સંજેલી તાલુકાના ઢાળા સીમલ ગામે બનેલ પરણીતાને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢવાના અત્યંત ધૃણાસ્પદ બનાવમાં પોલીસે 48 કલાકમાં તમામ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા અને તેમની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
Inhuman Atrocities On Women In Dahod VIDEO : દાહદોના સંજેલીમાં સમાજને શર્મસાર કરતી ઘટના.... ગામલોકોએ અર્ધનગ્ન હાલતમાં મહિલાનો વરઘોડો કાઢ્યો... બાઈક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી.. પ્રેમીને મળવા આવી હોવાના આરોપ સાથે અમાનવીય હરકત..
અમદાવાદ (Ahmedabad) માં ક્રાઈમ (crime news) દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે યુવતીની છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
woman harassment : મહિલા ડેપ્યુટી એસઓને શ્રીદેવી કહેતા તેમણે સીએમઓમાં ફરિયાદ કરી... જોઈન્ટ સેક્રેટરી ગુણવંત વાઘેલાને સરકારે ઘરભેગા કર્યાં
ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે. લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. પાટણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરી હતી. વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો.
લગ્ન કરીને વિદેશમાં સેટલ થવાની લ્હાયમાં યુવતીઓ અને તેનો પરિવાર એવી સમસ્યાઓમાં ફસાઈ જાય છે કે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો લગ્ન કરીને દૂબઈ ગયેલી યુવતી સાથે બન્યો છે. પતિ સાથે દૂબઈ ગયેલી યુવતીને લગ્નના બીજા જ દિવસે માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયુ હતું. તેમજ તેને પિયરથી 9 કરોડ રૂપિયા અને મર્સિડીઝ ગાડી લાવવા દબાણ કરાયુ હતું. ત્યારે અમદાવાદની આ યુવતીએ પોતાના પતિ અને સાસરીયા સામે ફરિયાદ દાખલ કરી છે.
આપણા સમાજમાં આજે પણ મહિલાઓ પર એસિડની ઘટના બની રહી છે. આ પણ મહિલાઓ આજે પણ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજમાં આ રીતે મહિલાની સતામણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) આવી ઘટનાઓની ગંભીરતાથી નોંધ લીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, એસિડ એટેક (acid attack) ના દોષિતને જામીન મુક્ત કરવો યોગ્ય નથી.
પતિનું આ વોટ્સએપ સ્ટેટસ બતાવી દે છે કે માણસ કઈ હદે માણસાઈ ભૂલીને અસંવેદનશીલ બની જતો હોય છે. મોતનો મલાજો પણ રાખતો નથી. આ ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો છે.
એસઆઈટી પ્રમુખ અને પોલીસ મહાનિરીક્ષક નવીન અરોડાએ શાહજહાંપુરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચિન્મયાનંદને મસાજની વીડિયો ક્લિપિંગ દેખાડવામાં આવી હતી. આ વીડિયો જોતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હવે જ્યારે તમને બધી ખબર પડી ગઈ છે તો મારે કશું જ કહેવું નથી. હું મારા અપરાધોનો સ્વીકાર કરું છું અને મારા કૃત્ય માટે શરમ અનુભવું છું."
બે વ્યક્તિ મહિલાઓને જાહેરમાં ઢોર માર માર્યો હતો, તેમના વાળ પકડીને સડક પર ઢસડી હતી તેમ છતાં હાજર લોકો મૌન બનીને તમાશો જોતા રહ્યા હતા, વીડિયો વાયરલ થયા પછી પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે
મહિલાએ ટ્વીટર પર લખ્યું છે કે, 14 જૂનના રોજ તે ગુરૂગ્રામ ખાતેના હુડા સિટિ સેન્ટર મેટ્રો સ્ટેશન પર ઊભી હતી ત્યારે એક યુવક તેની નજીક આવી ગયો અને પોતાનું ગુપ્તાંગ પ્રદર્શિત કરીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. મહિલાએ કહ્યું કે, આ જોઈને મેં બૂમો પાડી, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવ્યું નહીં
ગુજરાત સરકાર દ્વારા શારીરિક અત્યાચાર અને અન્ય અપરાધોમાં બોગ બનનારી મહિલાઓ-અસરગ્રસ્તોને 'વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2018'માં અપાતી સહાયની રકમમાં ધરખમ વધારો કરાયો છે અને રૂ.5 થી 10 લાખ સુધીનું વળતર ચૂકવવાનો સરકારે નિર્ણય લીધો છે, અગાઉ આ યોજના હેઠળ રૂ. 50 હજારથી રૂ. 3 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતું હતું
જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાનની હાજરીમાં જ મહિલાની છેડતી કરનારા આ મંત્રીને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી છે, વિરોધ પક્ષે આ બાબતને મોટો મુદ્દો બનાવી લીધો છે, જોકે, બંને મંત્રીઓએ આ મુદ્દાને વધુ ન ચગાવતા આરોપો નકારી દીધા છે, મહિલા મંત્રી સતનાચકમાએ વિરોધ પક્ષના આરોપોને નકારી દીધા છે