firing

દેવુ થઇ જતા ફિલ્મો જોઇને લબરમુછીયાઓએ બનાવી ગેંગ, UP થી તમંચો લાવી ફાયરિંગ કર્યું અને...

* નારોલમાં થયેલા ખાનગી ફાયરિંગનો મામલો
* ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કરી ધરપકડ
* મુખ્ય આરોપી સહિતની ફાયરિંગ કરનાર ગેંગ ઝડપાઇ
* ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને ખંડણી માંગવાનું અને ફાયરિંગ કરવાનો ઘડ્યો હતો પ્લાન

Jul 31, 2021, 05:45 PM IST

પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો 5 લાખ તૈયાર રાખજે ગબબર બોલું છું, આવો ફોન આવે તો...

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મૂર્તિ બનાવવના કારીગર પર ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવના ચાર દિવસ આગાઉ ફાયરિંગ કરનાર શખસ પર ફોન આવ્યો હતો અને રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે

Jul 27, 2021, 08:30 PM IST

Firing પ્રકરણમાં નવો વળાંક, યુવકે જાતે ફાયરિંગ કરી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

યુવકે જાતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિ પત્ની વચ્ચેના અંત:કલેહના લીધે યુવકે જાતે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

Jul 5, 2021, 09:02 AM IST

PATAN: 2 રબારી યુવકોને જાહેરમાં રહેંસી નંખાયા, પહેલા છરીના ઘા માર્યા બાદ ફાયરિંગ

જિલ્લાના હારીજ શહેરમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજના યુવકો પર છરીથી હુમલો થયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

Jun 12, 2021, 04:38 PM IST

દબંગ દુલ્હન જોઈ? સ્ટેજ પર ચડતા પહેલા ફાયરિંગ કર્યું અને પછી દુલ્હેરાજાને પહેરાવી વરમાળા, Video થયો વાયરલ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢના જેઠવારા પોલીસ સ્ટેશન પાસેના એક ગામમાં રવિવારે રાતે એક લગ્નમાં દુલ્હને પહેલા રિવોલ્વરમાંથી ગોળી છોડી અને પછી દુલ્હાને વરમાળા પહેરાવી

Jun 1, 2021, 03:30 PM IST

BHAVNAGAR: નિવૃત આર્મી જવાને પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ધડાધડ ફાયરિંગ ચાલુ કર્યું અને...

અધેવાડા ગામે વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા એક નિવૃત આર્મીમેન દ્વારા તેની પાસે રહેલી રીવોલ્વમાંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. જાણ થતાં જ એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

May 28, 2021, 06:42 PM IST

અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસકર્મી સહિત અનેક લોકોના મોત

અમેરિકા (America) ના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોના મોત થયા છે. 

Mar 23, 2021, 08:03 AM IST

અમેરિકામાં પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

પત્ની જમીન પર ઢળી પડતાં ગોળી વાગી હોવાની ખબર પડી છે. દિલીપભાઇના ભરથાણાના મિત્ર મોહનભાઇ છીમકાભાઇ જે હાલ અમેરિકા (America) માં છે તેમણે 5 માર્ચ શુક્રવારનીર આત્રે હત્યારા હકીમ ઇવાન પોતાના મિત્રોને લઇને મોટલના રૂમમાં રોકાયા હતા. 

Mar 15, 2021, 10:39 AM IST

Vadodara: નાના બાળકોના ઝગડાએ લીધું મોટું સ્વરૂપ, તલવારો ઉડી અને ફાયરિંગ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા રહેતા બિલ્ડરના પુત્રને તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો. જેથી મિત્રના પરિવારના સભ્યો બિલ્ડરના ઘરે ઠપકો આપવા ગયા હતા અને ત્યાં બિલ્ડરની પત્ની સાથે તકરાર કરી હતી.

Mar 15, 2021, 08:39 AM IST

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર ગોળીબાર, પટેલ મહિલા બની લૂંટારુઓનો શિકાર

  • અમેરિકામાં ગુજરાતીઓ પરના હુમલા સતત વધી રહ્યાં છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે
  • મૂળ સુરતનું અને અમેરિકામાં રહેતા દંપતી પર ફાયરિંગની ઘટના બની

Mar 7, 2021, 09:35 AM IST

લોહિયાળ ભોજન: સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોનું ફાયરિંગ

શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે કેટરીંગના ધંધાની હરીફાઈમાં લેબર કોન્ટ્રાકટર અને કારીગર ઉપર કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કરેલા ફાયરીંગમાં કારીગરને પડખામાં ઇજા થઈ હતી. જયારે હુમલાખોરોએ કોન્ટ્રાકટરને માથામાં કડછો મારતા તેને ઇજા થઈ હતી. બન્ને ને સારવાર માટે સિવિલ ખસેડયા હતા.સુરતના પાંડેસરા ગોવાલક રોડ દેવેન્દ્રનગર વિસ્તારમાં શુક્રવારે મધરાત બાદ 12.15 વાગ્યાના અરસામાં ઇકો કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કેટરીંગના લેબર કોન્ટ્રાકટરના નિખિલ બધોરીયા અને દોઢ મહિના અગાઉ જ આગ્રાથી સુરતમાં રસોઈયાની નોકરી માટે આવેલા 22 વર્ષીય કુલદીપ રામનિવાસ સિંગ ઉપર ફાયરીંગ કરતા કુલદીપ સિંગને પડખામાં ઇજા થઈ હતી. હુમલાખોરોએ નિખિલને માથામાં કડછો મારતા તેને પણ ઇજા થઈ હતી. 

Feb 27, 2021, 05:39 PM IST

બિટ કોઈન કેસમાં નિશા ગોંડલીયા પર કોણે કર્યું હતું ફાયરિંગ, થયો ચોંકાવનારો ખુલાસો

ચર્ચાસ્પદ બિટકોઈન કૌભાંડને લઇ મોટો ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર 2019માં જામખંભાળીયામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફાયરિંગ કેસમાં ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજીએ બે આરોપીઓની ધરપકડ કરી છે

Jan 7, 2021, 05:12 PM IST

ગુજરાતમાં ગુંડારાજ? અમદાવાદ, અમરેલી અને સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં ફિલ્મી સ્ટાઇલે લાખો રૂપિયાની લૂંટ

  શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળતા જઇ રહ્યા છે. હવે ગુજરાતમાં પણ હથિયારો બતાવીને લૂંટની ઘટનાઓ અને ફાયરિંગની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઠક્કરનગરમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર ફાયરિંગની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

Jan 3, 2021, 11:07 PM IST

નવસારી નેશનલ હાઇવે પર લૂંટના ઇરાદે ફાયરિંગ, ઘાયલ કર્મચારીને સારવાર માટે ખસેડાયો

નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ ખેતેશ્વર હોટેલ પર રાત્રીના સમયે લૂંટના ઈરાદા પૂર્વક ફાયરિંગ કરાયું હતું. જે ફાયરિંગમાં એક ઈસમને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.નવસારી નેશનલ હાઈવે નંબર ૪૮ પર ઉન ગામની સીમમાં ખેતેશ્વર નામની હોટલ આવી છે.

Nov 20, 2020, 05:10 PM IST

અમદાવાદના લગ્ન સમારોહમાં હુક્કા બાર અને ફાયરિંગનો વીડિયો વાયરલ, પોલીસ સામે સવાલ

 દાણીલીમડા વિ્તારમાં લગ્ન સમારંભમાં હુક્કા બાર અને ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. ગુડ લક પાર્ટી પ્લોટનો વીડિયો હોવાની શક્યતા હાલમાં જણાઇ રહી છે. લગ્ન પાર્ટીમાં બેફામ હુક્કા બાર ધમધમી રહ્યું છે. તેવું વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ કાય છે. દાણીલીમડા પોલીને જાણ કર્યા હોવા છતા પાર્ટીઓ થતી હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. 

Nov 16, 2020, 07:38 PM IST

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, પોલીસે બૂટલેગરનો કર્યો પીછો

  • રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્વીફ્ટ કારમાં દારૂ લઈ જવાતો હતો, ત્યારે પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો

Nov 13, 2020, 04:52 PM IST

અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ કરવા બદલ 5ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

શહેરના બાપુનગર વિસ્તારનાં ઠક્કરબાપાનગરમાં જાહેરમાં ફાયરીગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનાર અજય અને  શરદ કાલે સહિત 5 લોકોની બાપુનગર પોલીસ અને SOGએ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ગૌરવ ચૌહાણ સહિતના આરોપી પોલીસ ગિરફતથી દુર છે અને હજી પણ ફરાર છે. પોલીસ ગિરફતમાં દેખાતા આરોપી અજય, શરદ કાલે, ચિરાગ માથુર, મનોજ માથુર અને યોગેશ માથુર છે. આ તમામ આરોપીએ ટપોરીગીરી કરતા અને ફાઈનન્સનું કામ કરતા ગૌરવ ચૌહાણ સાથે મળીને બાપુનગર વિસ્તારમાં અશોક ગોસ્વામી પર  તલવાર વડે હુમલો કર્યો હતો. તલવારના ઘા માર્યા હતા આ ઉપરાંત ફાયરિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

Nov 2, 2020, 07:27 PM IST

અમદાવાદ : ઠક્કરનગરમાં ધોળા દિવસે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ગૌરવ ચૌહાણનું ફાયરિંગ

શહેરમાં જતા દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. લોકોમાં પોલીસનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં નારોલ નરોડા હાઇવે પર ઠક્કરબાપા નગર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. સિદ્ધિ સેલ્સ નામની એક દુકાન પર ગાડીમાં આવેલા ચાર વ્યક્તિઓ દ્વારા અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ ગાડીમાં નાસી છુટ્યા હતા.

Nov 1, 2020, 06:34 PM IST

સગીરાએ છેડતીનો વિરોધ કર્યો તો 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી

યુપીમાં મહિલાઓની સુરક્ષા માટે યોગી સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં પ્રદેશના બદમાશોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આ તાજેતરની ઘટના ફિરોઝાબાદની છે. જ્યાં એક વિદ્યાર્થીનીને 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. આ ત્રણેય બદમાશો તેની સ્કૂલથી આવતા-જતાં છેડતી કરતા હતા. શુક્રવાર સાંજે જ્યારે વિદ્યાર્થીનીએ બદમાશોની અભદ્રતાનો જવાબ આપ્યો તો મોડી રાતે ઘરમાં ઘૂસીને ત્રણેય બદમાશોએ વિદ્યાર્થીની હત્યા કરી.

Oct 24, 2020, 02:39 PM IST