકી બજારમાં સતત બીજા દિવસે નબળાઈ વચ્ચે ભારતીય શેર બજારોમાં ગઈ કાલની નબળી સ્થિતિથી બિલકુલ વિપરિત મજબૂતાઈ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 411.68 પોઈન્ટના વધારા સાથે 58384.30 ના સ્તરે ખુલ્યો જ્યારે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 134.90 પોઈન્ટની તેજી સાથે 17447.80 ના સ્તરે ખુલ્યો. બજારમાં પોઝિટિવ વાતાવરણ જોતા રોકાણકારો પણ ખુશખુશાલ છે. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનર્સવ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, ટાટા મોટર્સના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટિલ, અલ્ટ્રા ટેક સિમેન્ટના શેર હાલ જોવા મળી રહ્યા છે. 

ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં ભારતી એરટેલ, ડો.રેડ્ડીઝ લેબના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ભારતી એરટેલના શેર જોવા મળ્યા છે. 

સોમવારે ધડામ થયું હતું બજાર
ભારતીય શેર બજારમાં ગઈકાલે અઠવાડિયાના પહેલા જ દિવસે રોકાણકારોને ભારે નુકસાન થયું. બજાર સવારે મસમોટા કડાકા સાથે ખુલ્યા. આખો દિવસ ટ્રેડિંગ બાદ લાલ નિશાન સાથે જ બંધ થયા. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 861.25 પોઈન્ટના ઘટાડા સાથે 57972.62 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 246 પોઈન્ટના કડાકા સાથે 17312.90 ના સ્તરે બંધ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news