શ્રદ્ધા કપૂરની મોબાઈલ ચેટ લીક થઈ, પ્રેમી સાથેની વાતચીત અને દેખાયુ ઘણું બધું...

બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. એક ફોટોમાં એક્ટ્રેસની વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં તે કોઈ શખ્સ સાથે પ્રેમભરી વાતો કરી રહી છે તેવુ દેખાઈ રહ્યું છે. આ ચેટ લોકોની સામે આવ્યા બાદ શ્રદ્ધા કપૂર ટ્રોલ થઈ છે. સાથે જ કેટલાક લોકો ચેટને ફેક બતાવી રહ્યાં છે. 

Updated By: Jul 31, 2021, 04:52 PM IST
શ્રદ્ધા કપૂરની મોબાઈલ ચેટ લીક થઈ, પ્રેમી સાથેની વાતચીત અને દેખાયુ ઘણું બધું...

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. એક ફોટોમાં એક્ટ્રેસની વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં તે કોઈ શખ્સ સાથે પ્રેમભરી વાતો કરી રહી છે તેવુ દેખાઈ રહ્યું છે. આ ચેટ લોકોની સામે આવ્યા બાદ શ્રદ્ધા કપૂર ટ્રોલ થઈ છે. સાથે જ કેટલાક લોકો ચેટને ફેક બતાવી રહ્યાં છે. 

શ્રદ્ધાની પર્સનલ ચેટ લીક થઈ 
શ્રદ્ધા કપૂર હાલમાં જ મુંબઈમાં પોતાની અપકમિંગ ફિલ્મના સેટ પર સ્પોટ થઈ હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ફોટોમાં શ્રદ્ધા બ્લ્યૂ કલરના ડ્રેસમાં છે. તેના હાથમાં મોબાઈલ છે અને તે ચેટિંગમાં વ્યસ્ત છે. ફોટોગ્રાફર્સે શ્રદ્ધાની સાથે સાથે તેની વોટ્સએપ ચેટની પણ તસવીર વાયરલ કરી છે. જેને કારણે શ્રદ્ધા કપૂર ટ્રોલ થઈ છે. 

આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો

ફોનમાં વ્યસ્ત હતી શ્રદ્ધા
સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂરની એક કરતા અનેક તસવીરો સામે આવી છે. જોકે હજી એ સ્પષ્ટ થયુ નથી કે તે શ્રદ્ધા કપૂરની ચેટ છે કે ફોટોશોપ્ડ મીમ છે. બ્લ્યૂ ડ્રેસમાં સજ્જ થયેલી શ્રદ્ધાનુ કદાચ ધ્યાન નહિ ગયુ હોય કે ફોટોની સાથે તેની મોબાઈલ ચેટ પણ દેખાઈ રહી છે. તે મોબાઈલ પર ટાઈપ કરી રહી હતી, ત્યારે અજાણતા આ તસવીર લેવાઈ હતી. 

આ પણ વાંચો : સ્વીટી પટેલ મર્ડર કેસ : PI દેસાઈની બીજી પત્નીએ બતાવી માનવતા, નોંધારા બનેલા પુત્રને સાચવશે

શું લખ્યું છે શ્રદ્ધાની ચેટમાં
શ્રદ્ધા જેની સાથે વાત કરી રહી હતી તેનો નંબર તેણે હાર્ટવાળા ત્રણ ઈમોજીથી સેવ કર્યો હતો. શ્રદ્ધાના આ ફોટોઝથી જે ચેટ લીક થઈ છે એમાં એક્ટ્રેસે મેસેજમાં લખ્યું છે, હું મારી લાઈફમાં ક્યારેય પણ તારા જેવા માણસને મળી નથી. આ મેસેજના જવાબમાં સામેવાળાએ કહ્યું, મને ખુશી છે કે તું આવું વિચારે છે. શ્રદ્ધાએ આગળ કહ્યું હતું, તું સાચેમાં મને સાંભળે છે, આવું કોઈ મળ્યું નથી. તું હંમેશાં મને ગ્રેટ ફીલ કરાવે છે. આનો જવાબ હાર્ટના ઈમોજીમાં મળે છે. એ પછી એક્ટ્રેસે લખ્યું, હા, આ વાત સાચી છે. મારા બધાં સપનાં અને ઈચ્છાઓને પૂરી કરવા માટે આભાર. તેના જવાબમાં સામેવાળો લખે છે કે આ મારું નસીબ છે. જ્યારે કઈ હેલ્પ જોઈએ તો મને કહે. 

આ પણ વાંચો : એક્ટ્રેસે લોકડાઉનમાં મજબૂરીમાં શરૂ કરેલો રાખડીનો બિઝનેસ આજે સડસડાટ દોડે છે