ચોમાસામાં સ્ટાઈલિશ દેખાવા માટે ફૉલો કરો આ ટિપ્સ...વરસાદમાં પણ પડશે તમારો વટ!
ચોમાસું આવી ગયું છે. આ સિઝનમાં કપડા અને એસેસરીઝની પસંદગી ખૂબ જ ધ્યાન રાખીને કરવી પડે છે. ટ્રેન્ડને ફૉલો કરવાનું ચક્કર આ સિઝનમાં ભારે પડી શકે છે. એટલે અમે તમારા માટે લઈને આવ્યા છીએ, કેટલીક સ્ટાઈલ ટિપ્સ.
Trending Photos
નવી દિલ્લીઃ ચોમાસા અને વરસાદની અલગ જ મજા છે. પરંતુ આ સિઝનમાં જો યોગ્ય સ્ટાઈલના કપડાંની પસંદગી ન કરવામાં આવે તો મજા બગડી શકે છે. વરસાદની આ મોસમમાં ફેશનેબલ રહેવા માટે તમે આ ટિપ્સને ફૉલો કરી શકો છો.
સફેદ કપડાં પહેરવાનું ટાળો-
ચોમાસાની સિઝનમાં મેઘરાજા ગમે ત્યારે પધરામણી કરી શકે છે. એટલે બને તો આ સમયમાં સફેદ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જેના બે કારણ છે. એક તો સફેદ કપડાં ભીંજાઈને પારદર્શક બની જાય છે જેનાથી તમે અસહજ થઈ શકો છો. બીજું સફેદ કપડાંમાં ડાઘ જલ્દી લાગી જાય છે.
યોગ્ય કાપડની પસંદગી કરો-
વરસાદની મોસમમાં યોગ્ય કાપડની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ભીના કપડાંથી ફંગલ ઈન્ફેક્શન અને બેક્ટરિયલ ઈન્ફેક્શનની શક્યતા રહે છે. આ સિઝન માટે સૌથી સારા કપડાં કોટનના છે. જે વરસાદમાં જલ્દી સુકાઈ જશે અને સાથે આરામદાયક પણ છે.
વધુ ટાઈટ કપડાં ન પહેરો-
ચોમાસામાં વધુ ટાઈટ કપડાં ન પહેરવા જોઈએ. વધુ ટાઈટ કપડાંથી સ્કિનમાં ઈરિટેશન થઈ શકે છે. તમે ઢીલા કપડાં પહેરી શકો છો. ઢીલા ટીશર્ટ, કુર્તી કે ટોપની તમે પસંદગી કરી શકો છો. લૂઝ ફિટિંગની જેકેટ પણ સ્માર્ટ લૂક આપશે.
સ્કર્ટ કે ફ્રોક રહેશે બેસ્ટ-
આ સિઝનમાં પહેરવા માટે ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતા સ્કર્ટ કે ફ્રોક બેસ્ટ રહેશે. જે તમને આરામદાયક પણ લાગશે અને કપડાં ગંદા થવાનો ડર પણ નહીં રહે. સાથે તમે સ્ટાઈલિશ પણ રાખશો.
સાથે રાખો એક જોડી કપડાં-
તમે ચોમાસામાં બહાર નિકળો છો તો સાથે એક જોડી કપડાં જરૂરથી રાખો. ક્યારેક અચાનક વરસાદ આવી જાય તો આખો દિવસ ભીના કપડાં પહેરી રાખવાની બીમાર પડવાનો ડર રહે છે. બની શકે તો કામની જગ્યાએ પણ એક જોડી કપડાંની રાખવી જોઈએ.
પગરખાં પર આપો ધ્યાન-
ચોમાસામાં પગરખાંની પસંદગી ચીવટથી કરવી જોઈએ. કારણ કે વરસાદના પાણીમાં ઘણા પગરખાં ખરાબ થઈ જાય છે અથવા તો તૂટી જવાનો ડર રહે છે. લપસી ન પડાય અને પાણીમાં ચાલી શકાય તેવા પગરખાં પસંદ કરવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે