ગરમીમાં પણ ઠંડક આપશે ફુદીના શોટ્સ, માત્ર 10 મિનિટમાં બનાવી સર્વ કરો ઠંડુ ઠંડુ

Mint Shots Recipe: આજે તમને ગરમીના વાતાવરણમાં ઠંડક આપે તેવા ફુદીના શોટસ બનાવવાની રેસીપી જણાવીએ. ફુદીના શોટ્સ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તેને પીવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓ નડતી નથી.

ગરમીમાં પણ ઠંડક આપશે ફુદીના શોટ્સ, માત્ર 10 મિનિટમાં બનાવી સર્વ કરો ઠંડુ ઠંડુ

Mint Shots Recipe: ફુદીનામાં અનેક ગુણ હોય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ફુદીનો શરીરને ઠંડક આપે છે. ફુદીનામાંથી ઘણા પ્રકારની વસ્તુઓ બને છે. ફુદીનાની ચટણી પણ મોટાભાગના ઘરમાં બને છે. ત્યારે આજે તમને ગરમીના વાતાવરણમાં ઠંડક આપે તેવા ફુદીના શોટસ બનાવવાની રેસીપી જણાવીએ. ફુદીના શોટ્સ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તેને પીવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓ નડતી નથી. ફુદીનાના શોટ્સ શરીરનું તાપમાન મેન્ટેન રાખવામાં મદદ કરે છે અને પેટ સંબંધિત સમસ્યામાં પણ રાહત આપે છે. 

આ પણ વાંચો: 

ફુદીના શોટ્સ બનાવવાની જરૂરી સામગ્રી

ફુદીનો - 1 ગુચ્છો
આદુ - 1/2 ટુકડો
આમચૂર પાવડર - 1/2 ટીસ્પૂન
આમલીનો પલ્પ - 1 ચમચી
દાડમ પાવડર - 1/2 ચમચી
ધાણા પાવડર - 1/2 ચમચી
જીરું - 1/4 ચમચી
કાળા મરી પાવડર - 1-2 ચપટી
શેકેલું જીરું પાવડર - 1 ચપટી
ખાંડ - 1 ચમચી
લીંબુનો રસ - 1 ચમચી
સંચળ - 1 ચપટી
મીઠું - સ્વાદ મુજબ

રીત

તેને બનાવવા માટે સૌથી પહેલા ફુદીનાના પાનને પાણીમાં સારી રીતે ધોઈ અને સાફ કરી લો. ત્યાર પછી એક મિક્સર જારમાં ફુદીનાના પાન, આદુ, આમલીની પેસ્ટ ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ગાળીને મિશ્રણ અલગથી કાઢી લો. હવે એક વાસણમાં બે ગ્લાસ ઠંડુ પાણી લેવું અને તેમાં આ પેસ્ટને બરાબર મિક્સ કરવી. ત્યાર પછી તેમાં આમચૂર પાવડર, મરી પાવડર, જીરુ પાવડર, સંચળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં લીંબુનો રસ ઉમેરી ફ્રિજમાં ઠંડુ થવા રાખી દો. બરાબર ઠંડુ થઈ જાય પછી તમે આઈસ ક્યુબ એડ કરી તેને સર્વ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news