Health Tips:મોજા પહેરી સુવાથી થાય છે ઘણા ફાયદા, પરંતુ આ એક ભૂલ પડી શકે છે ભારે
Sleeping Tips: શિયાળામાં ઘણા લોકો મોજા પહેરીને સુવે છે. મોજાના ઘણા ફાયદા છે, પરંતુ મોજાને પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.
Trending Photos
Sleeping With Socks: શિયાળાના દિવસોમાં ઠંડીના કહેરથી બચવા માટે મોટાભાગે લોકો મોજા પહેરીને સુવે છે. મોજા પગના તળિયાને ગરમ રાખે છે. આ ઉપરાંત મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા થાય છે, પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. મોજા પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્ય પર ભારે સાબિત થઇ શકે છે. આવો જાણીએ મોજા પહેરીને સુવાના શું છે ફાયદા અને નુકસાન.
ઠંડી રહેશે દૂર
મોજા પહેરીને સુવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. મોજા પહેરવાથી બ્લડ સર્કુલેશન વધી જાય છે. આ શરીરને ગરમ કરે છે. શિયાળાની ઠંડીના લીધે જલદી ઉંધ આવવી મુશ્કેલ હોય છે, પરંતુ મોજા પહેરીને સુવાથી શરીર ગરમ થાય છે અને જલદી ઉંઘ આવે છે.
સ્ટીફનેસમાંથી મુક્તિ
ઠંડીના લીધે હાથ-પગ અકડાઇ જાય છે. તેના લીધે શરીર સુન્ન થઇ જવાની ફરિયાદ જોવા મળે છે. મોજા પહેરીને સુવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ રેનોડ સિંડ્રોમને ઓછું કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો
ફાટેલી એડીઓ ઠીક કરે
મોજા પહેરીને સુવાથી પગ ધૂળ અને હવાથી દૂર રહે છે. આ પ્રકારે સુવાથી પગને ફાટાતાં બચાવી શકાય છે. જો તમારી એડીઓ ફાટેલી રહે છે તો પગમાં ક્રીમ અથવા મોઇસ્ચરાઇઝર લગાવી ને મોજા પહેરો. પગ ફાટવાનું બંધ થઇ જશે અને એડીઓ મુલાયમ રહેશે.
ન કરો આ ભૂલ
મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા છે, પરંતુ એક ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મોજા જો તમને ટાઇટ રહે છે તો તેનાથી બ્લડ ફ્લોમાં ઘટાડો આવી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત મોજા પહેરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે મોજા સ્વચ્છ હોય. ગંદા મોજા પગને નુકસાન પહોંચાડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે