મની પ્લાન્ટમાં નાંખો દૂધના ચાર-પાંચ ટીપા, પછી ઘરમાં જુઓ ચમત્કાર

મની પ્લાન્ટમાં નાંખો દૂધના ચાર-પાંચ ટીપા, પછી ઘરમાં જુઓ ચમત્કાર
  • ભારતીય ઘરોમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્વ હોય છે, તે મુજબ વસ્તુઓ ગોઠવાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મની પ્લાન્ટ રાખવાના પણ કેટલાક નિયમો છે, જેને પાળવાથી ફાયદો થશે 

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં મોટાભાગના ઘરમાં લોકો મની પ્લાન્ટ લગાવતા હોય છે. આ પ્લાન્ટ મૂકવાથી ઘરમાં રૂપિયા આવે છે તેવી માન્યતા છે. મની પ્લાન્ટ દેખાવમાં બહુ જ સુંદર હોય છે. સાથે જ વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ (money plant) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips) માં ઘરમાં મની પ્લાન્ટને લગાવવાને લઈને કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ એ નિયમ વિશે.

વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટને ઘરની અગ્નિ દિશામાં લગાવવુ બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. 

દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવુ બહુ જ પૂર્વ માનવામાં આવે છે. આ દિશા ભગવાન ગણેશની દિશા કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ભાગ્ય સુધરી જાય છે. 

મની પ્લાન્ટને પાણી આપતા સમયે તેમાં દૂધના કેટલાક ટીપા જરૂર મિક્સ કરો. આવુ કરવાથી ઘનમાં વધારો થયો છે. 

મની પ્લાન્ટને તમે કોઈ રસી કે દંડાના સહારાથી બાંધો. આવુ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેમજ ભાગમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news