એક્ટ્રેસે લોકડાઉનમાં મજબૂરીમાં શરૂ કરેલો રાખડીનો બિઝનેસ આજે સડસડાટ દોડે છે

ટીવી એેક્ટ્રેસ વંદના વિઠ્ઠલાણી (Vandana Vithlani) ને સીરિયલ સાથ નિભાના સાથિયામાં તેમના ઉર્મિલાના નામથી પોપ્યુલારિટી મળી હતી. વંદના હાલ બે ટીવી સીરિયલમાં કામ કરી રહ્યાં છે. તેમાં એક છે પંડ્યા સ્ટોર અને બીજી જલ્દી જ ટીવી પડદે આવી રહી છે. જેનુ નામ છે તેરા મેરા સાથ રહે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વંદના એક્ટિંગની સાથે સાથે રાખી વેચવાનો પણ વ્યવસાય કરે છે. 

Updated By: Jul 31, 2021, 12:05 PM IST
એક્ટ્રેસે લોકડાઉનમાં મજબૂરીમાં શરૂ કરેલો રાખડીનો બિઝનેસ આજે સડસડાટ દોડે છે

ઝી મીડિયા/બ્યૂરો :ટીવી એેક્ટ્રેસ વંદના વિઠ્ઠલાણી (Vandana Vithlani) ને સીરિયલ સાથ નિભાના સાથિયામાં તેમના ઉર્મિલાના નામથી પોપ્યુલારિટી મળી હતી. વંદના હાલ બે ટીવી સીરિયલમાં કામ કરી રહ્યાં છે. તેમાં એક છે પંડ્યા સ્ટોર અને બીજી જલ્દી જ ટીવી પડદે આવી રહી છે. જેનુ નામ છે તેરા મેરા સાથ રહે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વંદના એક્ટિંગની સાથે સાથે રાખી વેચવાનો પણ વ્યવસાય કરે છે. 

સેટ પર બનાવે છે રાખડીઓ
વંદના હાલ પોતાના શુટિંગમાં બહુ જ વ્યસ્ત રહે છે. પરંતુ શુટ બાદ તેઓ સમય કાઢીને રાખડીઓ બનાવે છે. તેઓ રાખડીઓ ઓનલાઈન પણ વેચે છે. એટલુ જ નહિ, સેટ પર શુટિંગ બાદ બચેલા સમયમાં તેઓ રાખડીઓ બનાવવાનું કામ કરે છે. અનેક સ્ટાર્સ તેમના આ કામના વખાણ કરે છે. વંદના આંકડાના એક્સપર્ટ છે. તેમને રાખડી બનાવવાનો આઈડિયા ગત વર્ષે આવ્યો હતો. જ્યારે તેમની પાસે કોઈ કામ ન હતું, ત્યારે તેમણે રાખડી બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. 

આ પણ વાંચો : રૂપાણી શાસનના 5 વર્ષઃ સામા પ્રવાહે તરવાની કાયમી આદતને લીધે વિજયભાઈ બન્યા ‘વિજયી ભવ’

ગયા વર્ષે શરૂ કર્યું હતું કામ
ગયા વર્ષે એક્ટ્રેસે નામ અને જન્મ તારીખના લકી અંકના હિસાબથી રાખડીઓ બનાવવાનું કામ શરૂ કયું હતું. જેથી તેમને થોડી આર્થિક મદદ મળી શકે. આજે તેમની પાસે કામ છે, તો તેઓ આ કામ છોડવા નથી માંગતા. વંદનાએ સ્પોટબોયને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કોરોનાને કારણે અનેક લોકોને પોતાનો પ્રોફેશન બદલવો પડ્યો. કારણ કે કમાણીનું માધ્યમ ઠપ્પ થઈ ગયુ હતું. તો બીજી તરફ ખર્ચા એટલા હતા. મને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો

લોકોને ગમ્યુ આ કામ
વંદનાએ જણાવ્યું કે, આજે મારી પાસે બે શો છે. તેમ છતાં હુ રાખડી બનાવું છું. મને તેના માટે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધી મને અનેક રાખડીઓનો ઓર્ડર મળી ચૂક્યો છે. વંદનાએ કહ્યું કે, ગત વર્ષે કોરોના મહામારીમાં દુનિયાની રફ્તાર થંભી ગઈ હતી. તેનો મતલબ એ નછી કે, હું પણ થંભી જઉ. હું મારા આ ટેલેન્ટનો સારો ઉપયોગ કરીશ. પરંતુ મારા વ્યવસાયને વધારી રહી છું. હું પાયલ અને હેન્ડમેડ જ્વેલરી પણ બનાવું છું. હવે હુ ક્યાંય અટકાવાની નથી. મારો વ્યવસાય ચાલતો રહેશે.