હદ થઈ! લોકો સુંદરતા માટે ચહેરા પર લગાવી રહ્યા છે ચકલીની પૉટી, જાણો શું છે Bird Poop Facial

What Is Bird Poop Facial: આ ફેશિયલમાં ચહેરા પર સ્પેશિયલ રૂપથી ઉપચારિત બર્ડની બીટનો ઉપયોગ કરવામાં આવે છે. હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝે પણ આ ફેશિયલ કરાવ્યું છે. તો ચાલો જાણીએ આ ફેશિયલના ફાયદા વિશે...

હદ થઈ! લોકો સુંદરતા માટે ચહેરા પર લગાવી રહ્યા છે ચકલીની પૉટી, જાણો શું છે Bird Poop Facial

What Is Bird Poop Facial: આ નામ વાંચ્યા પછી જો તમને એવું લાગે કે આ ફેશિયલનું નામ લખવામાં અમે કોઈ ભૂલ કરી છે તો તે તમારી ભૂલ છે. બ્યૂટી માર્કેટમાં ખરેખર બર્ડની પૉટીથી ફેશિયલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

ખુબસુરતી મેળવવા માટે લોકો શું શું નથી કરતા! એક એવું જ અનોખું ફેશિયલ છે જે જાપાનથી આવ્યું છે અને તેણે ઉગુશુ નો ફૂન (Uguisu no Fun) કહે છે. જેનો મતલબ થાય છે બર્ડની પૉટી. આ પરંપરા સદીઓ જૂની છે. માનવામાં આવે છે કે જાપાની લોકો પોતાની ત્વચાને ચમકદાર અને સાફ રાખવા માટે આ ફેશિયલને કરતા હતા.

આ ફેશિયલમાં ચહેરા પર સ્પેશિયલ રૂપથી ઉપચારિત બર્ડની બીટનો ઉપયોગ કરવામાં આવે છે. હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝે પણ આ ફેશિયલ કરાવ્યું છે. તો ચાલો જાણીએ આ ફેશિયલના ફાયદા વિશે...

કેવી રીતે તૈયાર કરાય છે બર્ડ પૂપ ફેશિયલ
બર્ડ પૂપ ફેશિયલમાં સૌથી પહેલા બુલબુલની બીટને ભેગું કરવામાંઆવે છે. પછી તેણે સુરક્ષિત અને સાફ કરવા માટે (UV) કિરણોના સંપર્કમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તેણે બારીક પીસીને પાઉન્ડર બનાવી લેવામાં આવે છે. આ પાઉડરને પછી ચોખાનો ભૂકો અને અન્ય નેચલર સામગ્રીની સાથે મિલાવીને એક ફેસ માસ્ક તૈયાર કરવામાં આવે છે. આ માસ્કને ચહેરા પર લગાવવામાં આવે છે અને થોડાક સમય પછી ધોઈ નાંખવામાં આવે છે.

તો તેમાં શું છે ખાસ?
પક્ષીઓના બીટમાં કેટલાક તત્વો જોવા મળે છે જે ત્વચા માટે ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે.

ગુઆનિન - તે એક એમિનો એસિડ છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

યુરિયા- આ એક એવો પદાર્થ છે જે કુદરતી રીતે ત્વચામાં હોય છે અને ભેજ જાળવવામાં મદદ કરે છે.

શું ખરેખર ફાયદાકારક છે?
બર્ડ પૂપ ફેશિયલના સમર્થકો દાવો કરે છે કે તે ખીલના ડાઘ, કરચલીઓ અને શુષ્ક ત્વચાને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને ચમકદાર અને મુલાયમ પણ બનાવે છે. જો કે, હજુ સુધી આ દાવાઓને સમર્થન આપવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.

શું તમારે ટ્રાય કરવું જોઈએ?
આ ફેશિયલ ઘણું મોંઘું હોય છે અને તેની ગંધ પણ બહુ સારી હોતી નથી. ઉપરાંત, તેમાં બેક્ટીરિયાનો ખતરો પણ રહે છે, ભલે બીટને ઉપચાર કરવામાં આવતો હોય. પરંતુ તે નક્કી કરવાનું તમારા પર નિર્ભર કરે છે કે તમે તેણે અજમાવવા માંગો છો કે નહીં. જો તમે નવું ફેશિયલ અજમાવવા માંગતા હો, તો કોઈપણ ટ્રીટમેન્ટ કરાવતા પહેલા ત્વચારોગ વિજ્ઞાનીનો સંપર્ક કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news