પૈસાની બચતથી આઝાદી સુધી, જાણો સિંગલ રહેવાના ખાસ આ પાંચ ફાયદા

સિંગલ લોકો લાઈફમાં પ્રેમથી વધારે મિત્રતાને મહત્વ આપે છે. સિંગલ રહેવાના આમ તો ઘણા ફાયદા છે જેના કારણે કેટલાક લોકો રિલેશનશિપથી દૂર રહેવાનું પસંદ કરે છે.

પૈસાની બચતથી આઝાદી સુધી, જાણો સિંગલ રહેવાના ખાસ આ પાંચ ફાયદા

નવી દિલ્હી: યુવાઓમાં તાજેતરમાં સિંગલ રહેવાનો ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે. કોઈની સાથે રિલેશનશિપમાં રહેવાથી વધારે લોકો સિંગલ રહેવાનું વધારે પસંદ કરે છે. આ લોકોનું માનવું છે કે, કોઈની સાથે રહેવાની સરખામણીમાં તેઓ એકલા વધારે આરામ અને ખુશીથી રહે છે. સિંગલ લોકો લાઈફમાં પ્રેમથી વધારે મિત્રતાને મહત્વ આપે છે. સિંગલ રહેવાના કેટલાક ફાયદા છે જેના કારણે આ લોકો કોઈપણ બંધનમાં બંધાવવાથી દૂર રહે છે. આવો જાણીએ શું ફાયદા છે...

પોતાની મરજીના માલિક
સિંગલ રહેવાનો સૌથી મોટો ફાયદો છે કે તમે તમારી મરજીના માલિક હોવ છો. લાઇફમાં જો પાર્ટનર હશે તો ક્યાંકને ક્યાંક તમારે કેટલીક હદ સુધી તેની પસંદ અનુસાર વસ્તુ કરવી પડે છે. પાર્ટનરને આખા દિવસની તમામ અપડેટ આપવી પડે છે. જ્યારે સિંગલ રહેવા પર આમાંથી કંઈપણ કરવાની જરૂરિયાત રહેતી નથી. જો કે, આવા લોકો રિલેશનશિપમાં આવે તો પણ વધારે દિવસ સુધી કોઈપણ રિલેશનશિપમાં રહેતા નથી.

કરિયર પર વધારે ફોક્સ કરે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંગલ લોકો તેમના કરિયર પર વધારે ફોક્સ કરી શકે છે. રિલેશનશિપમાં રહેવા પર પાર્ટનરને પણ પૂરો સમય આપવાનું એક દબાણ રહે છે. ત્યારે સિંગલ લોકો આ સમયને બચાવીને કરિયરને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. સિંગલ્સનું સંપૂર્ણ ધ્યાન તેમના કામ અને કરિયર પર રહે છે.

નવા લોકોને મળવાની તક
સિંગલ લોકોના મિત્રો, પરિવારના સભ્યો અને નવા લોકો સાથે વધુ સારા સંબંધો હોય છે. ત્યારે રિલેશનશિપમાં રહેતા લોકો પરિવાર અને પાર્ટનરની જવાબદારીઓમાં બધો સમય પસાર કરે છે. સિંગલ્સમાં આ કોઈ સમસ્યા નથી. તે પોતાના સામાજિક જીવનમાં વધુ સક્રિય છે. સિંગલ્સ તેમના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરે છે.

પૈસાની બચત
રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ સિંગલ લોકો પૈસાની વધારે બચક કરી શકે છે. તેમને કોઈને ભેટ આપવી અથવા પાર્ટનર સાથે લંચ અથવા ડિનર જેવા ખર્ચ કરવા પડતા નથી. તેથી સિંગલના ખર્ચા ઓછા હોય છે. તેઓ જે પણ ખર્ચા કરે છે તે તેમના ઉપર જ કરે છે. જેના કારણે તેમની સેવિંગ સારી થયા છે.

ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન
લગ્નજીવન અને રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ સિંગલ્સ લોકો તેમની ફિટનેસ પર વધારે ધ્યાન આપે છે. તેમની પાસે જીમ જવા માટે, યોગ કરવા અથવા કોઈપણ ક્લાસીસ કરવાનો સંપૂર્ણ ટાઈમ હોય છે. માનસિક રીતે પણ આ લોકો ટેન્શન ફ્રી રહે છે અને સારી ઉંઘ લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news