લંબાઈ બે ઈંચ વધારવી છે? થઈ જશે! પોણો કરોડ ચાર્જ થશે!
મોડેલિંગનું (modeling) ક્ષેત્ર હોય કે પછી એક્ટિંગનું (acting) ક્ષેત્ર હોય. આકર્ષક દેખાવા માટે તમારી લંબાઈ પર પહેલાં નજર કરવામાં આવે છે. અમેરિકાના લાસ વેગાસમાં આવેલી લિમ્બપ્લાસ્ટ-એક્સ (limbplastX) હવે તમારી લંબાઈ વધારી આપશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો: આકર્ષક દેખાવું તો સહુકોઈને પસંદ હોય છે. અને એ માટેની એક શરત છે કે તમારી લંબાઈ (Height) વધુ હોય. પણ કુદરતી રીતે જ તમારી લંબાઈ જો ઓછી હોય તો શું કરી શકાય. તેનો ઈલાજ લઈને આવ્યું છે અમેરિકાના (US) લાસ વેગાસ (Las Vegas) સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટ. જો કે તે માટે તમારે માતબર પોણો કરોડથી વધુ રકમ ચૂકવવી પડી શકે છે.
મોડેલિંગનું (modeling) ક્ષેત્ર હોય કે પછી એક્ટિંગનું (acting) ક્ષેત્ર હોય. આકર્ષક દેખાવા માટે તમારી લંબાઈ પર પહેલાં નજર કરવામાં આવે છે. અમેરિકાના લાસ વેગાસમાં આવેલી લિમ્બપ્લાસ્ટ-એક્સ (limbplastX) હવે તમારી લંબાઈ વધારી આપશે. આ માટે જરૂરી છે એક સર્જરી (surgery). જો કે આ સર્જરી માટે મસ્ત મોટી રકમ વસૂલવામાં આવે છે. છતાં પણ લોકો લંબાઈ વધારવા ઉતાવળા બન્યાં છે.
'2 ઈંચ' લંબાઈ કી કિંમત તુમ ક્યા જાનો બાબુ!
ટેક્સાસનો (texas) અલ્ફોન્સો (alfonso) નામનો વ્યક્તિ વ્યવસાયે લેખક (writer) છે. તેને લાગતુ હતું કે તેની લંબાઈ ઓછી છે. લંબાઈ વધારવા માટે તેના ધ્યાનમાં આવી લાસ વેગાસ સ્થિત લિમ્બપ્લાસ્ટ-એક્સ કે જ્યાં સર્જરી દ્વારા લંબાઈ વધારી આપવામાં આવે છે. અલ્ફોન્સોએ તુરંત જ નિર્ણય લીધો કે તે આ સર્જરી કરાવશે. જો કે આ સર્જરીની ફી (fee) સાંભળીને તમારા કાન ઊંચા થઈ જશે. જી હા, સર્જરી માટે 84 લાખ જેવી માતબર રકમ ચૂકવવી પડે છે. અલ્ફોન્સોએ અત્યાર સુધીમાં 55 લાખની ફી ચૂકવી છે. હવે પોસ્ટ સર્જરી સારવાર માટે વધુ 29 લાખ રૂપિયા ચૂકવવાના થશે.
બોલે તો સિમ્પલ હૈ! હડ્ડી કો બીચ મે સે કાટને કા ઔર..!
શરીરની લંબાઈ વધારવા માટે એવી તો કંઈ સર્જરી થતી હશે કે જેમાં 2 કે 3 ઈંચ લંબાઈ વધી શકે. તો તમને જાણીને નવાઈ લાગશે કે આ સર્જરીમાં સાથળનું હાડકું વચ્ચેથી કાપી નાખવામાં આવે છે અને પછી એની વચ્ચે એવી પદ્ધતિથી પુરાણ કરવામાં આવે છે કે હાડકું પાછું જોડાય ત્યારે લંબાઈ વધી જાય. અલ્ફોન્સો પણ આ સર્જરીમાંથી પસાર થઈ ચૂક્યો છે. અલ્ફોન્સો કહે છે કે તેને આ સર્જરીથી કોઈ સમસ્યા થઈ નથી. દર્દ થયું પણ એ પણ ઓછા સમય માટે. જો કે અલ્ફોન્સોની ચાલ આ સર્જરી બાદ જરૂરથી બદલાઈ ગઇ છે. છતાં અલ્ફોન્સો પોતાની લંબાઈ 2 ઈંચ જેટલી વધી ગઈ તેનાથી જ ખાસ્સો ખુશ છે.
આ પણ વાંચો:- આળસુ હોવાના પણ હોય છે આવા અનેક ફાયદાઓ
લંબાઈ વધારવાની ઘેલછા: લોકો ધડાધડ કરાવી રહ્યાં છે સર્જરી!
લાસ વેગાસ સ્થિત આ સંસ્થાના મુખ્ય તબીબ કહે છે કે આ સર્જરી હવે લોકો વચ્ચે લોકપ્રિય થઈ રહી છે. તેમને પહેલાં કરતાં વધુને વધુ ઈન્કવાયરી મળી રહી છે. ઓછી લંબાઈના કારણે ઘણાં લોકોને સમસ્યા થતી હોય છે પણ અમે આ સમસ્યા દૂર કરી આપીએ છે. સંસ્થાનો દાવો છે કે આ સર્જરી સંપૂર્ણ સલામત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે