આંતરડા-લીવર-ફેફસાં કાઢ્યા બાદ મૃતદેહ હજારો વર્ષ કેવી રીતે સચવાતો, આ સિક્રેટ રીતથી ઈજિપ્તમાં બનાવાતા મમી

how people preserve mummy in ancient egypt : ઈજિપ્તના મમી બનાવવાનું રહસ્ય શોધવામાં વૈજ્ઞાનિકોને વર્ષો લાગી ગયા હતા... આખરે વૈજ્ઞાનિકોને મળી છે મોટી સફળતા 
 

આંતરડા-લીવર-ફેફસાં કાઢ્યા બાદ મૃતદેહ હજારો વર્ષ કેવી રીતે સચવાતો, આ સિક્રેટ રીતથી ઈજિપ્તમાં બનાવાતા મમી

Secret Of Egypt Mummy : હજારો વર્ષો પહેલાની વાત છે. ઈજિપ્ત મિસરમાં મૃતદેહોને સુરક્ષિત રાખીને સાચવવામાં આવતા હતા. આજે પિરામિડમાંથી અનેક મમી મળી આવે છે. આજના વૈજ્ઞાનિકો ધીરે ધીરે આ મમીનું રહસ્ય શોધી રહ્યા છે. ધીરે ધીરે પિરામિટના પેટાળમાંથી રહસ્યો ખૂલી રહ્યાં છે. ખાસ કરીને મૃતદેહોને સાચવવા કેવા પ્રકારનું કેમિકલ વપરાતુ હતું તેના વિશે વૈજ્ઞાનિકોને માલૂમ પડી ગયું છે. મૃતદેહો પર કેમિકલનો લેપ લગાવીને તેને મમી બનાવવામાં આવતા હતા. પ્રાચીન મિસરમાં મૃતદેહોનું મમીકરણ કરવાનું ચલન સામાન્ય હતું. મમી બનાવવા માટે કયુ કેમિકલ વપરાતુ અને કેવી રીતે મમી બનાવાતા હતા તે જાણીએ. 

જર્મનીના તુબિંગલ અને મ્યુનિખ યુનિવર્સિટીની ટીમે શોધ્યું કે, અંદાજે 2500 વર્ષ પહેલા જૂની મમીકરણ લેબથી શોધવામાં આવેલા ડઝનેક વાડકીઓ, બીકર વગેરેની મદદથી માલૂમ પડ્યુ કે, પ્રાચીન મિસરના લોકો મમીને કેવી રીતે સુરક્ષિત રાખતા હતા. પ્રાચીન મિસરમાં મૃતદેહો પર લેપ લગાવવાની અદભૂત પ્રક્રિયા ચલનમાં હતી. તેઓ શરીર પર અલગ પ્રકારનો લેપ લગાવતા હતા. જે બહુ જ ખાસ હતું. આ પ્રોસેસને મમીકરણ કહેવાતુ હતું. લોકોનો વિશ્વાસ હતો કે, જો મૃતદેહોને આ લેપ લાગવવામાં આવશે તો તે સુરક્ષિત રહેશે અને બીજો જન્મ લેશે. 

કયુ કેમિકલ વપરાતું
રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, વાસણોની અંદર ખાસ પ્રકારનું રેઝિન મળી આવ્યું છે. વાસણો પર રેઝિનની પરત ચઢી છે. તે એશિયાઈ વૃક્ષોમાંથી મળી આવતું એક ચીપચીપું પદાર્થ છે. આ ઉપરાંત લેબનાનથી દેવદારનું તેલ અને મૃતસાગર (Dead Sea) માંથી મળી આવતા કોલતારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

શોધમાં જાણવા મળ્યું કે, મૃતદેહોને મમી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હતા. જે મૃતદેહોના સંરક્ષણ અને તેમની દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ સાબિત થતા. અનેક પિરામિડના વાસણો પર તો લેબલ પણ લાગેલા છે. આ લેબલ વાંચીને વૈજ્ઞાનિકોએ કયુ કેમિકલ હોઈ શકે તેનો અંદાજો લગાવ્યો હતો, જે મમીકરણ માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે, એક વાસણ પર લખ્યુ હતું કે, મૃતદેહ ધોવા માટે. અને બીજા વાસણ પર લખેલુ હતું કે, મૃતદેહની દુર્ગધ દૂર કરવા માટે. 

મમીકરણની પ્રોસેસ માટે કેટલો સમય લાગતો
રિસર્ચ કરનારાઓએ એ પણ શોધી કાઢ્યું કે, મમીકરણની પ્રોસેસને કેટલો સમય લાગતો. તેમાં અંદાજે 70 દિવસનો સમય લાગતો. મૃતદેહને પહેલા નૈટ્રોન નામના મીઠામાં સૂકવવામાં આવતું. તેના બાદ તેના આંતરડા કાઢી નાંખવામાં આવતા. પછી મૃતદેહમાંથી લિવર, ફેફસા અને મગજને પણ અલગ કરી દેવામાં આવતા. તેના બાદ પ્રીસ્ટની હાજરીમાં મૃતદેહોને ધોવામાં આવતા હતા. તેના બાદ શરીર પર કેમિકલનો લેપ લગાવવામાં આવતો હતો. આ રીતથી મૃતદેહ મમી બનતુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news