Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન

જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા ઈચ્છો છો તો સૂતા પહેલા આ પાંચ વાતનું ખાસ ધ્યાન રાખો.

Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન

weight loss tips: કેટલીક સમસ્યા ખુબ સામાન્ય થઈ ગઈ છે, જેમાંથી એક છે વધેલું વજન. દર બીજો વ્યક્તિ વધતા વજનથી દુખી છે. તેની પાછળ ઘણા કારણ જવાબદાર છે, જેમાં ખાનપાન અને ડેસ્ક જોબ સામેલ છે. તેવામાં લોકો વચ્ચે ફિટનેસને લઈને જાગરૂકતા વધી છે. ઘણા લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વધેલું વજન ન માત્ર ભદ્દુ લાગે છે પરંતુ તેનાથી ઘણી બીમારીનો ખતરો રહે છે. તેવામાં વજન ઘટાડવાથી બીમારીઓ દૂર રહે છે. પરંતુ લોકો અનેક પ્રયાસો કરીને પણ  વજન ઘટાડી શકતા નથી. તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે ખરાબ જીવનશૈલી અને ખાનપાન સાથે કરવામાં આવતી ભૂલો. તેવામાં આજે અમે તમને કેટલીક એવી વસ્તુ જણાવીશું, જેને રાત્રે સૂતા પહેલા ધ્યાનમાં રાખી વજન ઘટાડી શકાય છે. આવો તેના વિશે જાણીએ.

સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન
સૂતા પહેલા પીવો ગરમ પાણી

જો તમે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છો છો તો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવો. તે ભોજન પચાવવામાં તમારી મદદ કરશે અને સવારે પેટ સાફ થઈ જશે. તે વાત બધા જાણે છે કે ગરમ પાણી પીવાથી વજન ઘટે છે. તેવામાં દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવો તો તેનાથી ડબલ ફાયદો મળશે.

સાંજે 7 કલાક પહેલા ડિનર
તમે હંમેશા સાંભળ્યું હશે કે ભોજનનો સમય વજન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જાયટિશિયન પ્રમાણે સાંજે 7 કલાક પહેલા ભોજન કરી લો તો વજન ઝડપથી ઘટે છે. તેવામાં તમે રાત્રે 7 કલાક પહેલા ભોજન કરી લો. સાથે તે ધ્યાન રાખો કે ડિનર અને સૂવા વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ. જ્યારે રાત્રે તમે મોડા જમો તો પાચન થતું નથી અને વજન વધે છે.

ડિનરમાં સામેલ કરો આ વસ્તુ
ડિનરમાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર વસ્તુ સામેલ કરો. રાતનું ભોજન જેટલું હળવું હશે, મોટાપો એટલો ઓછો હશે. રાત્રે ભોજનમાં લીલા શાકભાજી, સૂપ અને દાળ સામેલ કરો. તેનાથી પેટ ભરાઈ જશે અને શરીરને વધુ કેલેરી મળશે નહીં. 

હળદરવાળુ દૂધ પીવો
વધુ ભોજન પણ વજન વધારે છે. તેવામાં જો તમને રાત્રે ભૂખ લાગે છે તો તમે સૂતા પહેલા 1 ગ્લાસ સ્કિમ્ડ દૂધ પી શકો છો. રાત્રે હળદરવાળું દૂધ સારૂ માનવામાં આવે છે. હળદરવાળું દૂધ વજન ઘટાડવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. આ સાથે મોટાપો ઘટાડવામાં પણ મદદ કરે છે.

પૂરતી ઊંઘ લો
ઊંઘ વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેવામાં પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. તેવામાં જ્યારે તમે સૂવા જાવ ચો ઓછામાં ઓછા એક કલાક પહેલા ફોન, લેપટોપ કે ગેઝેટ્સથી દૂર રહો. આ સાથે સૂતા પહેલા કંઈક વાચવાની આદત પાડો. તેનાથી ઊંઘ સારી આવશે અને વજન પણ ઓછું થશે. જ્યારે આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો તેની અસર શરીર પર પડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news