ક્રાઈમ સમાચાર

વલસાડ : 11 વર્ષથી ફરાર રીઢો ગુનેગાર પત્નીની અંતિમવિધિમાં આવ્યો, અને પકડાયો

વલસાડમાં વિદેશ મોકલવાના નામે 2010 ના વર્ષમાં પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ સિટી પોલીસે દબોચી લીધો છે. આરોપીની પત્નીનું અવસાન થતાં ઘરે આવતા બાતમીના આધારે આરોપીને મિશન કોલોની ખાતેના તેના ઘરેથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 1 દશકથી પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ  આરોપી મોહંમદ શેખ પત્નીની અંતિમવિધિમાં આવ્યો અને પકડાયો હતો. 

Jan 22, 2022, 11:20 AM IST

ખતરનાક ક્રાઈમ મિસ્ટ્રી : એકની હત્યા થતા બીજાએ જોઈ, અને બંને જણાએ મળીને લાશ દાટી દીધી 

થોડા દિવસો પહેલા પીપાવાવની ખાનગી કંપનીના સુપરવાઈઝરની હત્યા કરીને દાટી દીધેલી લાશનો ભેદ પોલીસે ગણતરીની દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. બે આરોપીને પકડી પાડ્યા છે. 

Jan 21, 2022, 01:08 PM IST

ગમી ગયેલી સાયકલોએ જ ચોરનો ભાંડો ફોડ્યો, જેના પર દિલ આવ્યુ તેનાથી જ પકડાયો

  • ખંભાતમાં સાયકલ ચોરીઓ કરનાર સાયકલ ચોર ઝડપાયો
  • 21 સાયકલો ગમી જતા વેચવાનાં બદલે પોતાની પાસે રાખી

Jan 20, 2022, 02:40 PM IST

આણંદના સુખી સંપન્ન પરિવારના વહુની બાથરૂમમાંથી મળી લાશ, ભાઈએ હત્યાની આશંકા બતાવી

આણંદના ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત (murder) થયા ભારે ચકચાર મચી ગઈ છે. વેપારીની પત્નીનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી પિયરીયાઓએ દીકરીના હત્યા (crime news) ની શંકા વ્યક્ત કરી છે.

Jan 20, 2022, 09:21 AM IST

અનોખો ચોર : ઠંડી લાગતા જ ચોર મકાનમાં સૂઈ ગયો અને સવારે પકડાઈ ગયો

ગાંધીનાગરના માણસાના રીડ્રોલ ગામમાં ચોરીની અનોખી ઘટના બની છે. માણસામાં બંધ મકાનમાં ચોરી કરવા માટે ઘૂસેલો ચોર શિયાળાની તીવ્ર ઠંડીમાં ઘરમાં જ ગાઢ નિંદ્રામાં જ સૂઈ ગયો અને આખરે પકડાઈ ગયો હતો. બીજા દિવસે મકાન માલિકે તાળું ખોલતા ચોર ગાઢ નિંદ્રા માણી રહ્યો હતો. મકાન માલિકો પોલીસને બોલાવીને ચોરને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

Jan 13, 2022, 01:13 PM IST

ડાકુઓ કરતા પણ ખૂંખારુ લૂંટારુ ગેંગ પકડાઈ, દક્ષિણ ગુજરાતમાં મચાવ્યો હતો હાહાકાર

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર છેવાડાના વિસ્તારમાં ચોરી લૂંટ ધાડ જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર લૂંટારુ ટોળકીના 2 માસ્ટર માઇન્ડ સાગરીતોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. 6 થી વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે ઉમરગામના સંજાણમાં થયેલ એક હત્યાનો ગુનો ઉકેલાયો છે.

Jan 12, 2022, 11:03 AM IST

અસલી પોલીસે નકલી પોલીસનો ખેલ ખુલ્લો પાડ્યો, એક મહિલા પણ તોડબાજી પણ સામેલ

વડોદરાના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તોડ કરતી નકલી પોલીસને અસલી પોલીસે પકડી પાડી છે. નકલી પોલીસ લોકો સામે રૌફ ઝાડીને તોડ કરતી હતી. પોલીસે એક મહિલા સહિત 4 નકલી પોલીસ બનીને ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Jan 8, 2022, 03:48 PM IST

પ્રેમિકાની દાટેલી લાશે ખાડામાંથી ડોકિયુ કર્યું, અને સનસનાટીભરી પ્રેમકહાનીનો થયો પર્દાફાશ 

પ્રેમમાં હવે લોકો જીવ લેતા પણ અચકાતા નથી. બોડેલીની એક પરિણીત યુવતી અને યુવકના પ્રેમ સંબંધનો એવો કરુણ અંજામ આવ્યો કે, વાત હત્યા (crime news) સુધી પહોંચી ગઈ. યુવકે યુવતીને ખેતરમાં બોલાવીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પછી ઠંડા કલેજે તેની હત્યા (murder) કરી હતી. એટલુ જ નહિ, સનકી પ્રેમીએ પ્રેમિકાની લાશને ખેતરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી.

Jan 2, 2022, 08:57 AM IST

રાજકોટ : બિલ્ડરની મોંઘીદાટ કાર ચોર એવી રીતે ચોરીને લઈ ગયો કે CCTV જોઈ પોલીસનું દિમાગ ભમી ગયું

રાજકોટ (Rajkot) માં ફરી લક્ઝુરિયસ કાર (luxurious car) ચોરતી ગેંગનો સળવળાટ શરૂ થયો છે. રાજકોટના એક જાણીતા બિલ્ડરની મોંઘીદાટ ફોરચ્યુનર કારની પળભરમાં ચોરી થઈ ગઈ હતી. ગાડીમાં પાર્ક કરેલી કાર એટલી સરળતાથી ચોરાઈ કે, ચોર આરામથી ચાવી લઈને આવ્યો હતો અને ગાડી લઈને જતો રહ્યો હતો. બિલ્ડીંગના સીસીટીવી (CCTV) માં તમામ ઘટના કેદ થઈ છે. 

Dec 31, 2021, 09:30 AM IST

મહિલાએ પોતાના શ્વાનનું નામ સોનુ રાખતા પાડોશીએ તેને જીવતી સળગાવી

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સોમવારે સાંજના સમયે બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં પાડોશીએ બાજુએમાં રહેતી મહિલાને તેમના 6 વર્ષના પુત્રની નજર સામે જ સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. જો કે હાલ આ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાના પતિએ પાડોશમાં રહેતા 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

Dec 22, 2021, 03:44 PM IST

આવા પાડોશીથી સાવધાન, અંધારુ પડતા જ ઘરમાં ઘૂસી ગયો...

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડ ઘરે એકલા હતા ત્યારે તેની પાડોશમાં રહેતો શખ્સ ચોરી કરવા માટે તેમના ઘરમાં ઘૂસયો હતો. પાડોશી ચોરી કરતો હતો ત્યારે ઘરમાં હાજર રહેલા વૃદ્ધ તેને જોઈ ગયા હતા. જેથી ચોરી કરવા માટે આવેલા શખ્સે વૃદ્ધને માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી. જેથી વૃદ્ધનુ મોત થયુ હતું. પોલીસે હાલમાં મૃતકની દીકરીએ ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. 

Dec 18, 2021, 03:00 PM IST

બે અમદાવાદી એવા ભેજાબાજ નીકળ્યા કે વટ પાડવા પહોંચી ગયા ટેલિકોમ કંપની, પણ પછી...

  • સીબીઆઇ અધિકારી બની ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ્સ મેળવવા ગયેલા નકલી અધિકારીઓને પોલીસે પકડાયા
  • બંનેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતમાં નોડેલ ઓફિસરને શંકા ઉપજી હતી

Dec 18, 2021, 02:42 PM IST

પરિવાર મામેરાની વિધિમાં વ્યસ્ત હતો, અને તિજોરીમાંથી 40 તોલા સોનુ ગાયબ થયું

વલસાડ (valsad) ના પારનેરાપારડી ગામે લગ્ન પ્રસંગમાં મામેરાની વિધિ દરમિયાન મોટી ચોરી થવાની ઘટના બની છે. અજાણ્યા ઈસમે લગ્નના ઘરમાં હાથ સફાયો (crime news) કર્યો હતો. લગ્ન ઘરમાંથી અંદાજિત 40 તોલા સોનુ અને 15  થી 20 હજાર રોકડા રૂપિયાની ચોરી થઈ છે. લગ્ન પ્રસગમાં પરિવાર અને મહેમાનો હતા વ્યસ્ત તે દરમિયાન ચોરી થઈ હતી. 

Dec 9, 2021, 09:37 AM IST

વિચારી નહિ શકો તેવો ગે હનીટ્રેપનો કિસ્સો, યુવક સાથે સંબંધ બાંધીને કરોડો રૂપિયાની ખંડણી માંગી

પહેલા કેળવી મિત્રતા અને પછી બાંધ્યો શારિરીક સબંધ અને પછી કર્યો વિશ્વાસધાત. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક ઘાર્મિક સંસ્થામાં રસોયા તરીકે કામ કરતા એક વ્યક્તિનો બિભત્સ વીડિયો બનાવીને પાંચ જેટલા શખ્સોએ 4 કરોડની ખંડણી માંગી અને જો ખંડણી નહિ આપે તો તેનો વીડિયો વાયરલ કરીને તેને અને તેની સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી હતી. જો કે આખો મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચતા હનીટ્રેપના આ કિસ્સાનો પર્દાફાશ થયો..

Dec 8, 2021, 08:59 AM IST

માતાના પ્રેમીએ કરી દીકરીની હત્યા, ફરવા લઈ જવાના બહાને સળગાવીને મારી નાંખી

મહેસાણા (Mehsana) બાયપાસ ખારી નદી નીચેથી યુવતીની લાશ મળવાનો મામલામાં હત્યારો પકડાયો છે. મહેસાણા પોલીસે 48 કલાકમાં હત્યા (murder) નો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં મૃતક યુવતીની માતાના પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માતાનો પ્રેમી યુવતીને ફરવાના બહાને લઈ ગયો હતો. જેના બાદ તેણે હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી. ત્યારે મહેસાણા પોલીસે ચાણસ્માથી હત્યારા (crime news) ની અટકાયત કરી છે.  

Dec 3, 2021, 02:27 PM IST

સ્પાની યુવતીએ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ‘મસ્તીનો સ્ટાફ આવ્યો છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે’

ગુજરાતમાં મોટાભાગના ધમધમતા સ્પાના આડમાં ગોરખધંધા ચાલતા હોય છે. સ્પા દેહ વેપારનું સેન્ટર બની ગયુ છે. આવામાં રાજકોટના એક સ્પામાં ગોરખધંધો થતા હોવાની ઓડિયો ક્લિપ સામે આવી છે. ‘મસ્તીની સ્ટાફ આવી છે...’ તેવુ કહી કોલર દ્વારા ગ્રાહકને ફોન કરવામાં આવ્યો હતો. સાથે જ દિલ્હી, મુંબઈ, મારવાડી, ગોવા, ગુજરાતીની સ્ટાફ અવેલેબલ છે તેવુ પણ કહેવામાં આવ્યુ હતું. 

Dec 3, 2021, 12:49 PM IST

મોટા ભાઈના લગ્ન થયા અને હું રહી ગયો... લગ્નનો ખાર રાખી ભાઈએ કરી ભાઈની હત્યા

રાજકોટમાં શુભ પ્રસંગે સંબંધોની હત્યા થઈ છે. લગ્નની ખાર રાખીને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા લગ્ન (wedding) નો પ્રસંગ માતમમાં છવાયો હતો. રાજકોટના કુવાવડા રોડ પર આવેલ એક પરિવારમાં લગ્નની ખાર રાખીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા (murder) કરતા ચકચાર મચી ગઈ છે. 

Dec 1, 2021, 11:57 AM IST

સુખી સંસારમાં ‘વો’ની એન્ટ્રી થતા જ પત્ની બદલાઈ ગઈ, રાત્રે પતિને ફરવા લઈ ગઈ અને...

પતિ-પત્નીના સંબંધોને સાત જન્મના માનવામાં આવે છે. જોકે પતિ અને પતિમાં જયારે ‘વો’ની એન્ટ્રી પ્રવેશ થાય છે, ત્યારે હંમેશા સંબંધોની હત્યા થાય છે. તો ક્યારેક આ અનૈતિક સંબંધોનો અંજામ લોહિયાળ આવે છે. ત્યારે ફરી એકવાર વલસાડ જિલ્લામાં એક સુખી સંસારમાં એક ‘વો’ ની એન્ટ્રી થઇ હતી અને પતિ પત્નીના સુખી સંસારમાં ઝઘડા અને કંકાસ શરુ થયા અને અંજામ મોત સુધી પહોંચી ગયો.  

Nov 27, 2021, 04:09 PM IST

સસરાએ વહુ સાથે ન કરવા જેવી હરકત કરી, બાથરૂમમાં ઘૂસીને વહુને જબરદસ્તી નવડાવી

સુરતમાં પરિણીતાને ત્રાસ આપવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સસરાએ વહુ પર ઉકળતુ પાણી નાંખ્યુ હતું. જેથી વહુ ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર માટે પીડિત વહુ સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યા સસરાની કરતૂત સામે આવી હતી. 

Nov 26, 2021, 02:38 PM IST

ગુજરાત બન્યુ મિરઝાપુર, રાજકોટમાં બસચાલકોએ પિતા જેવી ઉંમરના વૃદ્ધ રીક્ષાચાલકને માર માર્યો

ગુજરાતમાં હવે લોકો ક્રાઈમ હાથમાં લેતા અચકાતા નથી. ગુનો છે કે નહિ, કોઈ ગુનેગાર છે કે નહિ તે જોયા વગર લોકો તૂટી પડે છે. ગુજરાતમાં હવે બિહાર, યુપી જેવા દિવસો જોવા મળી રહ્યાં છે. રાજકોટ સિટી બસ ચાલકની દાદાગીરી વીડિયો વાયરલ થયો છે. સિટી બસચાલકોએ મળીને રસ્તા એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા તપાસના આદેશ છૂટ્યા છે. 

Nov 25, 2021, 03:28 PM IST