arif khan

Ahmedabad: આયેશા ખાનના રાક્ષસ પતિની ધરપકડ, રાજસ્થાનનાં આ વિસ્તારમાંથી પોલીસે આવી રીતે ઝડપી લીધો

સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા આયેશા આત્મહત્યા કાંડમાં તેના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદનાં આત્મહત્યા કરતા પહેલા યુવતીએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિોય સમગ્ર દેશમાં વાયરલ થતા તેના ખુબ જ ઉંડા પડઘા પડ્યા હતા. તેના પતિના ત્રાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યં હતું. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેનો પતિ આરીફ ખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. જો કે રિવરફ્રંટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

Mar 1, 2021, 11:41 PM IST

આયશાના પિતાની વ્યથા, કહ્યું- મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું, તેણે આપઘાત માટે કરી મજબૂર

અમદાવાદ રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પરથી આયેશાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત (Suicide) કર્યો હતો. આયેશાએ (Ayesha) મોત પહેલા વીડિયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. જો કે આયેશાના આપઘાત (Ayesha Suicide) બાદથી તેનો પતિ આરીફ ફરાર છે

Mar 1, 2021, 05:25 PM IST

કાચા હૃદયના ન વાંચે: આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ...

આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ  રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો (Viral Video) બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ  કરી. આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. જો કે આ અંગે આજે તેના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. 

Mar 1, 2021, 04:59 PM IST

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

પતિનું આ વોટ્સએપ સ્ટેટસ બતાવી દે છે કે માણસ કઈ હદે માણસાઈ ભૂલીને અસંવેદનશીલ બની જતો હોય છે. મોતનો મલાજો પણ રાખતો નથી. આ ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો છે.

Feb 28, 2021, 08:46 AM IST