Bihar Politics: સાંસદ લનન સિંહ બન્યા JDU ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, નીતીશ કુમારે વ્યક્ત કર્યો ઈતિહાસ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નજીકના ગણાતા લલન સિંહને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ જનતા દળ યૂનાઇટેડ (JDU) નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લલન સિંહની પસંદગી કરવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતું. ત્યારબાદ લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના બધા સાંસદ અને આશરે બે ડઝન રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ સામેલ થયા હતા.
જેડીયૂના અધ્યક્ષ પદની રેસમાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ હતુ. લલન સિંહ મુખ્યમંત્રી નીતીશ કુમારના સૌથી નજીક છે. પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ખુરશી પર આરસીપી સિંહને બેસાડ્યા હતા. તમામ રાજકીય સમીકરણોને સાધતા તેમને પાર્ટીમાં સર્વોચ્ચ નેતૃત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે. મંત્રી બન્યા બાદ પાર્ટી માટે સમય કાઢી શકતા નહતા, તેવામાં પાર્ટીએ ફરી નવા અધ્યક્ષની શોધ કરવી પડી છે.
JD(U) national president RCP Singh leaves his post, Lalan Singh to the new national president of the party.
— ANI (@ANI) July 31, 2021
કોણ છે લલન સિંહ
રાજીવ રંજન માત્ર લલન સિંહને કર્પૂરી ઠાકુરના શિષ્ય માનવામાં આવે છે. વર્તમાનમાં મુંગેર લોકસભા સીટથી જેડીયૂ સાંસદ, નીતીશ કુમારના સંપર્કમાં 1970મા આવ્યા હતા. લલન સિંહ તે લોકોમાં સામેલ છે જેની સાથે મળી નીતીશ કુમારે જેડીયૂએ પાર્ટીનો પાયો નાખ્યો હતો. લાલૂ વિરુદ્ધ અને શરદ યાદવ સાથે નારાજગી બાદ નીતીશે જ્યારે અલગ પાર્ટી બનાવવાનું કહ્યુ તો લલન સિંહ, નીતીશ કુમારની સાથે હતા. ત્યારથી તેઓ નીતીશ સાથે છે. લલન સિંહે નીતીશ કુમાર મટે અનેકવાર સંકટ મોચકની ભૂમિકા નિભાવી છે.
આ પણ વાંચોઃ આસનસોલથી BJP સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સંન્યાસની કરી જાહેરાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે