Gold Rate Today: એક સમાચાર આવ્યા અને આજે ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી, જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Price: અમેરિકાથી એક સમાચાર આવ્યા અને ભારતીય બજારોમાં સોના અને ચાંદીમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સોનું અને ચાંદી ગગડીને ક્યાં પહોંચ્યું, રિટેલ રેટ હાલ શું છે...તમામ માહિતી માટે વાંચો અહેવાલ.
Trending Photos
કોમોડિટી બજારમાં ગુરુવારે જબરદસ્ત વેચાવલી જોવા મળી. સોના અને ચાંદીના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ખુબ ગગડ્યું અને ચાંદી પણ સસ્તી થઈ જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે કડાકા સાથે ગગડેલું જોવા મળ્યું છે. જો તમે સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1029 રૂપિયા ગગડીને 75629 રૂપિયાના સ્તરે પહોંચી ગયું. જે કાલે 76658 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 2214 રૂપિયા ગગડીને 86846 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે. જે કાલે 89060 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/lK82abrbvY
— IBJA (@IBJA1919) December 19, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/14JXmF2WlL
— IBJA (@IBJA1919) December 19, 2024
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનું 739 રૂપિયા તૂટીને 75,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે ક્લોઝિંગમાં 76,653 રૂપિયાની સપાટીએ હતું. જ્યારે ચાંદી આ દરમિયાન 2243 રૂપિયાના મોટા કડાકા સાથે ગગડીને 88,137 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર પહોંચી જે કાલે 90,380 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
કેમ અચાનક ઘટ્યા ભાવ
અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી બુધવારે રેટ કટમાં 0.25%નો કાપ કરાયો. જો કે આઉટલુક નબળું હોવાના પગલે મેટલ્સમાં તેજ વેચાવલી જોવા મળી. ફેડના નિર્ણયના પગલે ડોલર ઈન્ડેક્સ એક ટકા ચડીને 2 વર્ષમાં પહેલીવાર 108 સુધી પહોંચ્યો અને 10 વર્ષના અમેરિકી બોન્ડ યીલ્ડ ઉછળીને લગભગ 7 મહિનાની ઊંચાઈ પર સાડા ચાર પરસેન્ટ ઉપર જતા રહ્યા. ફેડના નિર્ણયથી સોના અને ચાંદીમાં ભારે વેચાવલી જોવા મળી. સોનું 60 ડોલર ગગડીને 2600 ડોલર પર પહોંચી ગયું તો ચાંદી 3.5 ટકા તૂટીને 30 ડોલર પ્રતિ ઔંસ ની નીચે આવી ગઈ. જેના કારણે આજે ઘરેલુ બજારોમાં કડાકો જોવા મળ્યો છે.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે