Photos: ગુજરાતની નજીક આવેલું આ મીની ગોવા તમે જોયું છે? અદભૂત...ફરવા જેવા આ સ્થળ વિશે ખાસ જાણો

ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. નવા નવા પ્લેસ એક્સપ્લોર કરવા તેમને ગમતા હોય છે. ત્યારે અમે તમને આપણા પાડોશી રાજ્ય વિશે જણાવીશું. વાઈબ્રન્ટ રાજ્ય મધ્યપ્રદેશને "ભારતનું હૃદય" તરીકે ઓળખવામાં આવે છે. તે લગભગ તમામ ધર્મોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું ઘર છે. મધ્ય પ્રદેશમાં અસંખ્ય સ્મારકો, જટિલ કોતરણીવાળા મંદિરો, સ્તૂપ, કિલ્લાઓ અને મહેલોથી પથરાયેલા છે.

Photos: ગુજરાતની નજીક આવેલું આ મીની ગોવા તમે જોયું છે? અદભૂત...ફરવા જેવા આ સ્થળ વિશે ખાસ જાણો

ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. નવા નવા પ્લેસ એક્સપ્લોર કરવા તેમને ગમતા હોય છે. ત્યારે અમે તમને આપણા પાડોશી રાજ્ય વિશે જણાવીશું. વાઈબ્રન્ટ રાજ્ય મધ્યપ્રદેશને "ભારતનું હૃદય" તરીકે ઓળખવામાં આવે છે. તે લગભગ તમામ ધર્મોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું ઘર છે. મધ્ય પ્રદેશમાં અસંખ્ય સ્મારકો, જટિલ કોતરણીવાળા મંદિરો, સ્તૂપ, કિલ્લાઓ અને મહેલોથી પથરાયેલા છે. મધ્યપ્રદેશનું કુદરતી સૌંદર્ય પણ એટલું જ વૈવિધ્યસભર છે. આ રાજ્યમાં શક્તિશાળી પર્વતમાળા, ખળખળ વહેતી નદીઓ અને માઈલો સુધી લાંબા લીલાછમ જંગલો આવેલા છે.

આ વિશ્વ જળ દિવસે મધ્યપ્રદેશ તેના કેટલાક પ્રમુખ જળાશયો પર વિકસાવેલ પ્રવાસન સ્થળોની મુલાકાતે લઈ જાય છે, ત્યાં પ્રવાસન વિભાગે જળાશયોની નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે સુંદર રિસોર્ટનું નિર્માણ કર્યું છે. આ પ્રવાસન સ્થળો ઘરેલું પ્રવાસીઓ માટે કોઈ વિદેશ સ્થળથી ઓછુ નથી. આ સ્થળો તમની જળની નજીક વિવિધ પ્રવૃત્તિઓ માટે આમંત્રિત કરે છે. 

સૈલાની આઈલેન્ડ – એક અવનવી પ્રવૃત્તિનું ઘર
ખંડવા જિલ્લામાં નર્મદા નદી અને ઓમકારેશ્વર ડેમના કિનારે આવેલું સૈલાની ટાપુ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તીર્થની નજીક આવેલ છે જ્યાં સૈલાની આઈલેન્ડ રિસોર્ટમાં રહેવાની સગવડ સાથે મુલાકાતીઓને શાંત વિરામ પ્રદાન કરે છે. આ સ્થળ 5-એકર જમીનમાં ફેલાયેલું છે અને ત્રણ બાજુએ પવિત્ર નર્મદાના પાણીથી ઘેરાયેલું છે. આ ટાપુ શહેરની તમામ ધમાલથી દૂર છે અને કુદરતી સૌંદર્ય અને પાણીની પ્રવૃત્તિઓથી ભરપૂર છે. ભવ્ય રિસોર્ટમાં શાંતિપૂર્ણ સમય વિતાવવા ઉપરાંત, અહીં ઉપલબ્ધ સ્પીડ બોટિંગ, સ્કર્ફિંગ, પેડલ બોટિંગ અને ક્રૂઝિંગ જેવી આકર્ષક પાણી આધારિત મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે. મધ્યપ્રદેશમાં આ ટાપુ સૌથી અનોખા અને અનુપમ વોટર સ્પોર્ટ્સ પર્યટન સ્થળોમાંનું એક છે જે વેકેશનર્સ તથા પ્રવાસીઓ માટે આરામદાયક છતાં સાહસિક પ્રવૃત્તિ પ્રદાન કરે છે. 

No description available.

નજીકના જોવા લાઈક સ્થળ
સૈલાની આઈલેન્ડથી નજીકના પર્યટન સ્થળોમાં મુખ્યત્વે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. જે માત્ર 40 કિમીના અંતરે આવેલું છે.

No description available.
 
કેવી રીતે પહોંચી શકાય
રોડ માર્ગ – ઇન્ડૌરથી 120 કિમીનાં અંતરે તેમજ ઓમકારેશ્વરથી 40 કિમીના અંતરે આવેલું છે.
રેલ્વે તથા હવાઈ માર્ગ – તેની નજીકનું રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ ઇન્દૌર છે જે દેશના તમામ મોટા શહેરો સાથે સલગ્ન છે. 
મધ્યપ્રદેશ ટૂરિઝમ દ્વારા સૈલાની આઈલેન્ડ ખાતે સૈલાની આઈલેન્ડ રિસોર્ટ વિકસાવવામાં આવ્યો છે જે આ ટાપુ પર એક માત્ર રિસોર્ટ છે. 

No description available.

ગાંધીસાગર ડેમ અને મીની ગોવા
ગાંધી સાગર એ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લા સ્થિત એક નાનકડું શહેર છે જે ચંબલ નદીના કિનારે આવેલું છે. આ શહેર ગાંધી સાગર ડેમ માટે પ્રખ્યાત છે, જે ભારતના સૌથી મોટા ડેમમાંનું એક છે. આ ડેમ વર્ષ 1960માં ચંબલ નદી પર બાંધવામાં આવ્યો હતો, અને તેનો ઉપયોગ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે થાય છે. આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે પણ જાણીતું છે. આ સ્થળે તમે સ્પીડ બોટિંગ, સ્કર્ફિંગ, પેડલ બોટિંગ અને ક્રૂઝિંગ જેવી આકર્ષક પાણી આધારિત મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.

No description available.

નજીકના જોવા લાઈક સ્થળો
ગાંધીસાગર ડેમની પાસે જોવા લાઈક સ્થળોમાં મંદસૌરનો કિલ્લો, ગાંધીસાગર અભ્યારણ્ય, ચતુર્ભુજ નાળા, બુદ્ધિસ્ટ ગુફાઓ, ધર્મરાજેશ્વર મંદિર વગેરે છે. ઉનાળની સિઝનમાં ખાસ કરીને ગાંધીસાગર ડેમના બેકવોટર મિની ગોવા જેવું એક સ્થળનું સર્જન થાય છે, જે સિઝનના 4 માસ સુધી રહે છે જ્યાં હજારો પ્રવાસી અને સ્થાનિક લોકો આવે છે.

No description available.
   
કેવી રીતે પહોંચી શકાય
રોડ માર્ગ – જિલ્લાના મુખ્ય મથકથી બસો તથા ટેક્ષી સરળતાથી મળી રહે છે. 
હવાઈ માર્ગ – ગાંધીસાગર ડેમની નજીકનું એરપોર્ટ ઉદયપુર છે જે 225 કિમીના અંતરે આવેલું છે અને ઇન્દૌર એરપોર્ટ 280 કિમીના અંતરે આવેલું છે
રેલ્વે માર્ગ – તેની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કોટા છે જે 104 કિમીના અંતરે આવેલું છે અને રતલામ રેલ્વે સ્ટેશન 212 કિમીના અંતરે આવેલું છે જે દેશના તમામ મોટા શહેરો સાથે રેલ્વે માર્ગ જોડાયેલું છે. 
મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા ગાંધીસાગર ડેમ ખાતે પોતાનો એક રિસોર્ટ વિકસાવવમાં આવ્યો છે જેનું નામ હિંગળોજ રિસોર્ટ છે. જે આ ડેમ પર એક માત્ર પ્રોપર્ટી છે. મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ દ્વારા હાલમાં જ પ્રવાસીઓને અનુલક્ષીને ત્યાં ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ નામનો એક ઇવેન્ટ કરવામાં આવ્યો હતો અને સાથે એક ટેન્ટ સિટી પણ બાંધવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news