કૂતરા કેમ વાહનો પાછળ ભાગે છે, લોકો પર હુમલો કરી બેસે છે? જાણવું ખુબ જરૂરી
કૂતરા વાહન હોય કે પછી માણસ...તેઓ તેમનો પીછો કરવા લાગતા હોય છે. અનેકવાર તેઓ અજાણ્યા માણસોને લપકવાની કોશિશ કરે છે અને તેના કારણે કૂતરા કરડી જવાની ઘટનાઓ પણ ઘટે છે. કૂતરાઓ આવો વ્યવહાર કેમ કરે છે, વિશેષજ્ઞોનું કહેવું છે કે તેની પાછળનું કારણ તેમનો વર્તાવ છે જે તેમના પશુના રૂપમાં વિકાસ પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે.
Trending Photos
કૂતરા વાહન હોય કે પછી માણસ...તેઓ તેમનો પીછો કરવા લાગતા હોય છે. અનેકવાર તેઓ અજાણ્યા માણસોને લપકવાની કોશિશ કરે છે અને તેના કારણે કૂતરા કરડી જવાની ઘટનાઓ પણ ઘટે છે. કૂતરાઓ આવો વ્યવહાર કેમ કરે છે, વિશેષજ્ઞોનું કહેવું છે કે તેની પાછળનું કારણ તેમનો વર્તાવ છે જે તેમના પશુના રૂપમાં વિકાસ પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે.
કૂતરા માટે સામાન્ય વાત!
કૂતરાની સૂંઘવાની અને તાલિમ મેળવવાની ક્ષમતા તેમને મનુષ્યો માટે એક શાનદાર જાનવર ગણાવે છે. તેઓ હજારો વર્ષોથી મનુષ્યોના મિત્રો રહેતા આવ્યા છે. આમ છતાં અનેકવાર તેમનો વ્યવહાર ચોંકાવનારો હોય છે. એક સામાન્ય વાત જે મનુષ્યો માટે ખુબ જ અજીબ હોય છે અને તે છે કે કૂતરા ભાગતી ચીજો જેમ કે વાહનો કે માણસો પાછળ ભાગે છે અને પછી અનેકવાર એવું પણ બને છે કે મનુષ્યો પર હુમલો કરીને તેમને ઈજા પહોંચાડી બેસે છે. આખરે કૂતરા આવું કરે છે કેમ? તો તેના માટે વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમનું વર્તન સમજવું પડશે.
કૂતરા ગાડીઓ અને દોડતા લોકોનો પીછો કરે એ મનુષ્યો માટે ભલે અસામાન્ય વાત છે પરંતુ કૂતરાઓ માટે તે સ્થિતિ ખુબ જ અલગ હોય છે. કેનેડાના મોન્ટ્રિયલના મંકી બિઝનેસ ડોગ ટ્રેનિંગના વ્યવસાયિક તાલિમ આપનારા સમાંથા માઉન્ટેનનું કહેવું છે કે પીછો કરવો એ કૂતરાઓના વર્તનનો એક મહત્વનો હિસ્સો છે. માણસોને લાગે છે કે કૂતરા ખોટો કે અસામાન્ય વ્યવહાર કરી રહ્યા છે પરંતુ તેમના માટે એવું કશું જ નથી.
શિકારી પ્રવૃત્તિ
માઉન્ટેનનું કહેવું છે કે કૂતરાની પીછો કરવાની અને લપકીને કરડવાની પ્રવૃત્તિને શિકારી પ્રવૃત્તિ કહે છે. અનેક તબક્કા હોય છે જેનાથી આ સંપૂર્ણ પ્રવૃત્તિ વ્યાખ્યાઈત થાય છે. તેમાં જોવું, વિન્યાસ પીછો કરવો, લપકવું, પકડવું અને કરડવું તથા મારવું સુદ્ધા સામેલ છે. આ પ્રકારે તેમનામાં તે આદત તરીકે સામેલ છે કે જ્યારે પણ કૂતરા ઝડપથી તેમની પાસેથી કઈ પણ પસાર થાય તો તેમના આ વ્યવહારને લઈને તેઓ સાવધ થઈ જાય છે.
કૂતરામાં આ પ્રકારની શિકારી પ્રવૃત્તિની આદત એટલી ઊંડે સુધી હોય છે કે જો કોઈ પાળતું જાનવર વાહનોનો પીછો ન કરે અને વારંવાર લોકોને કરડવાની કોશિશ ન કરે તો પણ તેને થોડી તાલિમની જરૂર હોય છે. કેટલાક કૂતરાઓમાં આ પ્રવૃત્તિ વધુ તો કેટલાકમાં ઓછી હોય છે. તેનો નસ્લ સાથે પણ ઊંડો સંબંધ હોય છે. શિકારી કૂતરાઓની મશહૂર જાતિઓમાં આ વધુ જોવા મળતું હોય છે.
નોંધવા જેવી વાત એ છે કે કેટલીક તાલિમ પદ્ધતિઓ એવી વિક્સિત થઈ છે જેનાથી આ ખતરનાક વર્તન પર લગામ લગાવી શકાય છે. માઉન્ટેનનું કહેવું છે કે તેના માટે જરૂરી છે કે તેમને પૂરતા પ્રમાણમાં કસરત કરીને પોતાની ઉર્જા વાપરી નાખી હોય. તેમને નિયંત્રિત વાતાવરણમાં જ્યાં ભાગતા લોકો કે કાર ન હોય, ત્યાં તેમને ધીરે ધીરે ગતિમાન વાહનો અને લોકો સાથે તાલિમ આપવી જોઈએ.
બચવાના ઉપાય શું
જો તમે ક્યારેક આવી સ્થિતિમાં ફસાઈ જાઓ કે કૂતરા મોટરસાઈકલ તરફ દોડવાની કોશિશ કરતા હોય તો તમારે તમારી મોટરસાઈકલની સ્પીડ ધીમી કરી લેવાની અને કાં તો બિલકુલ રોકી લેવાની. જો તમે એમ વિચારીને બાઈક નહીં રોકો કે કૂતરો કરડી જશે તો કદાચ ખોટું છે કારણ કે આવી સ્થિતિમાં જો ઊભા રહેશો તો પૂરા ચાન્સ છે કે કૂતરો તમને કરડે નહીં.
મોટરસાઈકલ રોક્યા બાદ જ્યારે ફરીથી સ્ટાર્ટ કરો તો ત્યાંથી ધીમે ધીમે નીકળી જવું. આમ કરવાથી તમે સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી શકશો. આવી સ્થિતિમાં એકવાત ખાસ ધ્યાનમાં રાખવી કે કૂતરાને જોઈને ફાસ્ટમાં વાહન દોડાવવું નહીં કે ભાગવું નહીં. સ્પીડ વધારવી જોખમી સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે