શું તમને જમવાનું બનાવવાનો શોખ છે? તો આ રહી સરકારી સ્પર્ધામાં ભાગ લેવાની સૌથી મોટી તક!

શું તમને જમવાનું બનાવવાનો શોખ છે? તો આ રહી સરકારી સ્પર્ધામાં ભાગ લેવાની સૌથી મોટી તક!

નવી દિલ્લીઃ શું તમે સ્વાદિષ્ટી ભારતીય ભોજન બનાવવાના શોખીન છો? શું તમારા ભોજનથી શરીરને પોષ્ણ મળે તેવું ફોકસ રહે છે? જો હા તો સરકાર તમને આયુર્વેદમાં માસ્ટર શેફ બનવાનો અને 1 લાખ રૂપિયા જીતવાનો શાનદાર મોકો મળી રહ્યો છે.દુનિયા સુધી ભારતીય ભોજન પહોંચાડવાનો પ્રયાસ-
આયુષ મંત્રાલય ભારતીય ખાન-પાનમાં છુપાયેલી રાઝ દુનિયા સુધી પહોંચાડવા માટે અનોખી માસ્ટર શેફ પ્રતિયોગિતાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કોમ્પિટીશનની થીમ છે આહાર ફોર પોષણ. સરળ ભાષામાં ન્યુટ્રિશન વાળું ભોજન.10 એપ્રિલ સુધી કરી શકો છો અપલાય-
જો તમને લાગે છે કે તમે પોષ્ણક્ષમ ભારતીય ભોજન તમે પણ બનાવી શકો છો, તો 10 એપ્રિલ સુધીમાં આ કોમ્પિટીશન માટે તમે અપલાય કરી શકો છો. આ કોમ્પિટીશનમાં અલગ-અલગ 6 કેટેગરી છે. આ કેટેગરી છે
- અનાજ આધારિત ભોજન
- બાજરા આધારિત ભોજન
- નટ્સ અથવા દાળનું બનેલું ભોજન
- ફળ અને શાકભાજીથી તૈયાર રેસીપી
- ડેરી પ્રોડક્ટ આધારિત ભોજન
- ફ્યુઝન એટલે 2 રેસીપીનું સંગમવીડિયો આયુષ મંત્રાલયને મોકલવાનો રહેશે-
આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ માટે તમારે ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા અને ફોર્મ વિશેની સંપૂર્ણ માહિતી આયુષ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એપ્લિકેશન મોકલવા માટે તમારે 5 થી 7 મિનિટનો રસોઈનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. આ વિડિયો અંગ્રેજી કે હિન્દીમાં બનાવી શકાય છે. તે વિડિયોમાં ભોજનની રેસીપી અને તે ભોજનના ફાયદા જણાવવા જરૂરી છે. એક વ્યક્તિ માત્ર એક જ એન્ટ્રી મોકલી શકે છે.ફાઈનલ 22મી એપ્રિલે ગાંધીનગરમાં યોજાશે-
તમે જે પણ રેસીપી પસંદ કરો છો, તે આયુષના સિદ્ધાંતો અનુસાર હોવી જોઈએ. એટલે કે, તે રેસીપીમાં કૃત્રિમ રંગો, સ્વાદ કે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ હોવો જોઈએ નહીં. વીડિયોના આધારે દરેક શ્રેણીમાંથી 5 લોકોને પસંદ કરવામાં આવશે. જેઓ ફાઈનલ રાઉન્ડમાં પહોંચશે તેઓને 22મી એપ્રિલે ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારી આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ફાઈનલ માટે બોલાવવામાં આવશે.
 વિજેતાઓને લાખોના ઈનામો મળશે-
એ સમિટમાં તેઓએ એ જ વાનગી ફરીથી બધાની સામે બતાવવાની છે, સાથે જ તેના ફાયદા પણ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં જણાવવાના રહેશે. ફાઇનલમાં, દરેક કેટેગરીમાં 3-3 વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. એટલે કે 6 કેટેગરીમાં કુલ 18 વિનર હશે. આ વિજેતાઓ આયુષ મંત્રાલય માસ્ટર શેફ સ્પર્ધામાં પ્રથમ આવનારને 1 લાખ, બીજા આવનારને 75 હજાર અને ત્રીજા સ્થાને આવનારને 50 હજાર રૂપિયાનું ઈનામ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news