રથયાત્રા પહેલાની ભગવાનની નેત્રોત્સવ વિધિ જુઓ તસવીરોમાં...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમનો ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી, ગૃહરાજ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતા 

Jul 10, 2021, 12:13 PM IST

ઝી મીડિયા/બ્યૂરો :ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે આવી ચૂકી છે. સોમવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા (Rathyatra) નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર આવી ગયા છે. તેમની મંદિરમાં પુન સ્થાપના કરવામાં આવી છે. આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી હતી. જેમાં ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમાનોએ ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી. આ પ્રસંગે ગૃહારાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ ધજારોહણની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાઆરતી કરાઈ હતી.

1/7

2/7

3/7

4/7

5/7

6/7

7/7